Showing posts with label Gazal. Show all posts
Showing posts with label Gazal. Show all posts

Mar 30, 2023

ફિકર ના કર

 ફિકર ના કર, વધારેમાં વધારે શું થવાનું છે?

વધાવી લે મુસીબતને, કદમ એ મોખરાનું છે,


ભલા માણસ! વ્યથાને ગોખવાથી શું ફરક પડશે?

સહન થોડું કરી લે ને, દરદ તારા ગજાનું છે!


સફળતા બેવફા થઈને, અહમ પોષતી રહેશે!

સરળતામાં કદીયે ક્યાં કશું પોષવાનું છે?


નથી માલૂમ એ પડતું, મજાનું શું હશે કારણ?

ભલેને હોય જે કારણ, ગમે છે તો મજાનું છે!


હલેસું આખરી પણ છૂટશે, મઝધારમાં "અંતર"!

સ્મરણમાં રાખજે બસ એટલું, કે જીતવાનું છે!!!


~ સુનિલ રાચાણી "અંતર", મીઠાપુર.

Apr 2, 2021

Safalta zindgi ni hastrekha

 


Safalta zindgi ni hastrekha ma nathi hoti,
Chanayeli Imarat ena naksha ma nathi hoti,

Subhagi chhe sitara ke ganatri thay chhe eni,
Pranay ma nahi to koi chiz gananama nathi hoti,

Mane diwangi manjur chhe aa ek babat par,
Mahobbat ni Maja tamne samajvama nathi hoti,

Tame mara thaya nahi toy mara manvano chhu,
Kami sachhai ma how, bhramna ma nathi hot,

Vadhu hasvathi ansu aavta joine puchhu chhu, 
Asar enathi ulti kem rovama nathi hoti,

Athi vadhu shu khali hathe din vitavu hu,
Ke mari zindagi pan mara kabza ma nathi hoti,

Na Shanka rakh ke mari garibi bahu nikhalas chhe,
Chhe e evi Dasha je koi parda ma nathi hoti,

Dharave chhe badha mara j  pratye sankuchit manas,
Jaga mare j mate Jane duniya ma nathi hoti,

Koi aa vat ne sanjog no swikar na mane,
Jagat ni sau khushi mari tamanna ma nathi hoti,

Mane chhe atlo Santos duniya ni burai no,
Vikasvani to Shakti koi kanta ma nathi hoti,

Badhe mara kadam ni chhap na Joya kare loko,
Ke manzil mari mara sarv rashta ma nathi hoti,

Malyo chhe saune jivan ma samay thodok to saro,
Fikar potani koiney nindra ma nathi hoti,

Bija to shu mane andhkar ma rakhine chhetrse,
Ke mari jat khud mariy chhaya ma nathi hoti,
 

Gazal ma e j Karanthi hu maulik hou chhu became,
Pida mara dukho ni koi Bija ma nathi hoti, 

Sep 30, 2020

Gazal-Befam, Jivan no Marg chhe, જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી :-બેફામ

સપના રૂપેય આપ ન આવો નજર સુધી; 
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
-’બેફામ’

Oct 28, 2018

Gazal- Naszir-Hu haath ne mara felavu

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.–

:-નાઝિર

Gazal-Mariz-Bas aatli samaz mane parvardigar de : Mariz

બસ એટલી સમજ મને પરવરદિગાર દે;
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

પીઠામાં મારૂં માન સતત હાજરીથી છે;
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામાં કંઇકનો હું કરજદાર છું 'મરીઝ '
ચુકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

Oct 27, 2018

Joto j Rahyo Bas Hu Tamne-જોતો જ રહ્યો બસ હું તમને- Gazal

જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ
મન પ્રેમનું ડામાડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનોએ લીધી અંગડાઇ ને ઉંઘતી આશા જાગી ગઇ
સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો
વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં
સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતું
પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નિરાશા જાગી ગઇ.

Oct 6, 2018

Hu kyan kahu chhu aapni ha hovi joiye- હુ ક્યાં કહુ છુ આપની

હુ ક્યાં કહુ છુ આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ

પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
હુ ક્યાં કહુ છુ આપની ...

એવી તો ભેદી રીતે મને માફ ના કરો,
હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.
હુ ક્યાં કહુ છુ આપની ...

મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.
હુ ક્યાં કહુ છુ આપની ...

પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’,
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ
હુ ક્યાં કહુ છુ આપની ...

Oct 1, 2018

Ame to Khari gaya, Adil Mansuri, અમે તો ખરી ગયા

ફૂલોબની ભલેને અમે તો ખરી ગયા,
ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

પ્રેમાગમાં બળીને પતંગા ઠરી ગયા,
કિંતુ શમાનું નામ તો રોશન કરી ગયા.

નૌકા હતી છતાંય હું ડૂબી ગયો ખુદા!
તરણું લઇને લોક તો સાગર તરી ગયા.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા.

જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી ઓર દુઃખમાં વધારો કરી ગયા.

– ‘આદિલ’ મન્સૂરી

Sep 27, 2018

Shunyata: Harindra Dave, શૂન્યતા- હરીન્દ્ર દવે

આમ એવી શૂન્યતા છે કે હવે રહેવાય નહીં ,
તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં.

આ અરીસાના બધા ટુકડા વીણો તો શું થશે ?
ત્યાં જે દેખાતો હતો ચહેરો હવે દેખાય નહીં.

હું તો અવળે માર્ગ ચાલુ છું હવે હાથે કરી,
તું ન ધારે ત્યાં સુધી તારા લગી પ્હોંચાય નહીં.

હું સુરાલયમાં તો મારા પાયને વાળી શક્યો,
કેવું આ કે હાથે પ્યાલો છે ને હોઠે જાય નહીં.

એથી તારા સાથનો મહિમા વધી જાતો હશે,
ચાલનારો હું,છતાં મારા સુધી પ્હોંચાય નહીં.

તું ભલે મઝધારનું તોફાન માનીને ઝૂઝે,
ને કિનારે નાવ પહોચી જાય તો કહેવાય નહીં.
:-હરીન્દ્ર દવે

કવિ છું- બરકત વિરાણી ‘બેફામ’

કવિ છું હું, બધાને કાજ મારે જીવવાનું છે ;
બધાના દર્દ મારાં છે, ને મારું દિલ બધાનું છે.
તમારું દર્દ છે આ, કામ મારે શું દવાનું છે ?
કે એ જીવવાનું કારણ છે, એ મરવાનું બહાનું છે.
નહીંતર આંખની સામે જ મશરૂનું બિછાનું છે, 
મગર મારા મુકદ્દરમાં હમેશાં જા છે;
નજૂમી, આવનારી કાલની ચર્ચા પણ 
મને છે આજની ચિંતા કે આજે શું થવાનું છે .
હું ધારું છું-સુકાઈ ગઈ હશે સાચી તરસ મારી ,
કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે.
જગા એમાં મને મળતી નથી એમાં નવાઈ શી?
હજી મારા હૃદય કરતાં જગત આ બહુ જ નાનું છે .
હું નીકળી જાઉં છું જ્યાંથી, ફરીથી ત્યાં નથી જાતો;
હજીયે સ્વર્ગ જેવું સ્વર્ગ પણ મારા વિનાનું છે.
મળી છે લોકની કાંધે સવારી એટલે બેફામ,
ખુદાનું ઘરનું તેડું છે, ખુદને ત્યાં જવાનું છે.
         – ‘બેફામ’ બરકત વિરાણી

Gazal- Have Bolvu nathi, હવે બોલવું નથી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

Sep 26, 2018

Mane Gamse - Befaam મને ગમશે ‘બેફામ


તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

Aug 13, 2018

Gazal : ગની દહીંવાલા

ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું…

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું…

હતો હું ય સૂર્ય, કિંતુ ન હતી તમારી છાયા,
કૈં વાર ભરબપોરે અહીં આથમી ગયો છું…

આ હ્રદયસમો તિખારો છે કરી રહ્યો ઇશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું…

નથી કૈં પ્રયાસ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું…

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જીવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું…

ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળ્યા ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું…

– ગની દહીંવાલા

Mar 30, 2018

Kankotri- Gazal, એના લગ્નની મળી કંકોતરી મને

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે હું એનો એજ છું.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને

Mar 28, 2018

Nazar na jam chhalkavi ne - Gazal, નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે ...
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે ...

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો,
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો,
જરા ઉભા રહો, જરા ઉભા રહો,
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે ...
                                             નજરના જામ….

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો,
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો,
મને માફ કરો, મને માફ કરો,
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે ...
                                            નજરના જામ….

થઇને પુનમની રાત તમે આવ્યા હતા,
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા,
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા,
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે ...
                                            નજરના જામ….

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે ...
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે ...

Sep 12, 2017

ગુજરાતી સાહિત્યના અદભુત શેર... Gazal

ગુજરાતી સાહિત્યના અદભુત શેર...



મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
:- ઓજસ પાલનપુરી


અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?
:-અનિલ ચાવડા


દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
 :- મરીઝ


જીવ હજી તો જભ્ભામાં છે,_
ફાટી ગઈ છે જાત કબીરા._
 :- ચંદ્રેશ મકવાણા


તારું કશું ન હોય તો છોડીને આવ તું,_
તારું જ બધું હોય તો છોડી બતાવ તું._
:- રાજેશ વ્યાસ 'મિસ્કીન'


આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
:- રાજેશ વ્યાસ 'મિસ્કીન'


આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
:- રાજેન્દ્ર શુક્લ


હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો!
 :- ચિનુ મોદી


જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,_
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?_
:- મનહર મોદી


પાનખર વીતી છતાં ખરતાં રહે છે_
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું._
:- ઉદયન ઠક્કર


શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,_
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
:- અનિલ ચાવડા


કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
:- જલન માતરી


ઘર સુધી તું આવવાની જીદ ન કર,_
ઘર નથી નહીંતર હું ના પાડું તને?_
:- ખલીલ ધનતેજવી


મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
 :- મનોજ ખંડેરિયા


ક્રોધ મારો જોઈને ડરશો નહીં,_
પુષ્પના ડાઘા કદી પડતા નથી._
:- ચિનુ મોદી


ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
 :- અનિલ ચાવડા


ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
  :- ભાવેશ ભટ્ટ


અફસોસ કેટલાય મને આગવા મળ્યા,
ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા.
  :- ભરત વીંઝુડા


સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
 :- અનિલ ચાવડા


શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
- જલન માતરી


બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
*- મરીઝ*


જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,_
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
- મરીઝ


કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
- ઉદયન ઠક્કર


હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
- ગૌરાંગ ઠાકર


જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
- રાજેન્દ્ર શુક્લ


તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
- બાપુભાઈ ગઢવી


રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
- બરકત વિરાણી ‘બેફામ’


તફાવત એ જ છે,
તારા અને મારા વિષે,જાહિદ!
વિચારીને તું જીવે છે,
હું જીવીને વિચારું છું
- અમૃત ઘાયલ


જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
- સૅફ પાલનપુરી


તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
– શયદા


વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
- આદિલ મન્સૂરી


બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,_
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે._
:- મરીઝ


જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
- મરીઝ


સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?
- મુકુલ ચોક્સી


હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,
આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.
- ઉદયન ઠક્કર


મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ


દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે,
હવે શત્રુઓ જ સ્વજન સુધી.
- ગની દહીંવાલા


જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
- અનિલ ચાવડા


જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
- ગની દહીંવાલા

 More Gazal 

Jan 6, 2017

તૂ ક્યાં જાય છે...?


દિલ   પૂછે   છે   મારું ,
અરે   દોસ્ત   તું   ક્યાં   જાય

ના   વ્યવહાર   સચવાય   છે ,
ના   તહેવાર   સચવાય   છે .
દિવાળી   હોય   કે   હોળી   બધુ
ઓફિસ   માં   જ   ઉજવાય  છે
આ   બધુ   તો   ઠીક   હતું
પણ   હદ   તો   ત્યાં   થાય   છે .
લગ્નની   મળે   કંકોત્રી ત્યાં
સીમંતમાં   માંડ   જવાય   છે .
દિલ   પૂછે   છે   મારુ ,
અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે

પાંચ   આંકડા   ના   પગાર   છે ,
પણ   પોતાના   માટે   પાંચ
મિનિટ   પણ   ક્યાં   વપરાય   છે
પત્નીનો   ફૉન ૨  મિનીટ
માં   કાપીયે   પણ   કસ્ટમર
નો   કોલ   ક્યાં   કપાય   છે
ફોનબુક   ભરી   છે   મિત્રોથી   પણ
કોઈનાયં   ઘરે   ક્યાં   જવાય   છે,
હવે   તો   ઘરના   પ્રસંગો   પણ
હાફ – ડેમાં   ઉજવાય   છે .
દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

કોઈ   ને   ખબર   નથી
આ   રસ્તો ક્યાં   જાય   છે
થાકેલા   છે   બધા   છતા ,
લોકો   ચાલતા   જ   જાય   છે .
કોઈક   ને   સામે   રૂપિયા   તો
કોઈક   ને   ડોલર   દેખાય   છે ,
તમેજ   કહો   મિત્રો   શું
આનેજ   જિંદગી   કહેવાય   છે ?
દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

બદલાતા   આ   પ્રવાહમા
આપણા   સંસ્કાર   ધોવાય   છે ,
આવનારી   પેઢી   પૂછશે
સંસ્કૃતી   કોને   કહેવાય   છે ?
ઍક   વાર   તો   દિલને સાંભળો ,
બાકી   મનતો   કાયમ   મુંજાય   છે .
ચાલો   જલ્દી   નિર્ણય   લઇએ
મને   હજુ   સમય   બાકી   દેખાય   છે .
દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?

From :- WhatsApp collection

 More Gazal 

Dec 10, 2016

Khule chhe Barna jyare- barkat virani befam, ખુલે છે બારણાં જયારે- બેફામ,


ખુલે છે બારણાં જયારે ને દાખલ થાઉં છું ઘરમાં.
તો લાગે છે- મને ખુદને જ મળવા જાઉં છું ઘરમાં.

ઘણી વેળા પ્રવેશું છું ને ઠોકર ખાઉં છું ઘરમાં,
ઘણી વેળા જગતના માર્ગને લઇ જાઉં છું ઘરમાં.

ઘણીયે વાર રસ્તામાં નથી મળતો હું કોઈ ને ,
ઘણીયે વાર ઘરથી નીકળી રહી જાઉં છું ઘરમાં.

ફક્ત આ એક બાબતમાં કદી ભૂલો નથી પડતો,
ગમે ત્યાં જાઉં છું, પણ પાછો આવી જાઉં છું ઘરમાં.

જગતથી મુક્ત રહેવાની મને ચાવી મળી ગઈ છે,
કરીને બંધ દરવાજા પુરાઈ જાઉં છું ઘરમાં.

કદી ફરતો રહું છું ને છતાં યે સ્થિર હોઉં છું,
કદી બેસી રહીને પણ બધે અથડાઉ છું ઘરમાં.

કદી જોયા કરું છું શૂન્ય આંખે ખૂણેખુણાને,
કદી મારી નજરથી પણ છુપાઈ જાઉં છું ઘરમાં.

બીજાને શું કે એ વખતે મને પણ હું નથી મળતો,
નથી ઘરમાં કહીને જયારે હું સંતાઉં છું ઘરમાં.

ઘણી વેળા નથી સચવાઈ શક્તી સગવડો મારી,
ઘણી વેળા અતિથિ જેમ હું અકળાઉં છું ઘરમાં.

છબી બદલે હવે ચારે તરફ મારી જ છાયા છે,
દીવાલો પર  હવે તો હું જ ખુદ ચીતરું છુ ઘરમાં.

નથી પડતી જરૂરત મારા માટેના પુરાવાની,
કશા દર્પણ વિના પણ હું મને દેખાઉં છું ઘરમાં.

જગતમાં એના જેવી પારદર્શકતા બીજે ક્યાં છે?
કે એની ભીંતમાંથી પણ હું તો ડોકાઉં છું ઘરમાં.

હું ઘરને રંગુ છું એ તો બધો દેખાવો છે ખાલી,
ખરી રીતે તો એના રંગે હું રંગાઉ છું ઘરમાં.

થશે ખંડેર તો પણ મારી હસ્તી તો હશે બેફામ,
કોઈ પાયાના પથ્થર જેમ હું પુરાઉં છું ઘરમાં.

-  બરકત વિરાણી 'બેફામ'


 More Gazal

Oct 18, 2016

Itna toota hoon ki chhune se bikhar jaunga- Gulam Ali


ઇતના તુટા હું કિ છુને સે બિખર જાઉંગા
અબ અગર ઔર દુઆ દોગે
તો મર જાઉંગા ...

Tumko dekha to ye khayal aaya, Jagjit Singh, તુમ કો દેખા તો યે ખયાલ આયા,


તુમ કો દેખા તો યે ખયાલ આયા ...
ઝિંદગી ધૂપ તુમ ઘના સાયા ...તુમ કો દેખા તો