Showing posts with label Story. Show all posts
Showing posts with label Story. Show all posts

May 2, 2025

ચીનગારી

 લખાણ whatsaap માં મળેલું છે.

👇👇👇

ચીનગારી🔥

✍️ સડક કિનારે એક 12-13 વર્ષ ની દીકરી તરબુજ વેચતી હતી,,, વિશાલે ગાડી રોકી પૂછયું બેટા તરબુજ કેમ આપ્યા..??

દીકરી એ કહ્યું એક નંગ ના 50  રૂપિયા સાહેબ,, પાંચેક કિલા વજન હસે, પાછળ ની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકા એ કહ્યું... આટલા મોંઘા,, ચાલો આગળ થી લઈશું.... વિશાલે કહ્યું ક્યાં મોંઘા છે,, બજાર થી તો તું વીસ રૂપિયા કિલો મા લઈ આવસ.

ભાવિકા એ કહ્યું તમને ના ખબર પડે,, મને ભાવ તાલ કરવા દો... દીકરી ને કહ્યું 30 નું નંગ આપવું હોઈ તો આપ નહિતર કઈ નય...

દીકરી બોલી આંટી 40 નું તો મને પડે છે,, ચાલો 45 આપી દેજો... એનાથી સસ્તું નહી આપી શકું....!!

ભાવિકા બોલી ખોટું ન બોલ.. દેખ તારો નાના ભાઈ જેવો છે, એના માટે થોડું સસ્તું  કરી આપ.. આમ કહી પોતાના ખોળા મા બેઠેલા ચાર વર્ષ ના દીકરા તરફ ઈશારો કર્યો..

સુંદર બાળક ને જોઇને દીકરી ગાડી તરફ આવી ગાલ પર હાથ ફેરવી કહ્યું સાચેજ મારો ભાઈ ખૂબ સુંદર છે આંટી.

ભાવિકા એ કહ્યું બેટા દીદી ને નમસ્તે બોલ,,, બાળકે પણ પ્યાર થી નમસ્તે દીદી..કહ્યું.

દીકરી એ દરવાજો ખોલી બાળક ને તેળી લીધું.. પૂછયું ભાઈ તારું નામ શું છે..?? દીદી મારું નામ ગોલું છે... કહ્યું સાચેજ તું ગોળ મટોળ છે મારા ભાઈ,,, તરબુજ ખાઈસ..? 

એમ કહી એક તરબુજ લાવી ભાઈ ના હાથ મા આપ્યું,,, પરંતુ વજન હોવાથી હાથ માથી નીચે પડી ત્રણ ચાર ટુકડા થઈ ગયા,, ગોલુ થી પડી ગયું એટલે રળવા લાગ્યો.

બેન બોલી અરે ભાઈ રડ નય, હૂં બીજું લાવી આપું, એમ કહી ને રેકડી પર લેવા ગઈ, ત્યાં સુધી મા ભાવિકા એ ગોલુ ને અંદર લઈ લીધો, દરવાજો બંધ કરી દીધો.

દીકરી આવી ખુલા કાચ માથી તરબુજ આપતા બોલી.. લે ભાઈ આ મીઠું નીકળશે... વિશાલ આ બધી હરકત જોઈ રહ્યો હતો.

ભાવિકા એ કહ્યું જે તૂટ્યું છે એના પૈસા નહી આપું, એ તો તારી ભુલ હતી.

દિકરી હસતા હસતા બોલી આંટી બન્ને માથી એકેય ના પૈસા નથી જોતા, મે તો મારા ભાઈ ને આપ્યું છે... આટલું સાંભળી વિશાલ ને તેની પત્ની બન્ને ચોંકી ઉઠ્યા,, કહ્યું બેટા બન્ને ના પૈસા લઈ લે.. એમ કહી સો રૂપિયા હાથેથી લંબાવિયા, દિકરી ઝડપથી રેકડી પાસે જતી રહી,

વિશાલ નીચે ઉતરી પાસે આવી કહ્યું બેટા પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થઈ જશે.

દિકરી બોલી... મા કહેતી કે જ્યાં સંબંધ ની વાત આવે ત્યાં નફો નુકસાન નહી જોવાનું... તમે ગોલુ ને મારો ભાઈ કહ્યો મને ખૂબ ગમ્યું... મારે પણ ગોલુ જેવોજ ભાઈ હતો પરંતુ....

વિશાલે કહ્યું સુ..સુ થયું હતું તારા ભાઈ ને..? કહ્યું કે જ્યારે એ બે વર્ષ નો હતો ત્યારે રાત્રિ ના તાવ આવ્યો હતો, સવારે મા હોસ્પિટલ લઈ જાય તે પહેલાજ શ્વાસ છોડી દીધો હતો,, એના એક વર્ષ પહેલા પાપા પણ અમને મૂકી ને જતા રહ્યા.. અંકલ મને મારા ભાઈ ની ખૂબ યાદ આવે છે...

ભાવિકા એ કહ્યું બેટા પૈસા લઈલે,,, આંટી હૂં પૈસા તો નહિજ લવ..

ભાવિકા ગાડી મા ગઈ પોતાની બેગ માંથી એક પાઝેબ (ઝાંઝર) ની  જોડ નીકાળી,, જે પોતાની આઠ વર્સ ની દીકરી માટે આજેજ ત્રણ હજાર મા ખરીદી હતી,,, દીકરી ને દેતા બોલી.. તે ગોલુ ને ભાઈ માન્યો છે ને તો હૂં તારી મા કહેવાઇસ,,તો તું ના ન કહેતી.

દીકરી એ હાથ ન લંબાયો તો જબરદસ્તી દીકરી ના ખોળા મા ઝાંઝર મૂકતા બોલી રાખી લે બેટા.. જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધા ની યાદ આવશે... આટલું કહી ઝડપથી ગાડી મા બેસી ગઈ.

દીકરી ને બાય કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી,,, ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા સુ ચીજ છે, થોડા સમય પહેલા પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે બાંધ છોડ કરી રહી હતી, ને થોડીજ ક્ષણો મા આટલી બદલાઈ ગઈ.. જો તો ખરા,,ત્રણ હજાર નું પાઝેબ (ઝાંઝર) આપી દીધું...!!

ત્યાંજ અચાનક વિશાલ ને દીકરી ની વાત યાદ આવી... કે સંબંધ મા નફો કે નુકસાની ન જોવાઈ...

વિશાલ ને થોડા વર્ષો થી પ્રોપર્ટી બાબતે પોતાનાજ ભાઈ સાથે કેસ ચાલી રહ્યો હતો..

તરતજ ભાઈ ને ફોન લગાવ્યો કહ્યું.. ભાઈ હૂં વિશાલ બોલું છું, સામેથી ભાઈએ કહ્યું... ફોન કેમ કર્યો..? વિશાલે કહ્યું ભાઈ મેઈન માર્કેટ વાળી દુકાન તું રાખી લે, બજાર વાળી હૂં રાખીશ,, અને હા મોટો પ્લોટ તું રાખી લે જ્યારે નાનો પ્લોટ હૂં રાખી લઈશ.. હૂં કાલેજ આપણો કેસ ચાલે છે એ પાછો ખેચી લઈશ...

... સામેથી થોડો સમય અવાજ જ ના આવ્યો, પછી મોટા ભાઈ એ કહ્યું,છોટુ આમ કરવાથી તો તને ખૂબજ નુકસાન થશે...?

... ત્યારે વિશાલે કહ્યું આજ મને સમજાણું છે કે સંબંધ મા નફો કે નુકસાન ન જોવાઈ, એક બીજા ની ખુશી જોવાની હોય,,, ફોન મા સામેથી એકદમ ખામોશી છવાય ગઈ, થોડી ક્ષણો પછી વિશાલ ને સામેથી મોટા ભાઈ નો રળવા નો અવાજ સંભળાયો, વિશાલે કહ્યું રડી રહ્યા છો ભાઈ...?

મોટાભાઈ એ કહ્યું એટલા પ્રેમ થી વાત કરી હોત તો બધુજ તને આપી દેત,

ઘરે આવીજા પ્રેમ થી બેસીને વાતો કરીશું, આટલી કડવાહટ ...થોડા મીઠા સબ્દો બોલતા ક્યાં ચાલી ગઈ ખબરજ ન પડી...

કાલ.. જો એક ઈંચ જમીન માટે લડતા હતા... એ આજ બધુજ દેવા તૈયાર થઈ ગયા.

કહાની નો સાર 👇👇

ત્યાગ ની ભાવના રાખીએ, અગર હંમેશા દેવા માટે તત્ત્પર રહીશું તો સામેવાળા નું હૃદય પરિવર્તન થશે જ,,,, સંબંધ મા ક્યારેય નફો કે નુકસાન નહી જોવાનો,

... મિત્રો અપનોકો કરિબ રખને કે લિયે અહંકાર છોડકર, નીષપક્ષ પ્રેમ કરના પડતા હૈ...🙏

✒️🦁🦁🦁🦁

Mar 30, 2023

બે વેવાઈ વચ્ચેનો સંવાદ

બે વેવાઈ વચ્ચેનો રોચક સંવાદ..

દિકરીના પિતા: કેમ છો? વેવાઇજી, અમારા કુળનો દિપક હવે તમારે ત્યાં પ્રગટે છે.. અમારે ત્યાં અંધારું

દીકરાના પિતા : બસ તમારી મોકલેલી લક્ષ્મીની કૃપાથી હેમખેમ છું, દિપક તો તમારો છે અને હંમેશા રહેશે હું તમે પૂરેલા દિપકમાં સંસ્કારરૂપી ઘી ને કઈ રીતે છીનવી શકું, એ તમારે ત્યાં તમે ચાહો ત્યારે અજવાળું કરવા આવતી રહેશે એ મારું વચન છે, બસ હું તો એ ઝાંઝરનો ઝણકાર લઈ ગયો છે જે મારા ઘરને રણકારતું રહેશે, 

દિકરીના પિતા: સો દીકરા હોવા છતાં એક લાડકીની ગરજ બહુ સાલે હો વેવાઇજી,

દીકરાના પિતા: અરે પૂછશો જ નહી વેવાઇજી, જયારે પુત્રવધુ થોડા દિવસ માટે પણ ઘરે ના હોય ત્યારે ઘર બહુ ખાવા દોડે, ના કોઈ હરખ કરવા વાળું હોય, ના રસોડામાં કંઈક નવીન હોય, ના કોઈ શોરબકોર હોય,ના કોઈ નવીન વાત હોય, ઘર તો જાણે ઘર નહી મકાન લાગે, બધા સવારથી પોત પોતાના કામે લાગીને રાતે આવીને સુઈ જાય બસ જીવવા ખાતર દિવસ પસાર થાય, મનમાં ઘણો ખાલીપો લાગે હો,

દિકરીના પિતા : તમારી થોડા સમય માટે આ પરિસ્થિતિ થતી હોય તો હું તો આખી જિંદગી દિકરીના વિયોગના  આ દુઃખને લઈને ફરું છું.બહુ એકલું એકલું લાગે છે, 

દીકરાના પિતા: તેમના ખભે હાથ મૂકી,વેવાઈજી મે ફક્ત દિકરી જ નથી લીધી તમને મારો દીકરો પણ આપ્યો છે અને એ પણ તમારો જ છે, જેટલો હક મારો તમારી દિકરી પર છે,તેટલો જ તમારો હક મારા દીકરા પર છે.

દિકરીના પિતા: સુખ દુઃખ,સારા ખોટા પ્રસંગે, માંદગીમાં કે અંતરની વાત કરવી હોય તો દિકરી યાદ આવે હો, અને હા ઘરની લક્ષ્મીની ગેરહાજરીમાં કઈ પણ કરેલું વ્યર્થ જ ગણાય..

દિકરાના પિતા: શું કહું વેવાઇજી વાત જ ના પૂછો, દીકરા તો સવારે ટિફિનના ડબલા લઈને જતા રહે છે, શું આશા રાખો તમે તેમની પાસે?થોડીક પણ તબિયત લથડે તો વહુ દોડે, દવા કરે,માથે હાથ ફેરવે,બિચારીએ જિંદગીમાં ના કરેલું એ કરે, મળ-મૂત્ર સાફ કરવામાં એ ના ખચકાય,તમે સારા ખોટા પ્રસંગોની વાત ક્યાં કરો છો વેવાઇજી, ઘરની લક્ષ્મી વગર તો, ના કોઈ રોનક હોય ના કોઈ દેવનું આગમન થાય. એટલે તો કહું છું તમે તો એ મજબૂત પિતા છો તેમને પોતાનો કાળજાનો કટકો મને સોંપી દીધો, 

દિકરીના પિતા: વેવાઈની સામે લાચારીથી જોઈ,ખુશનસીબ છું હું અને મારી દિકરી કે સ્વર્ગ કરતા એ સોહામણું સાસરું મળ્યું અને દેવ જેવા સસરા મળ્યા,

દીકરાના પિતા: વેવાઇજી તમારી આગળ મારી શું કિંમત તમે તો દાતા છો, જીગર કરી તમારું પોતાનું ધન મને વગર સ્વાર્થે સોપો છો અને હું યાચક છું જે તમારે ત્યાં લેવા આવ્યો છું. તો લાચાર તો હું થયો ને?? ના ભૂલશો તમારો હાથ હંમેશ ઉપર રહેશે.. હું તમારો ઋણી રહીશ. 

અને બન્નેની આંખમાં હરખના આસું હતા..

Sep 3, 2022

Story: Gathiya 100 gm.

 અચાનક.....મેં કાર ને બ્રેક મારી...

મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે..

મરવા નીકળ્યા છો..?   આવી રીતે રોડ ક્રોસ થાય ?

અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે 

પડી ગયા..


હું નીચે ઉતર્યો....દાદા નો હાથ પકડ્યો....દાદા નો હાથ ગરમ.. ગળે ને માથે હાથ મુક્યો...એ પણ એકદમ ગરમ.. દાદા તાવ થી ધ્રુજતા હતા...મને મારા બોલવા ઉપર પસ્તાવો..થયો...


મેં દાદા નો હાથ પકડી કાર માં બેસાડ્યા....દાદા આટલો તાવ હોવા છતાં..રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો....

અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો..અને તમારા પરિવાર ના કોઈ સભ્ય નો નંબર આપો..હું..તેને દવાખાને..બોલાવી લઉં...


દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યા....

મેં કીધું..દાદા..એકલા રહો છો ?


હા.એટલું જ બોલ્યા...


પરિવાર મા કોઈ...?


કોઈ નથી ?...પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા...


હું..અમારા ફેમિલી  ડૉક્ટર પાસે લઈ ગયો...

ડૉક્ટર મારી સાથે દાદા ને જોઈ બોલ્યા... પંડ્યા દાદા..

આરામ કરવાનું કીધુ..હતું...ફરીથી એકલા બહાર નીકળ્યા..?


મેં ડૉક્ટર સામે જોઈ કીધુ....તમે ઓળખો છો.દાદા ને ?


હા.. સારી રીતે...હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આતો અમારા પંડ્યાદાદા..છે...


ડૉક્ટર..દાદા નો તાવ..માપી..કીધુ....દાદા ની ઉમ્મર પ્રમાણે...દાખલ કરવા હિતાવહ લાગે છે...


પણ તેનો પરિવાર ?

ડૉક્ટર તેની રૂમ ની અંદર મને લઈ ગયા...અને કીધુ.. દીકરો વહુ છે..પણ તેમના થી જુદા થઈ ગયા છે..દાદા ને ગાંઠિયા 

બહુ ભાવે... છે...દીકરો વહુ...ગાંઠિયા લાવે નહીં....ઝાડા થશે તો કોણ સાફ કરશે..એવી દલીલો કરે....

ઘડપણ છે..જુદું..જુદું ખાવા ની ઈચ્છા પણ થાય....દાદા ને અઠવાડીયા માં બે વખત ગાંઠિયા જોવે...જ..એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા...

ત્યાં સુધી વાંધો ન હતો...


એક દિવસ..દીકરો વહુ બોલ્યા..તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દયો.....દાદા એ કીધુ..હું..મરી જાઉ પછી..મિલકત તમારી જ છે....મારા જીવતા એ નહીં બને....


દીકરો કહે કેમ ના બને ?


દાદા...કહે..તું નોકરી એ લાગ્યો..લગ્ન કર્યા....ભણાવી ને તૈયાર અમે કર્યો..અત્યારે પગાર મારા ખાતા માં જમા કરાવે છે...કે તારા ખાતા માં ?

રોકાણ કે ફિક્સ..મારા નામે લે છે..કે તારી પત્ની અને બાળકો ના નામે ?  કોઈ દિવસ મારા માટે ધોતી..કે તારી માઁ માટે સાડી લાવ્યો ?...જો તું બધું તારા પરિવાર નું વિચારતો હોય..તો મારે પણ મારૂ કેમ ન વિચારવું ?


બસ....આ નાની બાબત ઉપર..દીકરા વહુ..જુદા થઈ ગયા....એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા..દાદા..એકલા પડી ગયા ....આમ તો હું કોઈ ના ઘરે....વિઝીટ માં નથી જતો..પણ દાદા નો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો..કારણ કે તમણે  મારા ઉપર વિશ્વાસ મુક્યો હતો...


ડોક્ટર  દાદા સામે જોઈ બોલ્યા.. દાદા....ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ? દાદા..આવા તાવમા પણ હસી પડ્યા...


હું બાજુ માં ગયો...માથે હાથ ફેરવી કિધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ?...ગાંઠિયા નો તાવ હોય તો કહો હું લઈ આપું...


દાદા....એ મારો હાથ પકડી..કીધુ..બેટા  100ગ્રામ.....


મેં ડોક્ટર સામે જોયું....

ડોક્ટર સાહેબ...હસી ને મને હા પાડી ..એમણે દાદા ને અંદર ના રૂમ માં સુવાડી.. ઇંજેકશન આપ્યું.. અને કહ્યું....આરામ કરો..ત્યાં...સુધી મા..પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવે...


હું ઝડપ થી ગાંઠિયા લેવા ગયો...ગાંઠિયા લઈ ને હું પાછો આવ્યો...ડોક્ટર મારી રાહ જોતા હતા....હું દોડી અંદર ગયો...ડોક્ટર કહે..રેહવા દ્યો....પ્રતિકભાઈ


મેં કીધું..કેમ શુ થયું..? સાહેબ

દાદા...હવે આ દુનિયા માં નથી રહ્યા....મારા હાથ માંથી ગાંઠિયા નું પેકેટ નીચે પડી ગયું...


ફક્ત એક..કલાક ના અજણયા સંબંધો હતા છતાં..પણ હું..મારા આંસુ ને રોકી શક્યો નહીં.....

જે માઁ બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય...એ આવી રીતે  ઘડપણ મા તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે ?


મેં ઑફિસે ફોન કરી.કીધુ....આજે..મારા દાદા નું

શ્રાદ્ધ..છે..હું ઑફિસે નહીં આવી શકું


ડોક્ટર સાહેબ...બોલ્યા..ભાઈ પ્રતિક ....તેં એક..માનવતા નું કામ કર્યું છે.....આજે મારૂ દવાખાનું પણ દાદા ના માન મા બંધ રહેશે....


ડોક્ટર સાહેબ બોલ્યા.... પ્રતિકભાઈ...તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી...

તેમના પુત્ર નો મોબાઈલ નંબર મારી પાસે..છે આપણે. તેને જાણ કરી  દઈએ....


અગત્ય ની વાત એ છે...દાદા એ તેમના વકીલ નો નંબર ડોક્ટર સાહેબ ને આપી ને ગયા હતા...અને કીધુ હતું...મારા દેહાંત પછી...મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે...તે ઈચ્છા પૂરી કરવા ની જવબદારી 

ડૉકટર સાહેબ તમારી..છે..

મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે...


દાદા ના વિલ પ્રમાણે..તેમની મિલકત નો 75% હિસ્સાની રકમ માંથી એક ગાંઠિયા અને ચા ની દુકાન ખોલવી..ત્યાં રોજ..ઘરડા અને ગરીબ વ્યક્તિ ને..મફત મા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી....

ગાંઠિયા ની દુકાન નું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.....

બાકી ના 25 % રકમ માંથી ગરીબ વ્યક્તિઓ ને તમારે  દવા આપવી..


મેં કીધું...વાહ દાદા..વાહ...

આનું નામ સાચું દાન... 


આપણા મર્યા પછી...શ્રાદ્ધ કરવું હોય તો કરે ...ન કરવું હોય તો કાંઈ નહીં....જીવતા સાચવો...સ્વર્ગ માં કોઈ ટિફિન વ્યવસ્થા નથી...


મિત્રો

મરતી વખતે ગંગા જળ ની કોઈ જરૂર તેઓ ને નથી..

ઘરડી વ્યક્તિઓ ને  ભાવતી વસ્તુ તેમના જીવતા આપો.. 

એટલે  એ તૃપ્ત થઇ જશે..

Jul 19, 2020

Whatsapp collection : એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે...  તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે...

પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો....

ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ. ...

આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ...

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને હાથ થી જવા દીધો... "

ઈવાન એ સુંદર જવાબ આપ્યો ..." મારુ સ્વ્પ્ન છે કે , ક્યારેકે આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિ ને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ.... પરંતુ બીજા ને આગળ લાવવા,  મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા  ધક્કો મારે... , *એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."*

પત્રકારે ફરી થી પૂછ્યું , " તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત..."

જવાબ માં ઈવાન એ કહ્યું , " મેં એને જીતવા નથી દીધો.. ,
એ જીતતો જ હતો...
આ રેસ એની હતી...
અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત.."

આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ?
આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું?
*હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "*

May 12, 2020

Short Story, લઘુ કથા... ( ખાલી પેટ )

લઘુ કથા... ( ખાલી પેટ ) 😰

આશરે ૧૦ વર્ષ નો એક છોકરો રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો...
રાધા એ બહાર આવીને પૂછ્યું, "શુ છે.. ???"

બાળક : આન્ટી... શુ હું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં...??

રાધા : ના.... અમારે નથી કરાવવું...

બાળક 🙏🏼 હાથ જોડીને દયનીય લય થી બોલ્યો.. " પ્લીઝ આન્ટી કરાવી લો ને... હું બરાબર સાફ-સફાઈ કરીશ..

રાધાને દયા આવી ગઈ, એણે પુછયુ," અચ્છા ઠીક છે, પણ પૈસા કેટલા લઈશ..??"

બાળક : પૈસા નથી જોઈતા આન્ટી, મને ફક્ત જમવાનું આપી દેજો..!!

રાધા : ઓહ..!!! પણ કામ બરાબર કરજે...

છોકરો તરત જ સાફ-સફાઈ કરવા લાગ્યો... રાધાને વિચાર આવ્યો, કે છોકરો ભૂખ્યો લાગે છે... પહેલા એને જમવાનું આપી દઉં..

રાધા જમવાનું લાવી...
અને બાળક ને બોલાવીને કહ્યું પહેલા જમવા માટે આગ્રહ કર્યો... પણ બાળકે ના કહી દીધું.

બાળક : પહેલા કામ કરી લઉં પછી જ તમે મને જમવાનું આપજો...

" ઠીક છે..." કહી, રાધા પોતાના કામ માં લાગી ગઈ..

એક કલાકમાં છોકરાએ કામ પતાવી દીધું અને કહ્યું , "આન્ટી જી જોઈ લો , સફાઈ બરાબર કરી છે કે નહી..??"

રાધા : "અરે વાહ..! તે તો બહુ સરસ રીતે સાફ સફાઈ કરી છે અને માટીના કુંડા પણ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે.. તું હવે હાથ-પગ ધોઈ લે હું તારા માટે જમવાનું લઈ આવું..."

છોકરો હાથ-પગ ધોઈને આવ્યો ત્યાં સુધી માં રાધા જમવાનું લઈ આવી.. અને છોકરાનું વર્તન જોઈને એને આશ્ચર્ય થયું... છોકરો એના કપડાંના થેલામાંથી થેલી કાઢીને જમવાનું વ્યવસ્થિત રીતે ભરી રહ્યો હતો..

એ જોઈ રાધાએ કહ્યું,"તે ખાધા-પીધા વગર જ કામ કર્યું છે , તો અહીં બેસી ને જમી તો લે... વધારે જોઈતું હશે તો હું બીજું આપી દઈશ."

બાળક : નહિ આન્ટી, મારી મા ઘરે બીમાર છે. સરકારી દવાખાનામાં દવા તો મળી ગઈ પણ ડૉકટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટ દવા ના લેવી..

આ સાંભળી રાધા રડી પડી..😭😭

અને પોતાના હાથે જ બાળકની માતા ની જેમ પોતાના હાથે જ બાળકને ખવડાવ્યું, એની બીમાર મા માટે પણ રોટલી બનાવી અને બાળકની સાથે જઈને એની માતાને જમવાનું આપવા ગઈ.... અને કહ્યું," બહેન, તમે ગરીબ નહી પણ બહુ શ્રીમંત છો.. જે મિલકત(બાળકને આપેલા સંસ્કાર) તમે તમારા બાળકને આપ્યા છે , એ અમે ક્યારે પણ નહીં આપી શકીયે...


    :- વ્હોટસએપ માં થી વાંચેલું

Oct 11, 2019

Vaidyaraj ni Vaarta , વૈદ્યરાજની વાર્તા – ૩ Haritaki, Harde, Dr. Vishnu Prajapati

*વૈદ્યરાજની વાર્તા – ૩*

*લેખક  : વૈદ્યરાજ  વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*यस्य गृहे नास्ति माता, तस्य माता ....!*


વૈદ્યરાજ આંખો બંધ કરી નેહાની નાડી પરીક્ષા કરી રહ્યા હતા ત્યારે નેહા બોલી, ‘વૈદ્ય અંકલ શું મને ઇન્ટેસ્ટાઇનલ ઇંફેક્શન છે?’ વૈદ્યરાજ નાનકડી નેહાના ભારેખમ શબ્દોના કોઇ પ્રત્યુત્તર વિના પોતાની નાડી પરીક્ષામાં જ લીન હતા.

નેહાની મમ્મી સુજાતાએ ચિંતિત સ્વરમાં કહ્યું, ‘વૈદ્યરાજ,  નેહાને હજુ સાત વર્ષ થયા છે અને ઝાડો સાવ સુકાઇ જાય છે. પેટના બધા રીપોર્ટ કરાવી લીધા પણ કોઇ કારણ પકડાતું નથી.’

વૈદ્યરાજ શાંત મુદ્રામાં હતા. તેઓ પોતાની પ્રથમા,મધ્યમા અને અનામિકા ત્રણેય આંગળીઓ નેહાના જમણા હાથના કાંડા પરનો ભાર વારફરતી બદલીને દોષ અને દુષ્ય વિચાર કરી રહ્યા હતા.

Oct 7, 2019

Story -Positive Attitude



एक घर के पास काफी दिन से एक बड़ी इमारत का काम चल रहा था।
वहां रोज मजदूरों के छोटे-छोटे बच्चे एक दूसरे की शर्ट पकडकर रेल-रेल का खेल खेलते थे।

*रोज कोई बच्चा इंजिन बनता और बाकी बच्चे डिब्बे बनते थे...*

*इंजिन और डिब्बे वाले बच्चे रोज बदल जाते,*
पर...

केवल चङ्ङी पहना एक छोटा बच्चा हाथ में रखा कपड़ा घुमाते हुए रोज गार्ड बनता था।

*एक दिन मैंने देखा कि* ...

उन बच्चों को खेलते हुए रोज़ देखने वाले एक व्यक्ति ने कौतुहल से गार्ड बनने वाले बच्चे को पास बुलाकर पूछा....

*"बच्चे, तुम रोज़ गार्ड बनते हो। तुम्हें कभी इंजिन, कभी डिब्बा बनने की इच्छा नहीं होती?"*

इस पर वो बच्चा बोला...
*"बाबूजी, मेरे पास पहनने के लिए कोई शर्ट नहीं है। तो मेरे पीछे वाले बच्चे मुझे कैसे पकड़ेंगे... और मेरे पीछे कौन खड़ा रहेगा....?*
*इसीलिए मैं रोज गार्ड बनकर ही खेल में हिस्सा लेता हूँ।*

*"ये बोलते समय मुझे उसकी आँखों में पानी दिखाई दिया।*

*आज वो बच्चा मुझे जीवन का एक बड़ा पाठ पढ़ा गया...*

*अपना जीवन कभी भी परिपूर्ण नहीं होता। उसमें कोई न कोई कमी जरुर रहेगी....*

वो बच्चा माँ-बाप से ग़ुस्सा होकर रोते हुए बैठ सकता था। परन्तु ऐसा न करते हुए उसने परिस्थितियों का समाधान ढूंढा।

Sep 15, 2019

Vaidyaraj ni Vaarta , વૈદ્યરાજની વાર્તા – ૨, પિત્તને સાચવો જમાઇની જેમ

*વૈદ્યરાજની વાર્તા – ૨*
*લેખક  : વૈદ્યરાજ વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*‘પિત્તને સાચવો જમાઇની જેમ’*

‘મમ્મી, કાલે મિહિર જમવા આવશે, તેનો ફોન આવ્યો હતો.’ ડો.વિદિશાએ ઘરમાં પગ મુકતા જ કહ્યું.

જો કે વિદિશાની મમ્મી ઘરમાં નહોતી એટલે બાએ દરવાજો ખોલ્યો હતો. સિત્તેર વટાવી ચુકેલા બાની તંદુરસ્તી અકબંધ હતી.

વિદિશાની વાત સાંભળી તે ઉભા રહીને બોલ્યા, ‘વિદિશા, જમાઇરાજા પહેલીવાર ઘરે જમવા આવવાના છે એટલે જરા માનપાન સાચવજો..! દૂધપાક ખવડાવજો અને તેમને કોઇ તકલીફ ન પડે તે રીતે રાખજો...! ’

Sep 13, 2019

Understand yourself. Find within You : A bagger & A merchant

एक था भिखारी ! रेल सफ़र में भीख़ माँगने के दौरान एक सूट बूट पहने सेठ जी उसे दिखे।

उसने सोचा कि यह व्यक्ति बहुत अमीर लगता है, इससे भीख़ माँगने पर यह मुझे जरूर अच्छे पैसे देगा। वह उस सेठ से भीख़ माँगने लगा।
.
भिख़ारी को देखकर उस सेठ ने कहा, *“तुम हमेशा मांगते ही हो, क्या कभी किसी को कुछ देते भी हो ?"*
.
भिख़ारी बोला, *“साहब मैं तो भिख़ारी हूँ, हमेशा लोगों से मांगता ही रहता हूँ, मेरी इतनी औकात कहाँ कि किसी को कुछ दे सकूँ ?"*
.
सेठ:- *"जब किसी को कुछ दे नहीं सकते तो तुम्हें मांगने का भी कोई हक़ नहीं है। मैं एक व्यापारी हूँ और लेन-देन में ही विश्वास करता हूँ, अगर तुम्हारे पास मुझे कुछ देने को हो तभी मैं तुम्हे बदले में कुछ दे सकता हूँ।"*
.
तभी वह स्टेशन आ गया जहाँ पर उस सेठ को उतरना था, वह ट्रेन से उतरा और चला गया।
.
इधर भिख़ारी सेठ की कही गई बात के बारे में सोचने लगा। सेठ के द्वारा कही गयीं बात उस भिख़ारी के दिल में उतर गई।

वह सोचने लगा कि शायद मुझे भीख में अधिक पैसा इसीलिए नहीं मिलता क्योकि मैं उसके बदले में किसी को कुछ दे नहीं पाता हूँ।

लेकिन मैं तो भिखारी हूँ, किसी को कुछ देने लायक भी नहीं हूँ। लेकिन कब तक मैं लोगों को बिना कुछ दिए केवल मांगता ही रहूँगा।

बहुत सोचने के बाद भिख़ारी ने निर्णय किया कि जो भी व्यक्ति उसे भीख देगा तो उसके बदले मे वह भी उस व्यक्ति को कुछ जरूर देगा।

लेकिन अब उसके दिमाग में यह प्रश्न चल रहा था कि वह खुद भिख़ारी है तो भीख के बदले में वह दूसरों को क्या दे सकता है ?

इस बात को सोचते हुए दिनभर गुजरा लेकिन उसे अपने प्रश्न का कोई उत्तर नहीं मिला।

दुसरे दिन जब वह स्टेशन के पास बैठा हुआ था तभी उसकी नजर कुछ फूलों पर पड़ी जो स्टेशन के आस-पास के पौधों पर खिल रहे थे, उसने सोचा, क्यों न मैं लोगों को भीख़ के बदले कुछ फूल दे दिया करूँ।

उसको अपना यह विचार अच्छा लगा और उसने वहां से कुछ फूल तोड़ लिए। वह ट्रेन में भीख मांगने पहुंचा।

जब भी कोई उसे भीख देता तो उसके बदले में वह भीख देने वाले को कुछ फूल दे देता। उन फूलों को लोग खुश होकर अपने पास रख लेते थे।

अब भिख़ारी रोज फूल तोड़ता और भीख के बदले में उन फूलों को लोगों में बांट देता था।

कुछ ही दिनों में उसने महसूस किया कि अब उसे बहुत अधिक लोग भीख देने लगे हैं। वह स्टेशन के पास के सभी फूलों को तोड़ लाता था। जब तक उसके पास फूल रहते थे तब तक उसे बहुत से लोग भीख देते थे।

लेकिन जब फूल बांटते बांटते ख़त्म हो जाते तो उसे भीख भी नहीं मिलती थी,अब रोज ऐसा ही चलता रहा ।

एक दिन जब वह भीख मांग रहा था तो उसने देखा कि वही सेठ ट्रेन में बैठे है जिसकी वजह से उसे भीख के बदले फूल देने की प्रेरणा मिली थी।

वह तुरंत उस व्यक्ति के पास पहुंच गया और भीख मांगते हुए बोला, *"आज मेरे पास आपको देने के लिए कुछ फूल हैं, आप मुझे भीख दीजिये बदले में मैं आपको कुछ फूल दूंगा।"*
.
सेठ ने उसे भीख के रूप में कुछ पैसे दे दिए और भिख़ारी ने कुछ फूल उसे दे दिए। उस सेठ को यह बात बहुत पसंद आयी।
.
सेठ:- *"वाह क्या बात है..? आज तुम भी मेरी तरह एक व्यापारी बन गए हो"* इतना कहकर फूल लेकर वह सेठ स्टेशन पर उतर गया।

लेकिन उस सेठ द्वारा कही गई बात एक बार फिर से उस भिख़ारी के दिल में उतर गई। वह बार-बार उस सेठ के द्वारा कही गई बात के बारे में सोचने लगा और बहुत खुश होने लगा।
.
उसकी आँखे अब चमकने लगीं, उसे लगने लगा कि अब उसके हाथ सफलता की वह चाबी लग गई है जिसके द्वारा वह अपने जीवन को बदल सकता है।

वह तुरंत ट्रेन से नीचे उतरा और उत्साहित होकर बहुत तेज आवाज में ऊपर आसमान की ओर देखकर बोला, *“मैं भिखारी नहीं हूँ, मैं तो एक व्यापारी हूँ.. मैं भी उस सेठ जैसा बन सकता हूँ.. मैं भी अमीर बन सकता हूँ !*

लोगों ने उसे देखा तो सोचा कि शायद यह भिख़ारी पागल हो गया है, अगले दिन से वह भिख़ारी उस स्टेशन पर फिर कभी नहीं दिखा।

एक वर्ष बाद इसी स्टेशन पर दो व्यक्ति सूट बूट पहने हुए यात्रा कर रहे थे। दोनों ने एक दूसरे को देखा तो उनमे से एक ने दूसरे को हाथ जोड़कर प्रणाम किया और कहा,
*“क्या आपने मुझे पहचाना ?”*
.
सेठ:- *“नहीं तो ! शायद हम लोग पहली बार मिल रहे हैं।"*
.
भिखारी:- *"सेठ जी.. आप याद कीजिए, हम पहली बार नहीं बल्कि तीसरी बार मिल रहे हैं"।*
.
सेठ:- *"मुझे याद नहीं आ रहा, वैसे हम पहले दो बार कब मिले थे ?"*
.
अब पहला व्यक्ति मुस्कुराया और बोला: *हम पहले भी दो बार इसी ट्रेन में मिले थे मैं वही भिख़ारी हूँ जिसको आपने पहली मुलाकात में बताया कि मुझे जीवन में क्या करना चाहिए और दूसरी मुलाकात में बताया कि मैं वास्तव में कौन हूँ।*

*नतीजा यह निकला कि आज मैं फूलों का एक बहुत बड़ा व्यापारी हूँ और इसी व्यापार के काम से दूसरे शहर जा रहा हूँ।*

*आपने मुझे पहली मुलाकात में प्रकृति का नियम बताया था... जिसके अनुसार हमें तभी कुछ मिलता है, जब हम कुछ देते हैं।*

*लेन देन का यह नियम वास्तव में काम करता है, मैंने यह बहुत अच्छी तरह महसूस किया है, लेकिन मैं खुद को हमेशा भिख़ारी ही समझता रहा, इससे ऊपर उठकर मैंने कभी सोचा ही नहीं था और.. जब आपसे मेरी दूसरी मुलाकात हुई तब आपने मुझे बताया कि मैं एक व्यापारी बन चुका हूँ। अब मैं समझ चुका था कि मैं वास्तव में एक भिखारी नहीं बल्कि व्यापारी बन चुका हूँ।*

*भारतीय मनीषियों ने संभवतः इसीलिए स्वयं को जानने पर सबसे अधिक जोर दि*
*भिखारी ने स्वयं को जब तक भिखारी समझा, वह भिखारी रहा। उसने स्वयं को व्यापारी मान लिया, व्यापारी बन गया।*
.
*इसी प्रकार जिस दिन हम समझ लेंगे कि मैं तो वही हूँ,  फिर जानने समझने को रह ही क्या जाएगा ?*

Sep 10, 2019

Whatsapp ni Vaarta :75, વિક્રમ ખોવાયો : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

*વ્હોટ્સ અપની વાર્તા –૭૫*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*વિક્રમ ખોવાયો*

‘કહુ છું સાંભળો છો ? વિક્રમ હજુ મળ્યો નથી...! તમે જાવ તમારા મિત્ર પાસે અને બે ઘડી તેમની સાથે બેસી આવો, તેમને સારુ લાગશે.’ શાક સમારતા સમારતા પ્રભાબેને કહ્યું.

ખુરશીમાં છાપુ વાંચતા ગણપતભાઇએ પણ હકારમાં માથુ હલાવી કહ્યું, ‘હા, સાચી વાત છે. ચંદ્રયાનનું વિક્રમ અને આપણાં ચંદ્રેશભાઇનો વિક્રમ બન્ને એકસાથે જ ખોવાઇ ગયા છે. હું તેમને મળી આવું અને ખબર પુછતો આવું છું.’  ગણપતભાઇ ઉભા થયા અને તેમના મિત્ર ચંદ્રેશભાઇના ઘરે જવા નીકળ્યા.

Sep 8, 2019

Story :- Grand Father & Grand Mother- દાદા દાદી: વ્હોટ્સએપ માં વાંચેલી વાર્તા

દાદા દાદી........

અરે રુદ્ર બેટા...આવી ગયો રમી ને?" સ્નેહા એ ખૂબ જ પ્રેમથી એના 6 વર્ષ ના નાનકડા દીકરા ના માથે હાથ ફેરવતા પૂછ્યું

"હા" રુદ્ર એ મોં ફુલાવી ને જવાબ આપ્યો

"અરે વાહ...સારું ચાલ આપણે નાસ્તો કરીએ" રુદ્ર ની નારાજગી સમજી ગયેલી સ્નેહા એ એને મનાવવા પ્રયત્ન કર્યો

"ના મારે નથી કરવો નાસ્તો...અને હવે જ્યાં સુધી તમે દાદા દાદી ને નહિ લાવો ત્યાં સુધી હું જમીશ પણ નહીં" રુદ્ર પોતાની નારાજગી ને પોતાના કાલીઘેલી વાણી માં રજૂ કરી રૂમ માં ચાલ્યો ગયો..

સતત એક અઠવાડિયાથી રુદ્ર રોજ આમ જ રમવા ના સમયે થોડીવાર રમી ઘરે આવી બસ દાદા દાદી ને લઈ આવવાની જીદ કરતો હતો...સ્નેહા હવે જાણે એની જીદ સામે હારી ગઈ હોય એમ કઈક વિચારતી બેઠી હતી..થોડી જ વાર માં મિતેશ ઓફિસથી આવી ગયો...સ્નેહા ને આમ ચિંતા માં જોઈ મિતેશ એની પડખે આવી ને બેઠો ને બોલ્યો

"ક્યાં ખોવાઈ ગયા છો મેડમ"

"મિતેશ...આજે ફરી એ જ જીદ લઈને બેઠો છે રુદ્ર"સ્નેહા એ ગંભીર અવાજે જવાબ આપ્યો

રુદ્રની જીદ થી મિતેશ પણ વાકેફ હતો...એટલે એને પરિસ્થિતિ ની ગંભીરતા માપી લીધી.

"મિતેશ પ્લીઝ તું કઈક કર ને...હું રુદ્ર ને આમ રોજ ઉદાસ નથી જોઈ શકતી" માતૃહ્ર્દય ખોલતા સ્નેહા બોલી

"અરે સ્નેહા રુદ્ર નાનો છે...પણ તું ય એની સાથે નાની કેમ બને છે...કોઈ રમકડાં ની જીદ હોય તો હું હમણાં પુરી કરી દઉં..પણ દાદા દાદી....."એટલું બોલતા બોલતા માં મિતેશ અટકી ગયો..મિતેશ ના ચહેરા પર પણ ઉદાસીનતા ના ભાવ છવાઈ ગયા..મિતેશે રુદ્ર ને શાંતિ થી સમજાવવા નો નિર્ણય લીધો...

સ્નેહા અને મિતેશ એકસાથે રુદ્ર પાસે ગયા...

"hey....મારો ચેમ્પ...શુ કરે છે" મિતેશે રુદ્ર ને ઉત્સાહપૂર્વક પૂછ્યું

"ડેડી..મારે કોઈની સાથે વાત નથી કરવી...જ્યાં સુધી તમે દાદા દાદી ને લઈને નહિ આવો ત્યાં સુધી હું જમીશ પણ નહીં અને કોઈની સાથે વાત પણ નહીં કરું".રુદ્ર ફરી એ જ નારાજગી ના સ્વર માં બોલ્યો અને અવળો ફરી ને બેસી ગયો

"રુદ્ર ...મારો દિકો તો ગુડ બોય છે ને...આવી જીદ ન કરાય..મામ્મા અને ડેડી છે ને તારી પાસે" સ્નેહા એ રુદ્ર ને ખોળા માં બેસાડતા કહ્યું

"નહિ મામ્મા...મને દાદા દાદી જોઈએ જ છે...મારા બધા જ ફ્રેંડસ ના દાદા દાદી  છે..બધા ના દાદા દાદી એમને પાર્ક માં રમવા લઈ આવે છે...એમની સાથે મસ્તી કરે છે...એમને કેટલી બધી વાર્તા કહે છે...તમે આખો દિવસ ઘર કામ માં બીઝી હોવ અને ડેડી રોજ ઓફિસ જતા રહે ..પછી મારી પાસે કોઈ નથી હોતું...એટલે મને દાદા દાદી જોઈએ જ...સ્નેહા અને મિતેશ રુદ્ર ની નિર્દોષ જીદ જોઈ રહ્યા..આગળ શું કરવું એ વિચાર કરતા કરતા બન્ને રૂમ ની બહાર નીકળી ગયા....

રાત્રે જમવાના ટેબલ પર સ્નેહા અને મિતેશ ગોઠવાઈ ગયા...સાંજે બનેલી ઘટના પછી રુદ્ર રૂમ માં જ ભરાઈ રહ્યો હતો.....

"રુદ્ર બેટા ચાલ જમવા...આજે તારા ફેવરિટ ઢોસા બનાવ્યા છે" સ્નેહા રુદ્ર ને ભાવતા ઢોસા બનાવ્યા હતા...

"મારે નથી જમવું...હું સુઈ જાઉં છું" રુદ્ર એ રાત્રે જમ્યા વગર જ સુઈ ગયો..

 સ્નેહા અને મિતેશ પણ જમી ન શક્યા...

રાત્રે સૂતી વખતે સ્નેહા એ વિનવણી ના સ્વરે મિતેશ ને કહ્યું

"મિતેશ...તું એકવાર વૃદ્ધાશ્રમ માં વાત તો કરી જો...કદાચ એ લોકો માની જાય"

"સ્નેહા તું મને આ સલાહ 3જી વાર આપી ચુકી છે...તું સમજે છે એટલું સરળ નથી....એ લોકો ના માન્યા તો શું કરીશું આપણે..વૃદ્ધાશ્રમ માંથી માબાપ ને લઈ આવવા મને વ્યક્તિગત રીતે મંજુર છે..પણ શું એ લોકો અહીં આવવા તૈયાર થશે ખરા?" મિતેશે સ્નેહા ને સમજાવતા જવાબ આપ્યો

"એકવાર વાત તો કરી જો.....તું વર્ષોથી વૃદ્ધાશ્રમ માં દાન કરતો આવ્યો છે...ત્યાંના મેનેજર પણ તને સારી રીતે ઓળખવા લાગ્યા છે...કદાચ એ સમજાવવા માં કોઈ મદદ કરે" સ્નેહા એ આશાનું કિરણ બતાવતા મિતેશ ને કહ્યું

"ઓકે હું કાલે જ વૃદ્ધાશ્રમ જઇ આવીશ...મારાથી હવે રુદ્ર ની આ નારાજગી સહન નથી થતી...એના માટે હવે આ પગલું ભરવું જ પડશે.." મિતેશે નિર્ણય લેતા સ્નેહા ને કહ્યું...અને બન્ને ચિંતામાં જ સુઈ ગયા..

સવારે સ્નેહા ઉઠી પોતાની બાજુ માં સુતેલા રુદ્રને વ્હાલ થી રોજ ની જેમ ચૂમી લીધો...પણ આ શું...રુદ્ર તો તાવ માં ધગધગી રહ્યો હતો...એનું શરીર અત્યંત ગરમ હતું...સ્નેહા એ રુદ્ર ના માથે મીઠા ના પોતા મૂક્યા..રુદ્ર ની હાલત માં પહેલા કરતા સુધાર હતો..પણ એ સતત દાદા દાદી એવું બોલી રહ્યો હતો...મિતેશે ડોક્ટરને ઘરે જ બોલાવી લીધા..ડોકટરે જરૂરી દવા આપી અને નિદાન કરતા કહ્યું

"રુદ્ર ને ઘણો જ તાવ છે...મેં દવા આપી છે એ સમયસર આપતા રહેજો...જો કાલ સુધી માં તાવ નહિ ઉતરે તો એને હોસ્પિટલ માં એડમિટ કરવો પડશે"

સ્નેહા ગભરાઈ ગઈ....મિતેશ ને વળગી ને એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી...એને હિંમત આપતા મિતેશે કહ્યું

"તું ચિંતા નહિ કરીશ...આપના રુદ્ર ને કઈ નહિ થાય....હું હમણાં જ એના આ તાવ ના ઉપચાર ને લઈને આવું છું....હવે હું ઘરમાં પગ મુકીશ તો રુદ્રના દાદા દાદી સાથે જ"

મિતેશ તૈયાર થઈ સીધો જ વૃદ્ધાશ્રમ પહોંચી ગયો..મિતેશ ને દૂર થી જોતા જ વૃદ્ધાશ્રમ ના મેનેજર રમેશ ભાઈ એ મિતેશ ને આવકારો આપતા કહ્યું

"અરે મિતેશ ભાઈ...આવો....આવો...."

કદાચ રમેશભાઈ મિતેશ ની ચિંતા ભરેલો ચહેરો વાંચી ગયા હતા...એટલે એમને એના ઉકેલ રૂપે મિતેશ ને પૂછ્યું

"શુ વાત છે મિટેશભાઈ...મૂંઝવણ માં લાગો છો.....પૈસા નો પ્રોબ્લેમ હોય તો તમે 4 5 દિવસ પહેલા દાન માટે આપેલો ચેક હું પાછો આપું...મેં હજી એને બેન્ક માં નથી મોકલ્યો..."છેલ્લા 10 વર્ષથી મિતેશ નિયમિત રીતે પોતાની આવક નો અમુક હિસ્સો આ વૃદ્ધાશ્રમ માં દાન પેટે આપતો હતો એ વાત રમેશભાઈ ખૂબ સારી રીતે જાણતા હતા...અને એટલે જ રમેશભાઈ ને પણ મિતેશ ભાઈ સાથે માયા બંધાઈ ગયેલી...

"ના ના રમેશભાઈ એવી કોઈ વાત નથી...હું મારી આવક નો એ ભાગ પહેલા જ અલગ કરી લઉં છું" મિતેશે રમેશભાઈ ની શંકા નું સમાધાન કર્યું

"તો પછી આટલા ચિંતીત કેમ લાગી રહ્યા છો..તમે તો ખૂબ હસમુખ માણસ છો તમને ક્યારેય આમ ચિંતા માં જોયા નથી" રમેશભાઈ એ મિતેશ ની ચિંતા નું કારણ જાણવા પૂછ્યું.

"રમેશભાઈ મારે તમારી મદદ જોઈએ છે..શુ તમે મદદ કરશો?" મિતેશે આજીજી કરતી નજરે રમેશભાઈ તરફ જોઈને કહ્યું

"અરે મિતેશ ભાઈ હું ચોક્કસ તમારી મદદ કરીશ...તમે ખાલી મને તમારી મુંજવણ જણાવો..એનું નિવારણ કરવા હું બનતી કોશિશ કરીશ." રમેશભાઈ એ મિતેષને ને હિંમત આપતા કહ્યું

"રમેશભાઈ...મારે મારા માં બાપ જોઈએ છે" મિતેશે ભારે હૈયે કહ્યું

"માબાપ........???પણ તમારા માબાપ ક્યાં આ વૃદ્ધાશ્રમ માં રહે છે" રમેશભાઈ એ પ્રશ્નાર્થ નજરે પૂછ્યું

રમેશભાઈ અને મિતેશ ના સંવાદો બહાર ઉભેલા વૃદ્ધાશ્રમ ના વૃદ્ધો પણ સાંભળી રહ્યા હતા..

"રમેશભાઈ હું તો બાળપણ થી જ અનાથ છું...હું 10 વર્ષ હતો ત્યારે જ મારા માતા પિતા એક એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા હતા...ભણવામાં હોશિયાર હતો એટલે એક સજ્જન પુરુષે ભણતર નો ખર્ચ ઉઠાવ્યો જેના કારણે આજે અહીંયા સુધી પહોંચી શક્યો છું...મારી પત્ની સ્નેહા પણ મારી જેમ અનાથ જ છે...." મિતેશે પોતાની આપવીતી સંભળાવી

"તો પછી તમે માં બાપ જોઈએ છે એવું શા માટે કહ્યું" રમેશભાઈ આવક થઈને પૂછી રહ્યા

"મારો નાનકડો દીકરા ની બાળ હઠ છે કે એને દાદા દાદી જોઈએ છે.....મેં અને મારી પત્ની એ અમારું જીવન માવતરની છાયા વગર વિતાવ્યું છે...પણ હું મારા દીકરા ના ઘડતર માં કોઈ કચાશ રાખવા નથી માંગતો..બસ એટલે જ હું આજે આ વૃદ્ધાશ્રમ માંથી માબાપ દત્તક લેવા માંગુ છું" મિતેશે હાથ જોડી રમેશભાઈ ને વિનવણી કરી

રમેશભાઈ અને ત્યાં ઉભેલા સઘળા વડીલો મિતેશ ને અવાચક બની જોઈ રહ્યા..

"પણ મિતેશભાઈ વૃદ્ધાશ્રમ તો આજ સુધી મેં દીકરાઓને પોતાના માબાપ ને મુકવા આવતા જ જોયા છે....તમે જે કહો છો એ શક્ય છે ખરું?"

રમેશભાઈ એ મિતેશના નિર્ણય પર શંકા વ્યક્ત કરતા કહ્યું

" કેમ શક્ય નથી??...શુ માવતર ને જ બાળક દત્તક લેવાનો અધિકાર છે....શુ મારા જેવું કોઈ જેને માવતર ની છત્રછાયા ની જરૂર હોય શુ એ માબાપ ને દત્તક ન લઈ શકે....રમેશભાઈ હું જાણું છું કે વૃદ્ધાશ્રમ માં બાળકો એમના માબાપ ને મુકવા જ આવે છે પણ શું માબાપ વગર નો વ્યક્તિ એમાંથી કોઈને મારા માબાપ બનાવી મારી સાથે ન લઈ જઈ શકું?????"

રમેશભાઈ સહિત બધા વૃદ્ધો ની આંખ ના ખુણા મિતેશ ની વાતો સાંભળી ભીના થઈ ગયા હતા...સર્વ કોઈ મિતેશ ની નવી વિચારસરણી ને વધાવી રહ્યા હતા..

"મિતેશભાઈ તમારા જેવા વિચારો જો 10% લોકો પણ વિકસાવે તો મારેએ આ વૃદ્ધાશ્રમ ને તાળું જ મારી દેવું પડે...ધન્ય છે તમારા વિચારો ને" રમેશભાઈ એ મિતેશ ની પીઠ થાબળતા કહ્યું.

વૃદ્ધાશ્રમ માં સરલાબેન અને રવજીભાઈ જ સજોડે રહેતા હતા...બાકી ના બધા જ વૃદ્ધો વિધવા કે વિધુર હતા...એટલે બધા ની સહસહમતી થી સરલાબેન અને રવજી ભાઈ ને મિતેશે પોતાના માબાપ બનાવ્યા..અને ઘરે લઈ જવાની તૈયારી કરી

"મને ઘણીવાર મારા માબાપ ની ખોટ પડી છે...પણ મારા કમનસીબ કે મને આજ સુધી આવા સ્તકાર્ય નો વિચાર ન આવ્યો...ધન્ય છે મારા દીકરા ને કે એની જીદ થકી મને આજે માબાપ મળી ગયા..અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે મારી માંગણી સ્વીકારી" મિતેશ સૌકોઈના આશીર્વાદ લઈ સરલાબેન અને રવજીભાઈ સાથે ઘરે જવા રવાના થયો.

"રુદ્ર બેટા રુદ્ર....ચેમ્પ...મારા ચેમ્પ....ક્યાં છે તું?....જો તો હું કોને મારી સાથે લાવ્યો છું" મિતેશે સરલાબેન અને રવજીભાઈ ને સન્માનસહ ઘરે લાવી પોતાના લાડલા રુદ્ર ને બૂમ મારી..

બૂમ ની વળતો કોઈ જવાબ ન મળ્યો

"દીકરા...બહાર આવ....હું તારા દાદા દાદી ને સાથે લાવ્યો છું"મિતેશે ફરી બમણા ઉત્સાહ થી બૂમ પાડી

સામે ના દરવાજે થી દોડતો રુદ્ર આવી ને સરલાબેન અને રવજીભાઈ ને વળગી પડ્યો

"મારા દાદા દાદી આવી ગયા...મારા દાદા દાદી આવી ગયા...."ઉત્સાહ માં ગાંડો થયેલો રુદ્ર હરખભેર બુમો પાડી રહ્યો હતો...અને એનાથી પણ બમણા ઉત્સાહ અને હરખ થી રવજીભાઈ અને સરલાબેન રુદ્ર ને ઉચકી ને ચૂમી રહ્યા હતા....સ્નેહની આંખો હરખથી ભીંજાઈ ગઈ....અને મિતેશ પોતાના માબાપ અને દીકરા ને જોઈ સંતોષ પામ્યો..

WhatsApp ni Varta, વૈદ્યરાજની વાર્તા – ૧ : "શરદઋતુનું સુરક્ષાકવચ" : વૈદ્ય વિષ્ણુ એમ. પ્રજાપતિ



વિભાને સવાર સવારમાં નરણા કોઠે કોઇ દવાની ટીકડી ગળતા જોઇ નયન અકળાયો અને બોલ્યો, ‘તું ક્યાં માંદી છે અને શા માટે  દવા લે છે?’

‘આ તો વૈદ્યરાજની ટીકડી છે. ભાદરવો હોય એટલે પિત્ત બગડતું અટકાવવા માટે....! હું તો કહુ છુ તમે પણ લઇ લો, કોઇ આડઅસર નથી.’ વિભાએ પિત્તની વાત કરી તો નયન હસી પડ્યો. ‘પિત્ત એટલે એસિડીટી જ ને...? અને મને કોઇ એસિડીટી નથી.’ નયનને તો વિભાની આવી વાતો ગપગોળા લાગતી એટલે તે તેને ચીડવતો.

વિભાએ એક ગોળી ચિન્ટુને પણ આપી અને સમજાવતા કહ્યું, ‘બેટા, તુ આ લઇ લે. તારા પપ્પાને આ પિત્તપ્રકોપ અને આયુર્વેદ નહી સમજાય.’ એટલું કહી વિભાએ ચિન્ટુને એક ગોળી આપી દીધી.

Sep 5, 2019

Story :એક પુત્ર આવો પણ

વ્હોટ્સએપ માં વાર્તા વાંચી ...
શેર કર્યા વગર ન રહેવાયુ...
એક પુત્ર આવો પણ*****

“મોમ, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.” લગભગ 32 વર્ષના, અવિવાહિત ડૉક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું.

“દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે?” માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું.

“મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો વાત છે.” સુદીપ જણાવ્યું હતું.

“જેવી તારી મરજી”, મરેલા અવાજમાં માતાએ કહ્યું. બે દિવસમાં સુદીપ તેની માતા પ્રભાદેવીને પડોશી શહેરના વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

શરુ શરુમાં વૃધ્ધાશ્રમમાં દરેક વૃદ્ધનાં ચહેરા પર જીવન માટે હતાશા અને નિરાશા હોય છે. પરંતુ, પ્રભાદેવીના ચહેરા પર આવા કોઈ પણ નિરાશાની કરચલી સુધ્ધાં ન હતી.

એક દિવસ કેટલાક વૃધ્ધ આશ્રમમાં તેમની નજીક વાત કરી રહ્યા હતા. એમાં બે-ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંથી એક બોલી ઊઠી કે, “ડોક્ટરના કોઈ સગાસબંધી ન હતા જે તેમને અહી મૂકી ગયા?”

ત્યાં જ એક યુવતી બોલી, “પ્રભા દેવીના પતિનું મૃત્યુ યુવાનીમાં જ થઈ ગયું હતું. અને, તેમના મૃત્યુ વખતે સુદીપ આશરે ચારેક વર્ષનો હતો. પ્રભા દેવી અને તેમના પુત્રને રહેવા અને જમવાના ફાંફા પડી ગયા હતા. ત્યારે કોઈ પણ સગાંએ તેમની મદદ નહતી કરી. પ્રભા દેવીએ બીજાનાં કપડા સીવીને દીકરાનું ભણતર પૂરું કર્યું હતું. દીકરો પણ ભણવામાં ખુબ જ હોશિયાર હતો એટલે જ તો ડોક્ટર બની શક્યો. હવે આવામાં કયા સગાને ત્યાં સુદીપ મૂકવા જાય?”

એક દિવસ, પ્રભાદેવીએ 6 મહિના પછી આશ્રમની ઓફીસના સંચાલક રામ કિશન શર્માના ફોનથી સુદીપના મોબાઇલ પર ફોન કર્યો. “સુદીપ, તું ભારતમાં આવી ગયો છે કે હજુ ઇંગ્લેંડમાં જ છે?”

‘મમ્મી, હજુ ઇંગ્લેંડમાં જ છું.’ સુદીપનો જવાબ હતો.

ત્રણ-ત્રણ ચાર-ચાર મહિને પ્રભાદેવી સુદીપને ફોન કરતી અને દર વખતે તેનો એક જ જવાબ હતો, ‘મમ્મી હજુ ઇંગ્લેન્ડમાં જ છું.’

એમ કરતા કરતા લગભગ બે વર્ષ પસાર થવા આવ્યા. હવે વૃધ્ધાશ્રમમાં લોકો કહેવા લાગ્યા કે, “કેવો હોંશિયાર પુત્ર નીકળ્યો, કેવી છેતરપિંડીથી તેની માતાને છોડીને જતો રહ્યો!” આશ્રમના જ એક વૃદ્ધે કહ્યું કે, “મને નથી લાગતું નથી કે ડોક્ટર વિદેશ-પિદેશ ગયો હોય, તે તો માત્ર આ વૃદ્ધ સ્ત્રીથી છૂટકારો મેળવવા માગતો હતો.”

પછી અન્ય એક વૃદ્ધે જણાવ્યું હતું કે, “પરંતુ તે તો પરણેલો પણ ન હતો!” “અરે! હશે કોઈ ગર્લફ્રેન્ડ કે જેણે કીધું હશે કે પહેલા આ ડોશીની રહેવાની સગવડ કર પછી જ પરણીશું.”

બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યા પછી પ્રભાદેવીને પણ પોતાના નસીબની ખબર પડી ગઈ. દીકરાનું દુઃખ તેમને અંદર ને અંદર જ કોરી ખાતુ હતું. બીજા બે વર્ષ પસાર થયા પછી પ્રભાદેવીનું મૃત્યુ થઈ ગયું. વૃદ્ધાશ્રમનાં લોકોએ સંચાલક શર્માજીને કહ્યું, “તેમની મૃત્યુના સમાચાર તેમના દીકરાને તો આપી દો. અમને તો નથી લાગતું કે એ વિદેશમાં હોય, હશે આપણા જ દેશમાં.”

“આમના દીકરાને હું કેવી રીતે ખબર આપું? એના મૃત્યુને તો ત્રણ વર્ષ થઈ ગયા!” શર્માજીની આ વાત સાંભળીને ત્યાં ઉભા લોકોને ચક્કર આવી ગયા. તેમનામાંથી એક બોલ્યો, “જો તમને ખબર હતી અને તમે કહો છો એ સાચું છે તો પ્રભાદેવી મોબાઈલમાં કોની સાથે વાત કરતા હતાં?”

“તેના દીકરાનો મોબાઇલ તો મારી પાસે છે જેમાં તેના દીકરાની રેકોર્ડ કરેલી અવાજ છે.” શર્માજી બોલ્યા.

“પણ આવું કેમ?” કોઈકે પૂછ્યું.

ત્યારે શર્માજી બોલ્યા, આશરે ચાર વર્ષ પહેલા જયારે સુદીપ તેની માતાને અહી મૂકવા આવ્યો ત્યારે મને કહ્યું હતું કે,
“શર્માજી મને બ્લડ કેન્સર છે. એક ડોક્ટર હોવાના લીધે મને ખબર છે કે તેના છેલ્લા સ્ટેજમાં મને ખૂબ જ તકલીફ થવાની છે. મારા મોં તેમજ દાઢીમાંથી લોહી પણ નીકળશે. મારી આ હાલત મારી મમ્મીથી નહીં દેખાય. તે જીવતા જીવતા જ મરી જશે. મારે તો મરવાનું જ છે પણ, હું નથી ઇચ્છતો કે મારા પહેલા મારી મમ્મી મરી જાય. મારા મરણ પછી અમારો ૨ રૂમનો નાનકડો ફ્લેટ અને બીજી વસ્તુઓ આશ્રમના નામે કરી દઈશ પણ તમે મારી માતાનું ધ્યાન રાખજો.”

આ સાંભળીને ત્યાં ઉભેલ દરેકની આંખો ભીની થઈ ગયી.

પ્રભાદેવીના અંતિમસંસ્કાર આશ્રમના જ એક ભાગમાં કરવામાં આવ્યા. તેમના અંતિમસંસ્કારમાં આશ્રમમાં રહેતા વૃદ્ધોના પરિવારને પણ બોલાવવામાં આવ્યા.

મા-દીકરાની અતૂટ અને અનમોલ પ્રેમની વાર્તાની જ અસર હતી કે અમુક દીકરાઓ તેમના માતા-પિતાને પાછા ઘરે લઇ ગયા.

Aug 7, 2019

WhatsApp ni Vaarta- 74: Password by Dr. Vishnu Prajapati

*વ્હોટ્સ અપની વાર્તા –૭૪*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*પાસવર્ડ*

વૈદેહીના નવા ફોન પર થોડી-થોડીવારે આવતા મેસેજ નોટીફીકેશનના હળવા ટોનથી તેના મમ્મી અને પપ્પા બન્નેના ચહેરા પરની રેખાઓ વધુ ચિંતામાં ગરકાવ થઇ જતી હતી.

‘તમે શું જોયા કરો છો ? જુઓ તો ખરા આટલી મોડી રાતે આજે કોના મેસેજ આવે છે?’ વૈદેહીની મમ્મીએ તો જે રીતે ‘આજે’ શબ્દ પર ભાર મુક્યો તેના પરથી તેના પપ્પા સમજી ચુક્યા હતા કે તેઓ બન્નેના મનની સ્થિતિ એકસરખી છે.

‘આજે’ શબ્દ કહેવા પાછળ આજનો ફ્રેન્ડશીપ ડે જ જવાબદાર હતો. વૈદેહીના પપ્પાએ ઘડિયાળ સામે જોયું રાત્રીનો એક વાગ્યો હતો. તેઓ બન્ને વૈદેહીના તાવથી ધગધગતા શરીર પાસે બેઠા હતા.

Jul 24, 2019

Effect of a word: શબ્દોમાં બહુ તાકાત છે, શબ્દોની અસર

એક સહેલીએ બીજી પૂછ્યું: - અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી ?

સાહેલીએ કહ્યું - કંઈ નહીં.

તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે ? શું તારા પતિ પાસે તને ખુશીમાં દેવા માટેની ભેટ માટેના જ પૈસા નથી ? શું તેની નઝરમાં તારી કોઈ કિંમત જ નથી ?

શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી  ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ.

પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા, અંતે મન-મુટાવની સરુવાત... આજ મુદ્દા પર વારંવારની લડાઈ ઝગડા... આખરમાં વાત છૂટાછેડા સુધી પહુંચી.

જાણો છો સમસ્યા શરૂ કયાથી થઈ ? સહેલીની તબિયત જોવા આવેલ બીજી સહેલીના એક ફાલતુ સવાલથી...

*

રવિએ તેના મિત્ર પવનને પૂછ્યું: - ક્યાં કામ કરો છો ?

પવન ફલાણી ફલાણી  દુકાનમાં.

રવિ - બોસ કેટલી પગાર આપે છે ?

પવન - 18 હજાર.

રવિ - 18000 બસ !!! તમે આટલા અમથા પગારમાંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ?  કૈક વિચારો.

પવન - (એક ઊંડો શ્વાસ લઇને) - યાર મુશ્કેલી તો છે જ !

પવને તેના શેઠને  પગાર વધારવાની માગણી કરી. શેઠએ પગાર વધારવાની ના પડી, પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો.

*

એક સાહિબને એક માણસને કહ્યું : તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ?

પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ કડક છે. તેને એક નાનું બાળક પણ છે, બિચારાને સમય જ નથી મળતો.

પ્રથમ માણસ કહ્યું - વાહ !! શું થયું છે, તમે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરી છે, અને હવે તેની વ્યસ્તતાને કારણે તેને તમને મળવા માટે સમય નથી મળતો ? આ તો બધા બહાના છે.

વાતચીત પછી, પિતાના હૃદયમાં, પુત્ર વિશે શંકા આવી. જયારે દીકરો તેને મળવા આવે ત્યારે વિચારે કે તેને બાપ  સિવાય બધા માટે  સમય છે.

આખિરમાં મનનો વલોપાત, અને તેમાં જ વૃદ્ધ માણસને બીમારી ઘેરી વળી...

*

યાદ રાખો, શબ્દોમાં બહુ તાકાત છે, તમારા ફાલતુ વાક્યો અન્ય લોકો પર મોટી અસર કરી શકે  છે...

આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે.

ઘણી વખત આપડે  ફાલતુ અર્થહીન સવાલ પૂછી નાખતા હોઈએ છીએ, પણ ત્યારે ભૂલી જઇયે છીએ કે આવા સવાલોથી બીજાની ઝીંદગીમાં નફરત અથવા પ્રેમના બીજ મુકતા આવીએ છીએ...

વિચારજો...

Jul 23, 2019

Smile

હસતું  મુખડું ઉગારતું જીવન..!
ગ્રાહકને એક હોટલના વેઈટરે સવાર ના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો ! વેઈટર ના સ્માઈલે કમાલ કરી ને પેલા ગાહક નું જીવન સાવ સુનુ સુનું હતુ પરંતુ જાણે એમાં નવ-પલ્લવિત શાખાઓ ફૂટી ! એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી.
વેઈટર ને સ્માઇલ ના બદલા માં આવી બક્ષિસ ની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 20 રુપીયા 1 ભિખારીના હાથમાં મૂકી દીધાં !
સવાર-સવાર માં 20 રુપીયા  મળશે એવી કલ્પના તો એ ભિખારી ને ય ક્યાંથી હોય !?...
એ ખુશ-ખુશાલ થઈ, કાલ ની ભૂખી ને ભૂખી સુઈ ગયેલી પોતાની માં ને મળવા દોડયો....
રસ્તામાં ભરપૂર અવર જવર વાળા રોડ પર નાનકડા ગલુડિયા ને, -- પરવા કયૉ વિના દોડી ને -- ગલુડિયા ને ઉપાડી લીધું અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો !
 આ દ્રશ્ય મોંધીદાટ કાર માં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું અને થયું જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયા ને પણ પ્રેમ કરનાર આ ભિખારી પણ કયાં ઓછો ધનવાન છે !?*
અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપની ના  મજુરો કે ગાડીનો ડ્રાઈવર, મારો પરિવાર - એ બધા ની  ઉપેક્ષા કરનારો હું - શ્રીમંત કયાંથી કહેવાઉં  !?!? એ શ્રીમંતે ખુશ થઇને ગાડીના ડ્રાઈવરને અને કંપની ના બધા માણસો ને 1000 - 1000 રુપીયા બક્ષિસ સ્વરુપે આપી દીધા...!
શેઠના ખુશ - ખુશાલ સ્નેહ-ભીના ચહેરે મળેલા 1000 રુપીયા લઈ ડ્રાઈવર તો પોતાના પરિવાર ને  લઇ BEACH પર ફરવા ગયો !
આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો જેવો એ ગાડીમાં થી ઉતર્યો ત્યાં  એક યુવાન ઊભો હતો !!! બન્ને ની આંખો એક ક્ષણ માટે મળી  અને પેલો યુવાન દરિયા થી વિરુધ્ધ પરત ચાલવા લાગ્યો ડ્રાઈવરે  પુછયું :  'કોણ છો તમે ? અચાનક પાછા કેમ વળ્યા?
    આ અજાણ યુવકે ઉત્તર આપ્યો કે, જુઓ ભાઈ હું જીંદગી થી હતાશ થયેલો વ્યક્તિ છું તેમજ આપધાત કરવા આવેલો પણ....!!  ( પણુ શું? ) મેં એક સંકલ્પ કરેલો કે મને કોઈ માણસ ના મુખ પર સ્માઇલ દેખાય તો આપધાત ન કરવો ! તમારી ખુશીએ મારી જીંદગી ) બચાવી છે,  THANK YOU
 આપણા ચહેરા પરનું એક  સ્માઇલ અનેક ના જીવન મા અપરંપાર = કેટલી ખુશી સજીઁ શકે છે કે જેની કલ્પના પણ નહીં  કરી શકીએ !! કયાં છીએ આપણે !?

જે આપણા હાથ માં જ નથી એવા ભવિષ્ય ની ખોટી કલ્પના ઓ કરી જીવન માં થી  ખુશી ને ખોઈ બેઠા છીએ ; એટલે જ દરેક ક્ષણ ખુશ રહેતાં શીખીએ!

Let's All  Keep Smiling as it has no cost

Jul 15, 2019

Thappo - Story, થપ્પો

૫૩વર્ષની વયે કાલ મેં ૫૧ વર્ષની પત્નીને કહ્યું,
ચાલને, થપ્પો રમીએ.
પત્નીએ કહ્યું, હાય, હાય, તમેય શું બાળક જેવી વાત કરો છો ??

આ ઉંમર કંઈ થપ્પો રમવાની છે !

મે કહયુ: મને તારી સાથે થપ્પો રમવાનું ખૂબ મન થયું છે.
આજે ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી.
ચાલને થપ્પો રમી લઈએ.

સાચો હિરો, The Diamond!

  એકવાર એક માણસે રાજાના દરબારમાં આવી અને કહ્યું, “મહારાજ, મારી પાસે બે રત્નો છે, જેમાંથી એક કિંમતી હીરો છે અને અન્ય એક સામાન્ય કાચનો ટુકડો છે. જો તમારા દરબાર માના કોઈ પણ મને આમાં થી કયો કાચ છે અને કયો હીરો છે એ જણાવે તો આ હીરો હું રાજ ના ખજાના માં આપીશ. નહિંતર મને 5000 સોનાના સિક્કા આપવાના રહેશે. ”
રાજાને આ પસંદ આવ્યું અને દરબારીઓ ને કાચ અને હીરા ને અલગ કરવા આદેશ આપ્યો. મોટા મોટા દરબારીઓ અહી આવ્યા અને ખુબ મથામણ કરી પણ આ ભેદ ઉકેલી શક્ય નહિ.છેવટે રાજાએ તેને 5000 સોનાના સિક્કા આપ્યા. હવે તે માણસ બીજા રાજ્યમાં પહોંચ્યો અને ત્યાં પણ તેમણે આ વાત રજુ કરી.પરંતુ અહી ની પરિસ્થિતિમાં પણ કોઈ તફાવત ન હતો અને સ્થિતિ અનુસાર, રાજાએ 5000 સોનાના સિક્કા તે માણસ ને આપ્યા.
તેવી જ રીતે, માણસ ઘણા રાજ્યોમાં પ્રવાસ કરે છે અને તેની આ વાત જ બધી જગ્યા એ રજુ કરે છે. દરેક વખતે તે સુવર્ણ મુદ્રા જીતીને આગળ વધે છે.

થોડા દિવસો માં શિયાળા નો સમય આવ્યો એટલે રાજા એ સવાર ના તડકા નો આનંદ માનવા ખુલ્લા આકાશ માં દરબાર ભર્યો.પેલો માણસ અહી આવ્યો અને પછી આ જ વાત કરી.રાજા એ આ વાત નો સ્વીકાર કર્યો.રાજા એ બધા દરબારીઓ ને હીરા અને કાચ નો ભેદ ઉકેલવા માટે જણાવ્યું પણ આનો ભેદ કોઈ ઉકેલી શક્યું નહી.છેવટે રાજાએ એક સેવક ને ખજાના માંથી 5000 સોનામહોર આપવામાટે મોકલ્યો.ત્યારે જન્મથીજ અંધ હતો એવો એક દરબારી ઉભો થયો અને કહ્યું કે મહારાજ મને એકવાર પ્રયત્ન કરવા દેશો? કદાચ હું કરી શકીશ.મહારાજ માની ગયા અને તેને અનુમતિ આપી.પેલો અંધ દરબારી વારાફરતી બન્ને ટુકડાઓને અડક્યો અને એક ટુકડો હાથ માં લઇ ને બોલ્યો કે આછે સાચો હીરો.
 પેલો માણસ દંગ રહી ગયો અને કહ્યું,”એકદમ સાચો જવાબ તમારો,
 પણ તમે આ કઈ રીતે જાણી શક્યા?
પેલા અંધ માણસે જે જવાબ આપ્યો એ સંભાળીને રાજા સહીત બધા દરબારીઓ દંગ રહી ગયા.તેને કહ્યું કે જે સાચો હીરો હોય છે એ ગમે તેટલી ધૂપ કે તડકામાં પણ ઠંડો રહે છે અને સામાન્ય કાચનો ટુકડો બિલકુલ માણસો ની જેમ સામાન્ય તડકામાં પણ ગરમ થાય જાય છે.

જો આપણે મહાન સફળતા મેળવીએ તો મગજ સાથે શાંત રાખીએ છીએ, તો પછી આપણે એક સારા વ્યક્તિ છીએ.
જો થોડી જ સફળતા પછી આપણું મન સાતમા આકાશે ચઢી જાય છે, તો આપણે એ સમજવું જોઈએ કે આપણે તે કાચ ના ટુકડા જેવા છીએ.

ગમે તેવી સુખદુખ ની પરિસ્થિતિ આવે પણ આપણે હમેશા શાંત રહેવું જોઈએ.

Jul 14, 2019

WhatsApp niVaarta 58 : Karvachoth, Dr. Vishnu Prajapati

*વ્હોટ્સ અપની વાર્તા – ૫૮*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*કરવાચોથ*

નંદિની આમ તો કોઇ ઉપવાસ કે વ્રત કરતી નહોતી એટલે માલવને ઘણીવાર ગુસ્સો આવતો. માલવને જ નહી પણ તેના મમ્મી પણ ઘણીવાર કહેતી કે ભણેલી વહુ છે તે સારું પણ આપણા રીત રિવાજોને પણ ન સમજે તે વહુ શું કામની?

નંદિનીને દરેક તહેવાર કે વ્રત આવે એટલે અવશ્ય સાંભળવું પડતું કે જો મારા પેલા ફ્રેન્ડની  કે પેલા સબંધીના દિકરાની વહુ ઘરના બધા લોકોની સલામતી કે પતિના દીર્ધાયુષ્ય માટે કેવા અઘરા વ્રતો કે ઉપવાસ રાખે છે.

Jul 12, 2019

Hope : આશા

ઘરડા પિતાને રેસ્ટોરેન્ટમાં જમવા લઈ જાય છેં,

બંન્ને સામસામે "જમતા" હોય છેં,અચાનક "વૃધ્ધ" વ્યકિતથી દાળની વાડકી ઢોળાય છેં,
તેમનુ પેન્ટ અને શર્ટ દાળવાળું થઈ જાય છેં,
રેસ્ટોરેન્ટમાં દરેકના મોઢા વંકાય છેં,

પણ પિતાપુત્ર શાંતિથી તેમનું જમવાનું પુરૂ કરેછેં.જમ્યા પછી પુત્ર પિતાને વોશબેઝીન પાસે લઈ જઈને હાથ ધોવડાવી ,તેમના શર્ટ પેન્ટને સાફ કરીને.માથુ અોળી આપીને ,  ચશ્માં કાન પર ગોઠવી આપેછેં,

ગ્રાહકો ડોકતાણીને આ ક્રિયા થતી જોઈ રહયા હોય છેં,

પુત્ર કાઉનટર પર બીલ ચુકતે કરી. પિતાનો હાથ પકડી બહાર જવા ડગલું ભરેછેં ત્યારે પિતા જરા મોટા અવાજથી બોલે છેં,

" *બેટા તું ભુલમાં અહી કશુક મુકીને જાયછેં*??

પુત્રનો હાથ તરત પેન્ટના અને શર્ટના ખિસ્સામાં જાયછેં,ચાવી અને ફોન સલામત હોવાની ખાતરી કરીને જવાબ આપેછેં *પપ્પા હુકશું મુકીને જતો નથી*
વૃધ્ધ પિતા કહેછેં *બેટા* તુ અહી બેઠેલા દરેક યુવાન પુત્ર માટે એક પાઠ અને ઘરડા થનાર પિતા માટે એક આશા મુકીને જાય છે.