Showing posts with label Kavita. Show all posts
Showing posts with label Kavita. Show all posts

Mar 30, 2023

ફિકર ના કર

 ફિકર ના કર, વધારેમાં વધારે શું થવાનું છે?

વધાવી લે મુસીબતને, કદમ એ મોખરાનું છે,


ભલા માણસ! વ્યથાને ગોખવાથી શું ફરક પડશે?

સહન થોડું કરી લે ને, દરદ તારા ગજાનું છે!


સફળતા બેવફા થઈને, અહમ પોષતી રહેશે!

સરળતામાં કદીયે ક્યાં કશું પોષવાનું છે?


નથી માલૂમ એ પડતું, મજાનું શું હશે કારણ?

ભલેને હોય જે કારણ, ગમે છે તો મજાનું છે!


હલેસું આખરી પણ છૂટશે, મઝધારમાં "અંતર"!

સ્મરણમાં રાખજે બસ એટલું, કે જીતવાનું છે!!!


~ સુનિલ રાચાણી "અંતર", મીઠાપુર.

Sep 2, 2019

Koshish Karne Valo ki Har nahi hoti..

लहरों से डर कर नौका पार नहीं होती
कोशिश करने वालों की हार नहीं होती

नन्हीं चींटी जब दाना लेकर चलती है
चढ़ती दीवारों पर, सौ बार फिसलती है
मन का विश्वास रगों में साहस भरता है
चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है
आख़िर उसकी मेहनत बेकार नहीं होती
कोशिश करने वालों की हार नहीं होती

डुबकियां सिंधु में गोताखोर लगाता है
जा जा कर खाली हाथ लौटकर आता है
मिलते नहीं सहज ही मोती गहरे पानी में
बढ़ता दुगना उत्साह इसी हैरानी में
मुट्ठी उसकी खाली हर बार नहीं होती
कोशिश करने वालों की हार नहीं होती

असफलता एक चुनौती है, स्वीकार करो
क्या कमी रह गई, देखो और सुधार करो
जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम
संघर्ष का मैदान छोड़ मत भागो तुम
कुछ किये बिना ही जय जय कार नहीं होती
कोशिश करने वालों की हार नहीं होती

Nov 11, 2018

Ek j de chingari- Harihar Bhatt

એક જ દે ચિનગારી,
મહાનલ ! એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભઅટારી;
ના સળગી એક સગડી મારી,
વાત વિપતની ભારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.

ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી.

Oct 29, 2018

Chando Suraj Ramta ta - ચાંદો સૂરજ રમતા’તા

યાદ છે કોઇને આ કવિતા ?
ચાંદો સૂરજ રમતા’તા,
રમતાં રમતાં કોડી જડી !
કોડીનાં મે ચીભડાં લીધાં,
ચીભડે મને બી દીધાં !

બી બધાં મે વાડમાં નાખ્યાં,
વાડે મને વેલો આપ્યો !
વેલો મેં ગાયને નીર્યો,
ગાયે મને દૂધ આપ્યું !

દૂધ મેં મોરને પાયું,
મોરે મને પીછું આપ્યું !
પીંછુ મેં બાદશાહને આપ્યું,
બાદશાહે મને ઘોડો આપ્યો !

ઘોડો મેં બાવળિયે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી !
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી !

માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો !
ઘડો મેં કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યું !

પાણી મેં છોડને પાયું,
છોડે મને ફૂલ આપ્યાં !
ફુલ મેં પૂજારીને આપ્યા,
પૂજારીએ મને પ્રસાદ આપ્યો !

પ્રસાદ મેં બાને આપ્યો,
બાએ મને લાડવો આપ્યો !
એ લાડવો હું ખાઈ ગ્યો,
ને હું આવડો મોટો થઈ ગ્યો !!
             :- ઝવેરચંદ મેઘાણી.

Oct 6, 2018

Hu ne chandu chhana mana - Ramesh Parekh

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
:– રમેશ પારેખ

Oct 5, 2018

A small sparrow નાની સી ચકલી

હૈયે આજે
ખુબ અકળામણ થઈ,
અચાનક
બારી ઉપર નજર ગઇ.

એક ચકલીને
આનંદથી
ચિચિયારી કરતાં જોઈ.

અદેખાઈ થઈ
મને તેને આનંદિત જોઈ,
અનાયાસે જ
તેને વાત પૂછાઇ ગઇ...

"કેવી રીતે
આટલી આનંદિત રહી શકે તું,
સદીઓથી
ફક્ત ચોખાની ચણ લઈ ?"

વાત સાંભળી મારી,
એને મનુષ્યની વાચા થઈ.

રે ભલા આદમી...
બુદ્ધિ તો તને
અમારા કરતા
અનેક ઘણી મળી ગઇ,

પણ ઇચ્છાઓની
વણઝાર લગાવી તેં,
તેમાં તારી ખુશી રોળાઈ ગઇ.

મળ્યુ જે,
એ મોજથી માણી લે,
ભેગું કરવાની ઇચ્છા તજી દે.

સંતોષની
મૂડી તુ સાચવી રાખ,
દેખા દેખીમા ન ખોયી દે.

હૈયાની
અકળામણ ઓછી કરી,

નાની સી ચકલી,
જીવન જીવતા શીખવાડી ગઇ.

Oct 3, 2018

Shabdo ma kyan samay chhe- Ramesh Parekh

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.
     :– રમેશ પારેખ

Oct 1, 2018

Phool Didhanu Yaad- Ramesh Parekh, ફૂલ દીધાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે,
તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને 
તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે 
તમને ફૂલ દીધાનું યાદ
અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવન ના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી 
એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું 
નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ
રમેશ પારેખ

Sep 27, 2018

Ramesh Parekh- વરસાદ ભીંજવે- રમેશ પારેખ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

Apr 5, 2018

Tu nano hu moto

Tu nano hu moto ... (2)
evo khyal jagat no khoto,

Aa nano aa moto
evo murakh karta goto

Nana chhode mahki uthe
jevo gulab goto

Uncha uncha tade tamne
jadse eno joto ?

Khara jal no dariyo bharyo
mitha jal no loto
Tarasya ne to dariya thi ye
loto lage mitho

Man nanu te nano jenu
Man motu te moto

Tu nano hu moto
Evo khyal jagat no khoto


Apr 2, 2018

कैसे जीना- Gulzar


गुलजार साहब की खुबसुरत कविता.

कुछ हँस के बोल दिया करो,
कुछ हँस के टाल दिया करो,
यूँ तो बहुत परेशानियां है
तुमको भी मुझको भी,
मगर कुछ फैंसले वक्त पे डाल दिया करो,

न जाने कल कोई हंसाने वाला मिले न मिले..
इसलिये आज ही हसरत निकाल लिया करो !!

 समझौता करना सीखिए..
क्योंकि थोड़ा सा झुक जाना
 किसी रिश्ते को हमेशा के लिए
तोड़ देने से बहुत बेहतर है ।।।

किसी के साथ हँसते-हँसते
 उतने ही हक से रूठना भी आना चाहिए !
अपनो की आँख का पानी धीरे से 
पोंछना आना चाहिए !  
रिश्तेदारी और दोस्ती में
    कैसा मान अपमान ?
बस अपनों के दिल मे रहना
आना चाहिए...! 

Mar 29, 2018

બા....... એક વાર પાછી આવ ને ! ~ડૉ. નિમિત ઓઝા

*'બા એકવાર પાછી આવને..'*

સાંતા ક્લોઝ તો....
મોટી ક્લબમાં આવે, પાર્ટીઓમાં આવે,
હોટેલમાં આવે.
બા, તું જ એકાદ રોટલી ચૂલા ઊપર ચડાવ ને !
બા, એકવાર પાછી આવ ને !

બા, સફેદ મોજામાં તારા જેવો સ્પર્શ
નથી વરતાતો,
રસોડામાં રોજ સવારે ધીમું ધીમું,. એ પણ કેમ નથી ગાતો ?
બા, એને તો ગુજરાતી પણ નથી આવડતું,
શું કરવી મારે એની સાથે વાતો ?

બા, સાંતા ક્લોઝ તો ફક્ત ગીફ્ટ આપે છે.
જો શક્ય હોય તો થોડા આશીર્વાદ પણ એની સાથે મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !

બા, સફેદ દાઢીમાં
તારા જેવું સ્મિત કેમ નથી દેખાતું ?
એના ખોળામાં માથું મુકવાનું મન નથી થાતું,
બા, આ બાજુ
તલ શીંગની ચીકી ને મમરાના લાડુ,
ને પેલી બાજુ
ચોકલેટની રેલમ છેલ.

બા, આ બાજુ
તારા અવાજમાં હજુ પણ ગુંજતા હાલરડા,
ને પેલી બાજુ જિંગલ બેલ.
બા, જિંગલ બેલની ટયુનમાં એકાદ હાલરડું મોકલાવ ને !
બા, એક વાર પાછી આવ ને !

બા,
સાંતા તારા જેટલો ક્લોઝ તો ન જ આવી શકે.
એના થેલામાં એક વાર તારી જાતને મોકલાવ ને !
બા.......
એક વાર પાછી આવ ને !

~ડૉ. નિમિત ઓઝા

Oct 21, 2017

Life is Simple- સરળ છે જીવન

ઘણુ સરળ છે જીવન,
જો જીવવુ હોય તો !

ઘણુ જ રહસ્ય છે,
જો જાણવુ હોય તો !

ઘણુ મજાનું પણ છે,
જો માણવુ હોય તો !

પ્રશ્નો નહી તો ઘણા છે,
જો તાણવુ હોય તો !

ઈશ્વર તો હાજર જ છે,
કયાં દુર જવું પડે એમ છે !

અંતર નુ કમાડ ખોલ બસ,
વાસી રાખેલુ તાળુ હોય તો !
                       : " રજની "

Jul 25, 2017

खवाहिश नही मुझे मशहुर होने की- प्रेम चंद्र

प्रेम चंद्र की एक सुंदर कविता
.
खवाहिश नही मुझे  मशहुर होने की
आप मुझे पहचानते हो बस इतना ही काफी है
अच्छे ने अच्छा और बुरे ने बुरा जाना मुझे
क्यों की जिसकी जितनी जरुरत थी
उसने उतना ही पहचाना मुझे !!

ज़िन्दगी का फ़लसफ़ा भी कितना अजीब है,
शामें कटती नहीं, और साल गुज़रते चले जा रहे हैं !!

एक अजीब सी दौड़ है ये ज़िन्दगी
जीत जाओ तो कई अपने पीछे छूट जाते हैं,
और हार जाओ तो अपने ही पीछे छोड़ जाते हैं !!

बैठ जाता हूं मिट्टी पे अक्सर...
क्योंकि मुझे अपनी औकात अच्छी लगती है !!

मैंने समंदर से सीखा है जीने का सलीक़ा,
चुपचाप से बहना और अपनी मौज में रहना !!

ऐसा नहीं है कि मुझमें कोई ऐब नहीं है
पर सच कहता हूँ मुझमे कोई फरेब नहीं है !!


.
जल जाते हैं मेरे अंदाज़ से मेरे दुश्मन
क्यूंकि
एक मुद्दत से मैंने
न मोहब्बत बदली और न दोस्त बदले !!.

एक घड़ी ख़रीदकर हाथ मे क्या बाँध ली
वक़्त पीछे ही पड़ गया मेरे !!

सोचा था घर बना कर बैठुंगा सुकून से..
पर घर की ज़रूरतों ने मुसाफ़िर बना डाला !!!

सुकून की बात मत कर ऐ ग़ालिब....
बचपन वाला इतवार अब नहीं आता !!

जीवन की भाग-दौड़ में -
क्यूँ वक़्त के साथ रंगत खो जाती है ?
हँसती-खेलती ज़िन्दगी भी आम हो जाती है..
एक सवेरा था जब हँस कर उठते थे हम
और आज कई बार
बिना मुस्कुराये ही शाम हो जाती है !!

कितने दूर निकल गए, रिश्तो को निभाते निभाते..
खुद को खो दिया हमने, अपनों को पाते पाते..
लोग कहते है हम मुस्कुराते बहोत है,
और हम थक गए दर्द छुपाते छुपाते..
खुश हूँ और सबको खुश रखता हूँ,
लापरवाह हूँ फिर भी सबकी परवाह करता हूँ..
मालूम है कोई मोल नहीं मेरा,
फिर भी,
कुछ अनमोल लोगो से रिश्ता रखता हूँ !!

Jul 14, 2017

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી,

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,

વ્યસ્તતા એ માજા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,

આંખના ખૂણા મેં સાફ કર્યા હતા  કે,
ખરી ગયું એ પાણી, એ  યાદ નથી,

યાદ છે આપવાના કોને  કેટલા મારે,
કેટલી છે ઉઘરાણી, એ યાદ નથી,

આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,

જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ  યાદ નથી,

જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,

ઉભો નથી કતારમાં તારા મંદિરેઈશ્વર,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી,

Jun 29, 2017

મન નું મન માં રાખતા નહીં,

અંતર ના આશીષ
મન નું મન માં *રાખતા નહીં,*
તક મળે ત્યાં *બોલી દેજો!*

ઘુંચ બનવા ની *રાહ ના જોતા,*
ગાંઠ મળે ત્યાં *ખોલી લેજો!*

હોઠ મળે જો *કોરા ક્યાંય,*
સ્મિત તમારું *આપી દેજો!*

પાંપણ મળે જો *ભીના ક્યાંય,*
અશ્રુ એના *લૂછી લેજો!*

અભિમાન ઓગળવા ની *આવડત રાખી,*
સ્વાભિમાન નું સૌંદર્ય પણ *સાચવી લેજો!*

અંત તો આવશે *જીવનમાં અનેક,*
પ્રત્યક્ષ ક્ષણ ને પકડી અનંત એમાં *જીવી લેજો!

Dec 10, 2016

Ma Baap ne Bhulsho nahi- માં બાપ ને ભુલશો નહી


ભુલો ભલે બીજુ બધુ
માં બાપ ને ભુલશો નહી,
અગણિત છે ઉપકાર એના
એહ વિસરશો નહી ...

માં બાપ ને ભુલશો નહી,

પથ્થર પુજ્યા પૃથ્વી તણા
ત્યારે દિઠુ તવ મુખડું,
એ પુનિત જન ના કાળજા
પથ્થર બની છુંદશો નહી ...

માં બાપ ને ભુલશો નહી,

કાઢી મુખે થી કોળીયા
મોં માં દઈ મોટા કર્યા,
અમૃત તણા દેનાર સામે
ઝેર ઉગળશો નહી ...

માં બાપ ને ભુલશો નહી,

લાખો લડાવ્યા લાડ તમને
કોડ સૌ પુરા કર્યા,
એ કોડ ના પુરનાર ના,
કોડ ને ભુલશો નહી ...

માં બાપ ને ભુલશો નહી,

લાખો કમાતા હો ભલે,
માં બાપ જેથી ના ઠર્યા,
એ લાખલ નહી પણ રાખ છે
એ માનવુ ભુલશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,

સંતાન થી સેવા ચહો,
સંતાન છો સેવા કરો,
જેવુ કરો તેવું ભરો
એ ભાવના ભુલશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,

ભીને સુઈ પોતે અને
સુકે સુવાડયા આપને,
અમી તણી એ આંખ ને
ભુલી ને ભીંજવશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,

પુષ્પો બિછાવ્યા પ્રેમ થી
જેણે તમારા રાહ પર,
એ રાહબર ના રાહ પર
કંટક કદિ બનશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,

ધન ખરચ્યે મળશે બધું,
માતા પિતા મળશે નહી,
પળ પળ પુનિત એ ચરણ ની,
ચાહના ભુલશો નહી ...
માં બાપ ને ભુલશો નહી,

ભુલો ભલે બીજુ બધુ
માં બાપ ને ભુલશો નહી,
અગણિત છે ઉપકાર એના
એહ વિસરશો નહી ...

Aug 27, 2016

હાઈકૂ


હૈયે વૈભવ,
આપનુ આગમન !
આપ ગમન ?

*****

મૌન તું વાચા
મન વાંચે ગહન
નિરવ શાંતિ !

*****

તું મળ મને,
શબ્દો મૌન તું સંગે
નદી - નાવ છે ...

*****

જીંદગી સમો
કોઈ ન ગુરુ મળે !
પાર સાગર.

****
મન ભર ના,
જીવ મન ભરીને
સંસાર સાર !

****

Read More

अनमोल लोगो से रिश्ता रखता हूँ- हरिवंशराय बच्चन



खवाहिश  नही  मुझे  मशहूर  होने  की।
आप  मुझे  पहचानते  हो  बस  इतना  ही  काफी  है।

अच्छे  ने  अच्छा  और  बुरे  ने  बुरा  जाना  मुझे।
क्यों  कि  जिसकी  जितनी  जरुरत  थी  उसने  उतना  ही  पहचाना  मुझे।

ज़िन्दगी  का  फ़लसफ़ा  भी   कितना  अजीब  है,
शामें  कटती  नहीं,  और  साल  गुज़रते  चले  जा  रहे  हैं ...!!

एक  अजीब  सी  दौड़  है  ये  ज़िन्दगी,
जीत  जाओ  तो  कई  अपने  पीछे  छूट  जाते  हैं,
और  हार  जाओ  तो  अपने  ही  पीछे  छोड़  जाते  हैं।

बैठ जाता हूं मिट्टी पे अक्सर ...
क्योंकि मुझे अपनी औकात अच्छी लगती है..

मैंने समंदर से सीखा है जीने का सलीक़ा,
चुपचाप से बहना और अपनी मौज में रहना।।

ऐसा नहीं है कि मुझमें कोई ऐब नहीं है
पर सच कहता हूँ मुझमे कोई फरेब नहीं है

जल जाते हैं मेरे अंदाज़ से मेरे दुश्मन क्यूंकि एक मुद्दत से मैंने
न मोहब्बत बदली और न दोस्त बदले .!!.

एक घड़ी ख़रीदकर हाथ मे क्या बाँध ली ..
वक़्त पीछे ही पड़ गया मेरे..!!

सोचा था घर बना कर बैठुंगा सुकून से..
पर घर की ज़रूरतों ने मुसाफ़िर बना डाला !!!

सुकून की बात मत कर ऐ ग़ालिब ...
बचपन वाला 'इतवार' अब नहीं आता

जीवन की भाग-दौड़ में
क्यूँ वक़्त के साथ रंगत खो जाती है ?
हँसती-खेलती ज़िन्दगी भी आम हो जाती है..

एक सवेरा था जब हँस कर उठते थे हम और
आज कई बार बिना मुस्कुराये ही शाम हो जाती है ..

कितने दूर निकल गए,
रिश्तो को निभाते निभाते ..
खुद को खो दिया हमने, अपनों को पाते पाते ..

लोग कहते है हम मुस्कुराते बहोत है,
और हम थक गए दर्द छुपाते छुपाते ..

खुश हूँ और सबको खुश रखता हूँ,
लापरवाह हूँ फिर भी सबकी परवाह
करता हूँ ..

मालूम है कोई मोल नहीं मेरा, फिर भी,
कुछ अनमोल लोगो से रिश्ता रखता हूँ ...!

Aug 26, 2016

તું નાનો હું મોટો ...


તું નાનો હું મોટો ...
તું નાનો હું મોટો,
એવો ખ્યાલ જગત નો ખોટો.
આ નાનો આ મોટો,
એવો મુરખ કરતા ગોટો.
નાના છોડે મહેંકી ઉઠે,
જેવો ગુલાબ ગોટો.
ઊંચા ઊંચા તાડે તમને,
જડશે એનો જોટો?
ખારાં જળ નો દરિયો ભરિયો,
મીઠાં જળ નો લોટો.
તરસ્યા ને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
તું નાનો હું મોટો,
એવો ખ્યાલ જગત નો ખોટો.