Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

May 2, 2025

ચીનગારી

 લખાણ whatsaap માં મળેલું છે.

👇👇👇

ચીનગારી🔥

✍️ સડક કિનારે એક 12-13 વર્ષ ની દીકરી તરબુજ વેચતી હતી,,, વિશાલે ગાડી રોકી પૂછયું બેટા તરબુજ કેમ આપ્યા..??

દીકરી એ કહ્યું એક નંગ ના 50  રૂપિયા સાહેબ,, પાંચેક કિલા વજન હસે, પાછળ ની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકા એ કહ્યું... આટલા મોંઘા,, ચાલો આગળ થી લઈશું.... વિશાલે કહ્યું ક્યાં મોંઘા છે,, બજાર થી તો તું વીસ રૂપિયા કિલો મા લઈ આવસ.

ભાવિકા એ કહ્યું તમને ના ખબર પડે,, મને ભાવ તાલ કરવા દો... દીકરી ને કહ્યું 30 નું નંગ આપવું હોઈ તો આપ નહિતર કઈ નય...

દીકરી બોલી આંટી 40 નું તો મને પડે છે,, ચાલો 45 આપી દેજો... એનાથી સસ્તું નહી આપી શકું....!!

ભાવિકા બોલી ખોટું ન બોલ.. દેખ તારો નાના ભાઈ જેવો છે, એના માટે થોડું સસ્તું  કરી આપ.. આમ કહી પોતાના ખોળા મા બેઠેલા ચાર વર્ષ ના દીકરા તરફ ઈશારો કર્યો..

સુંદર બાળક ને જોઇને દીકરી ગાડી તરફ આવી ગાલ પર હાથ ફેરવી કહ્યું સાચેજ મારો ભાઈ ખૂબ સુંદર છે આંટી.

ભાવિકા એ કહ્યું બેટા દીદી ને નમસ્તે બોલ,,, બાળકે પણ પ્યાર થી નમસ્તે દીદી..કહ્યું.

દીકરી એ દરવાજો ખોલી બાળક ને તેળી લીધું.. પૂછયું ભાઈ તારું નામ શું છે..?? દીદી મારું નામ ગોલું છે... કહ્યું સાચેજ તું ગોળ મટોળ છે મારા ભાઈ,,, તરબુજ ખાઈસ..? 

એમ કહી એક તરબુજ લાવી ભાઈ ના હાથ મા આપ્યું,,, પરંતુ વજન હોવાથી હાથ માથી નીચે પડી ત્રણ ચાર ટુકડા થઈ ગયા,, ગોલુ થી પડી ગયું એટલે રળવા લાગ્યો.

બેન બોલી અરે ભાઈ રડ નય, હૂં બીજું લાવી આપું, એમ કહી ને રેકડી પર લેવા ગઈ, ત્યાં સુધી મા ભાવિકા એ ગોલુ ને અંદર લઈ લીધો, દરવાજો બંધ કરી દીધો.

દીકરી આવી ખુલા કાચ માથી તરબુજ આપતા બોલી.. લે ભાઈ આ મીઠું નીકળશે... વિશાલ આ બધી હરકત જોઈ રહ્યો હતો.

ભાવિકા એ કહ્યું જે તૂટ્યું છે એના પૈસા નહી આપું, એ તો તારી ભુલ હતી.

દિકરી હસતા હસતા બોલી આંટી બન્ને માથી એકેય ના પૈસા નથી જોતા, મે તો મારા ભાઈ ને આપ્યું છે... આટલું સાંભળી વિશાલ ને તેની પત્ની બન્ને ચોંકી ઉઠ્યા,, કહ્યું બેટા બન્ને ના પૈસા લઈ લે.. એમ કહી સો રૂપિયા હાથેથી લંબાવિયા, દિકરી ઝડપથી રેકડી પાસે જતી રહી,

વિશાલ નીચે ઉતરી પાસે આવી કહ્યું બેટા પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થઈ જશે.

દિકરી બોલી... મા કહેતી કે જ્યાં સંબંધ ની વાત આવે ત્યાં નફો નુકસાન નહી જોવાનું... તમે ગોલુ ને મારો ભાઈ કહ્યો મને ખૂબ ગમ્યું... મારે પણ ગોલુ જેવોજ ભાઈ હતો પરંતુ....

વિશાલે કહ્યું સુ..સુ થયું હતું તારા ભાઈ ને..? કહ્યું કે જ્યારે એ બે વર્ષ નો હતો ત્યારે રાત્રિ ના તાવ આવ્યો હતો, સવારે મા હોસ્પિટલ લઈ જાય તે પહેલાજ શ્વાસ છોડી દીધો હતો,, એના એક વર્ષ પહેલા પાપા પણ અમને મૂકી ને જતા રહ્યા.. અંકલ મને મારા ભાઈ ની ખૂબ યાદ આવે છે...

ભાવિકા એ કહ્યું બેટા પૈસા લઈલે,,, આંટી હૂં પૈસા તો નહિજ લવ..

ભાવિકા ગાડી મા ગઈ પોતાની બેગ માંથી એક પાઝેબ (ઝાંઝર) ની  જોડ નીકાળી,, જે પોતાની આઠ વર્સ ની દીકરી માટે આજેજ ત્રણ હજાર મા ખરીદી હતી,,, દીકરી ને દેતા બોલી.. તે ગોલુ ને ભાઈ માન્યો છે ને તો હૂં તારી મા કહેવાઇસ,,તો તું ના ન કહેતી.

દીકરી એ હાથ ન લંબાયો તો જબરદસ્તી દીકરી ના ખોળા મા ઝાંઝર મૂકતા બોલી રાખી લે બેટા.. જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધા ની યાદ આવશે... આટલું કહી ઝડપથી ગાડી મા બેસી ગઈ.

દીકરી ને બાય કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી,,, ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા સુ ચીજ છે, થોડા સમય પહેલા પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે બાંધ છોડ કરી રહી હતી, ને થોડીજ ક્ષણો મા આટલી બદલાઈ ગઈ.. જો તો ખરા,,ત્રણ હજાર નું પાઝેબ (ઝાંઝર) આપી દીધું...!!

ત્યાંજ અચાનક વિશાલ ને દીકરી ની વાત યાદ આવી... કે સંબંધ મા નફો કે નુકસાની ન જોવાઈ...

વિશાલ ને થોડા વર્ષો થી પ્રોપર્ટી બાબતે પોતાનાજ ભાઈ સાથે કેસ ચાલી રહ્યો હતો..

તરતજ ભાઈ ને ફોન લગાવ્યો કહ્યું.. ભાઈ હૂં વિશાલ બોલું છું, સામેથી ભાઈએ કહ્યું... ફોન કેમ કર્યો..? વિશાલે કહ્યું ભાઈ મેઈન માર્કેટ વાળી દુકાન તું રાખી લે, બજાર વાળી હૂં રાખીશ,, અને હા મોટો પ્લોટ તું રાખી લે જ્યારે નાનો પ્લોટ હૂં રાખી લઈશ.. હૂં કાલેજ આપણો કેસ ચાલે છે એ પાછો ખેચી લઈશ...

... સામેથી થોડો સમય અવાજ જ ના આવ્યો, પછી મોટા ભાઈ એ કહ્યું,છોટુ આમ કરવાથી તો તને ખૂબજ નુકસાન થશે...?

... ત્યારે વિશાલે કહ્યું આજ મને સમજાણું છે કે સંબંધ મા નફો કે નુકસાન ન જોવાઈ, એક બીજા ની ખુશી જોવાની હોય,,, ફોન મા સામેથી એકદમ ખામોશી છવાય ગઈ, થોડી ક્ષણો પછી વિશાલ ને સામેથી મોટા ભાઈ નો રળવા નો અવાજ સંભળાયો, વિશાલે કહ્યું રડી રહ્યા છો ભાઈ...?

મોટાભાઈ એ કહ્યું એટલા પ્રેમ થી વાત કરી હોત તો બધુજ તને આપી દેત,

ઘરે આવીજા પ્રેમ થી બેસીને વાતો કરીશું, આટલી કડવાહટ ...થોડા મીઠા સબ્દો બોલતા ક્યાં ચાલી ગઈ ખબરજ ન પડી...

કાલ.. જો એક ઈંચ જમીન માટે લડતા હતા... એ આજ બધુજ દેવા તૈયાર થઈ ગયા.

કહાની નો સાર 👇👇

ત્યાગ ની ભાવના રાખીએ, અગર હંમેશા દેવા માટે તત્ત્પર રહીશું તો સામેવાળા નું હૃદય પરિવર્તન થશે જ,,,, સંબંધ મા ક્યારેય નફો કે નુકસાન નહી જોવાનો,

... મિત્રો અપનોકો કરિબ રખને કે લિયે અહંકાર છોડકર, નીષપક્ષ પ્રેમ કરના પડતા હૈ...🙏

✒️🦁🦁🦁🦁

Feb 24, 2025

Pela Pela Jug ma rani ... પેલા પેલા જુગમા રાણી

પે’લા તે પે’લા જુગમા રાણી,

તુ હતી પોપટી ને, અમે રે પોપટ રાજા રામનાં

હોજી રે અમે રે પોપટ રાજા રામનાં.

ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે
સૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળા
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
તોયે ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં


હે… બીજા-બીજા જુગમાં રાણી,
તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં,
મધરાતે વનમાં પારધી એ ફાંસલો બાંધ્યો
પડતાં છાંડ્યા મારા પ્રાણ રાણી પીંગળા
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
તોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે….ત્રીજા ત્રીજા જુગમા રાણી
તું હતી બ્રાહ્મણીને અમે રે તપેશ્વર રાજા રામના
ખંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાં ત્યારે,
ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા,
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
તોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

ચોથા ચોથા જુગમા રાણી
તું હતી પીંગળા ને અમે રે ભરતરી રાજા રામનાં
હે…. ચાર ચાર યુગમાં વાસ હતોને
તોય ના હાલી મારી સાથ રણી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

Jul 14, 2024

Raghupati Raghav Raja Ram... , રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ

રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ

સીતારામ, સીતારામ, ભજ પ્યારે તું સીતારામ 

રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ


ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન 

રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ

સીતારામ, સીતારામ, ભજ પ્યારે તું સીતારામ


રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશુ હરિ નું નામ

કરતા જઈએ ઘર નાં કામ લેતા જઈએ હરિ નું નામ. 


રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ

સીતારામ, સીતારામ, ભજ પ્યારે તું સીતારામ


રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ

Jul 13, 2024

ગુજરાતી ભાષા નો ઈતિહાસ, History of Gujarati language

 

ગુજરાતી ભાષાનો જન્મ ઈ.સ. ૧૧૩૫માં થયો. 


ગુજરાતી ભાષાનો સર્વ પ્રથમ વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન હતો જે ઈ.સ. ૧૧૩૫ માં લખાયો. ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા ભરતેશ્વર બાહુબલી રાસ હતી જે ઈ.સ. ૧૧૮૫માં લખાઈ.


વિસ્તૃતમાં: -

પુર્વાધ (પૂર્વ ભુમિકા): -

તત્કાલિન સ્વતંત્ર રાજ્ય ગુર્જર પ્રદેશ (પ્રવર્તમાન ગુજરાત રાજ્ય)માં સોલંકી વંશના સંસ્થાપક અને પ્રથમ શાસક મૂળરાજ સોલંકી (જન્મ : - ઇ.સ. ૯૪૦, મૃત્યુ :- ઇ.સ. ૧૦૦૮), (આયુષ્ય :- ૬૮ વર્ષ) ને તત્કાલિન સ્વતંત્ર રાજ્ય માળવા (પ્રવર્તમાન મધ્ય પ્રદેશ રાજ્ય)ના પરમાર વંશના આઠમા શાસક વાકપતિ મુન્જ (પૃથ્વી વલ્લભ) (જન્મ : - ઈ.સ. ૯૪૮ , મૃત્યુ :- ઈ.સ. ૧૦૧૦), (આયુષ્ય :- ૬૨ વર્ષ)ને પોત-પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે વિસ્તારવારની નીતિને કારણે ઈ.સ. ૯૭૨થી ઈ.સ. ૯૯૦ વચ્ચેના ૧૮ વર્ષ માં લગભગ ૮ વાર યુદ્ધ થયાં હતાં. આ શત્રુતા તેમના વંશની આઠ-આઠ પેઢી સુધી ચાલતી રહી.


અંતમાં સતત ૪૮ વર્ષ સુધી ગુજરાત રાજ્યનું સ્થિર શાસન કરનાર, ગુજરાતના ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાતાં અને બર્બરીક જીષ્ણુ અને સિધ્ધરાજ એવા અનેક ઉપનામ મેળનાર તથા પ્રત્યેક યુદ્ધ સદા-સર્વદા હિમાલય પર્વતની જેમ અપરાજેય રહેનારા સોલંકી વંશના મહાપરાક્રમી અજેય રાજા સિદ્ધરાજ જયસિંહ (જન્મ : - ઈ.સ. ૧૦૮૦, મૃત્યુ :- ઈ.સ. ૧૧૪૪, વિક્રમાદિત્ય સંવત્સર :- ૧૨૦૦, કૃતિકા (કારતક) શુક્લ (સુદ) દ્વિતિયા (બીજ) એટલે કે ભાઈબીજનો દિવસ), (આયુષ્ય : - ૬૪ વર્ષ) અને પરમાર વંશના યશવર્મન/અનંતવર્મન ( શાસન કાળ : - ઈ.સ. ૧૦૩૦ - ઈ.સ. ૧૦૪૨) સમકાલીન શાસકો હતા.


મૂળ વિષય વસ્તુ :-

ઈ.સ. ૧૦૯૨માં સિધ્ધરાજ જયસિંહની ઉંમર ૧૨ વર્ષ હતી ત્યારે સતત ૨૮ વર્ષથી સ્થિર શાસન કરી રહેલાં તેમના પિતા કર્ણ દેવ સોલંકીનું ૫૪ વર્ષની ઉંમરે મૃત્યુ થયું. સિધ્ધરાજ જયસિંહ હજું ૧૬ વર્ષના થયા ન હતાં તેથી તેમના માતા રાજમાતા મિનળદેવી રાજ્યનો કારભાર સંભાળતા હતાં. ઈ.સ. ૧૦૯૬માં સિધ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક થયો અને ૪૮ વર્ષ સુધી અખંડ શાસન કર્યું. આ દરમિયાન અનેક યુધ્ધ થયાં પરંતુ સિધ્ધરાજ જયસિંહ સદા સર્વદા અપરાજિત રાજા રહ્યા.


ઈ.સ. ૧૧૩૫માં રાજમાતા મિનળદેવી ભગવાન શ્રી કૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારિકાની તીર્થ યાત્રાએ ગયા અને પાછા વળતાં સમયે સિધ્ધરાજ જયસિંહ પોતાની માતાને સામેથી તેડવા ગયા.


ધંધુકા નગરમાં મા-દીકરાનો સુખદ મેળાપ થયો પરંતુ ત્યાં જ ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા હતા કે રાજાની ગેરહાજરી હોવાથી રાજધાની "અણહિલવાડ" (પ્રવર્તમાન પાટણ નગર) ઉપર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનએ સમસ્ત સૈન્ય સહિત પૂર્ણ શક્તિથી આક્રમણ કર્યું હતું. એકપણ યુદ્ધ ન હારેલા રાજા સિધ્ધરાજ જયસિંહ ફરી એકવાર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનને પરાજિત કરે છે. (ઈ.સ. ૧૧૩૫). હારેલો રાજા જીતેલા રાજાની આધિનતા સ્વીકારે છે અને પ્રત્યેક વર્ષ ખંડણી ભરવાનું નક્કી કરે છે, પરંતુ હારેલો રાજા યશવર્મન/અનંતવર્મન જીતેલા રાજા સિદ્ધરાજ જયસિંહને મહેણું મારે છે, "હે રાજન! તારા સમૃદ્ધ ગુર્જર પ્રદેશમાં તમારા રાજ્યની કોઈ રાજ ભાષા નથી?" આટલું સાંભળતા જ જલવંત જીતનો નશો ચકનાચૂર થઈ ગયો. સિધ્ધરાજ જયસિંહ આખી રાત સુઈ ન શક્યો.


ગુજરાતી ભાષાની રચના 

પ્રભાત થતાં જ સિધ્ધરાજ જયસિંહનો નવી ભાષા બનાવે તેવા વિદ્વાન મહાપુરુષ જૈનાચાર્ય કલિકાલજ્ઞ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો ભેટો થયો. સંસ્કૃત, પ્રાકૃત, અને પાલી એમ ૩ ભાષાના વ્યાકરણનો શુક્ષ્મતાપુર્વક ઊંડો અભ્યાસ કરીને હેમચંદ્રાચાર્ય એ ઈ.સ. ૧૧૩૫માં ગુજરાતી ભાષાની રચના કરી.


સમાપન

તે સમયે હાથીની અંબાડી ઉપર બેસાડીને સર્વોચ્ચ સન્માન અપાતું હતું. હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત વ્યાકરણ ગ્રંથ "સિધ્ધ હેમ શબ્દાનુશાસન" ને હાથીની અંબાડી ઉપર સ્થાપિત કરીને તે સમયે ૧,૦૦,૦૦૦ ની વસ્તી ધરાવતા "અણહિલવાડ પુર" (પાટણ)માં તેની શોભાયાત્રા કાઢવામાં આવી. તે સમયે લગભગ ૧૫૦૦ જૈન સાધુઓએ આ ભાષા સમગ્ર ગુજરાત રાજ્યમાં શીખવી અને માત્ર ૫૦ વર્ષ પશ્વાત ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા ભરતેશ્વર બાહુબલી રાસ પણ લખાઈ. (ઈ.સ. ૧૧૮૫).

સંકલનકર્તા અજ્ઞાત 

As received

Mar 25, 2024

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી, ઉંઢળ માં આભ લેતી,

છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી.

લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.  

પ્રેમે થી પાયે લાગું, આશિષ આજ માંગુ મારી, મોગલ માડી.   

                                                         લળી લળી પાય લાગું…..

એક દી તો આઇ આવો, દર્શન રૂડા દિખાવો,

હૈયા ને હરખાવો મારી,  મોગલ માડી.  

                                                           લળી લળી પાય લાગું ..


મોગલ છે દેવ એવી, સુર નાગ નારે સેવી,

તને કેવડીક કહેવી, મારી મોગલ માડી 

લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.

Mar 30, 2023

ફિકર ના કર

 ફિકર ના કર, વધારેમાં વધારે શું થવાનું છે?

વધાવી લે મુસીબતને, કદમ એ મોખરાનું છે,


ભલા માણસ! વ્યથાને ગોખવાથી શું ફરક પડશે?

સહન થોડું કરી લે ને, દરદ તારા ગજાનું છે!


સફળતા બેવફા થઈને, અહમ પોષતી રહેશે!

સરળતામાં કદીયે ક્યાં કશું પોષવાનું છે?


નથી માલૂમ એ પડતું, મજાનું શું હશે કારણ?

ભલેને હોય જે કારણ, ગમે છે તો મજાનું છે!


હલેસું આખરી પણ છૂટશે, મઝધારમાં "અંતર"!

સ્મરણમાં રાખજે બસ એટલું, કે જીતવાનું છે!!!


~ સુનિલ રાચાણી "અંતર", મીઠાપુર.

બે વેવાઈ વચ્ચેનો સંવાદ

બે વેવાઈ વચ્ચેનો રોચક સંવાદ..

દિકરીના પિતા: કેમ છો? વેવાઇજી, અમારા કુળનો દિપક હવે તમારે ત્યાં પ્રગટે છે.. અમારે ત્યાં અંધારું

દીકરાના પિતા : બસ તમારી મોકલેલી લક્ષ્મીની કૃપાથી હેમખેમ છું, દિપક તો તમારો છે અને હંમેશા રહેશે હું તમે પૂરેલા દિપકમાં સંસ્કારરૂપી ઘી ને કઈ રીતે છીનવી શકું, એ તમારે ત્યાં તમે ચાહો ત્યારે અજવાળું કરવા આવતી રહેશે એ મારું વચન છે, બસ હું તો એ ઝાંઝરનો ઝણકાર લઈ ગયો છે જે મારા ઘરને રણકારતું રહેશે, 

દિકરીના પિતા: સો દીકરા હોવા છતાં એક લાડકીની ગરજ બહુ સાલે હો વેવાઇજી,

દીકરાના પિતા: અરે પૂછશો જ નહી વેવાઇજી, જયારે પુત્રવધુ થોડા દિવસ માટે પણ ઘરે ના હોય ત્યારે ઘર બહુ ખાવા દોડે, ના કોઈ હરખ કરવા વાળું હોય, ના રસોડામાં કંઈક નવીન હોય, ના કોઈ શોરબકોર હોય,ના કોઈ નવીન વાત હોય, ઘર તો જાણે ઘર નહી મકાન લાગે, બધા સવારથી પોત પોતાના કામે લાગીને રાતે આવીને સુઈ જાય બસ જીવવા ખાતર દિવસ પસાર થાય, મનમાં ઘણો ખાલીપો લાગે હો,

દિકરીના પિતા : તમારી થોડા સમય માટે આ પરિસ્થિતિ થતી હોય તો હું તો આખી જિંદગી દિકરીના વિયોગના  આ દુઃખને લઈને ફરું છું.બહુ એકલું એકલું લાગે છે, 

દીકરાના પિતા: તેમના ખભે હાથ મૂકી,વેવાઈજી મે ફક્ત દિકરી જ નથી લીધી તમને મારો દીકરો પણ આપ્યો છે અને એ પણ તમારો જ છે, જેટલો હક મારો તમારી દિકરી પર છે,તેટલો જ તમારો હક મારા દીકરા પર છે.

દિકરીના પિતા: સુખ દુઃખ,સારા ખોટા પ્રસંગે, માંદગીમાં કે અંતરની વાત કરવી હોય તો દિકરી યાદ આવે હો, અને હા ઘરની લક્ષ્મીની ગેરહાજરીમાં કઈ પણ કરેલું વ્યર્થ જ ગણાય..

દિકરાના પિતા: શું કહું વેવાઇજી વાત જ ના પૂછો, દીકરા તો સવારે ટિફિનના ડબલા લઈને જતા રહે છે, શું આશા રાખો તમે તેમની પાસે?થોડીક પણ તબિયત લથડે તો વહુ દોડે, દવા કરે,માથે હાથ ફેરવે,બિચારીએ જિંદગીમાં ના કરેલું એ કરે, મળ-મૂત્ર સાફ કરવામાં એ ના ખચકાય,તમે સારા ખોટા પ્રસંગોની વાત ક્યાં કરો છો વેવાઇજી, ઘરની લક્ષ્મી વગર તો, ના કોઈ રોનક હોય ના કોઈ દેવનું આગમન થાય. એટલે તો કહું છું તમે તો એ મજબૂત પિતા છો તેમને પોતાનો કાળજાનો કટકો મને સોંપી દીધો, 

દિકરીના પિતા: વેવાઈની સામે લાચારીથી જોઈ,ખુશનસીબ છું હું અને મારી દિકરી કે સ્વર્ગ કરતા એ સોહામણું સાસરું મળ્યું અને દેવ જેવા સસરા મળ્યા,

દીકરાના પિતા: વેવાઇજી તમારી આગળ મારી શું કિંમત તમે તો દાતા છો, જીગર કરી તમારું પોતાનું ધન મને વગર સ્વાર્થે સોપો છો અને હું યાચક છું જે તમારે ત્યાં લેવા આવ્યો છું. તો લાચાર તો હું થયો ને?? ના ભૂલશો તમારો હાથ હંમેશ ઉપર રહેશે.. હું તમારો ઋણી રહીશ. 

અને બન્નેની આંખમાં હરખના આસું હતા..

Jan 15, 2023

ઓધાજી એ મારા વ્હાલાને- Bhajan E Odhaji e

હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
હે મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી


મથુરા ના રાજા થયા છો
ગોવાળો ને ભુલી ગયા છો
માનીતી ને ભુલી ગયા છો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી

એક વાર ગોકુળ આવો
માતાજી ને મોઢે થાવો
ગાયો ને હમ્ભાળી જાઓ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજાને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈય્યા ધારણ
એ ગુણ ગાય ભગોચારણ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે 

Sep 3, 2022

Story: Gathiya 100 gm.

 અચાનક.....મેં કાર ને બ્રેક મારી...

મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે..

મરવા નીકળ્યા છો..?   આવી રીતે રોડ ક્રોસ થાય ?

અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે 

પડી ગયા..


હું નીચે ઉતર્યો....દાદા નો હાથ પકડ્યો....દાદા નો હાથ ગરમ.. ગળે ને માથે હાથ મુક્યો...એ પણ એકદમ ગરમ.. દાદા તાવ થી ધ્રુજતા હતા...મને મારા બોલવા ઉપર પસ્તાવો..થયો...


મેં દાદા નો હાથ પકડી કાર માં બેસાડ્યા....દાદા આટલો તાવ હોવા છતાં..રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો....

અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો..અને તમારા પરિવાર ના કોઈ સભ્ય નો નંબર આપો..હું..તેને દવાખાને..બોલાવી લઉં...


દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યા....

મેં કીધું..દાદા..એકલા રહો છો ?


હા.એટલું જ બોલ્યા...


પરિવાર મા કોઈ...?


કોઈ નથી ?...પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા...


હું..અમારા ફેમિલી  ડૉક્ટર પાસે લઈ ગયો...

ડૉક્ટર મારી સાથે દાદા ને જોઈ બોલ્યા... પંડ્યા દાદા..

આરામ કરવાનું કીધુ..હતું...ફરીથી એકલા બહાર નીકળ્યા..?


મેં ડૉક્ટર સામે જોઈ કીધુ....તમે ઓળખો છો.દાદા ને ?


હા.. સારી રીતે...હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આતો અમારા પંડ્યાદાદા..છે...


ડૉક્ટર..દાદા નો તાવ..માપી..કીધુ....દાદા ની ઉમ્મર પ્રમાણે...દાખલ કરવા હિતાવહ લાગે છે...


પણ તેનો પરિવાર ?

ડૉક્ટર તેની રૂમ ની અંદર મને લઈ ગયા...અને કીધુ.. દીકરો વહુ છે..પણ તેમના થી જુદા થઈ ગયા છે..દાદા ને ગાંઠિયા 

બહુ ભાવે... છે...દીકરો વહુ...ગાંઠિયા લાવે નહીં....ઝાડા થશે તો કોણ સાફ કરશે..એવી દલીલો કરે....

ઘડપણ છે..જુદું..જુદું ખાવા ની ઈચ્છા પણ થાય....દાદા ને અઠવાડીયા માં બે વખત ગાંઠિયા જોવે...જ..એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા...

ત્યાં સુધી વાંધો ન હતો...


એક દિવસ..દીકરો વહુ બોલ્યા..તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દયો.....દાદા એ કીધુ..હું..મરી જાઉ પછી..મિલકત તમારી જ છે....મારા જીવતા એ નહીં બને....


દીકરો કહે કેમ ના બને ?


દાદા...કહે..તું નોકરી એ લાગ્યો..લગ્ન કર્યા....ભણાવી ને તૈયાર અમે કર્યો..અત્યારે પગાર મારા ખાતા માં જમા કરાવે છે...કે તારા ખાતા માં ?

રોકાણ કે ફિક્સ..મારા નામે લે છે..કે તારી પત્ની અને બાળકો ના નામે ?  કોઈ દિવસ મારા માટે ધોતી..કે તારી માઁ માટે સાડી લાવ્યો ?...જો તું બધું તારા પરિવાર નું વિચારતો હોય..તો મારે પણ મારૂ કેમ ન વિચારવું ?


બસ....આ નાની બાબત ઉપર..દીકરા વહુ..જુદા થઈ ગયા....એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા..દાદા..એકલા પડી ગયા ....આમ તો હું કોઈ ના ઘરે....વિઝીટ માં નથી જતો..પણ દાદા નો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો..કારણ કે તમણે  મારા ઉપર વિશ્વાસ મુક્યો હતો...


ડોક્ટર  દાદા સામે જોઈ બોલ્યા.. દાદા....ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ? દાદા..આવા તાવમા પણ હસી પડ્યા...


હું બાજુ માં ગયો...માથે હાથ ફેરવી કિધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ?...ગાંઠિયા નો તાવ હોય તો કહો હું લઈ આપું...


દાદા....એ મારો હાથ પકડી..કીધુ..બેટા  100ગ્રામ.....


મેં ડોક્ટર સામે જોયું....

ડોક્ટર સાહેબ...હસી ને મને હા પાડી ..એમણે દાદા ને અંદર ના રૂમ માં સુવાડી.. ઇંજેકશન આપ્યું.. અને કહ્યું....આરામ કરો..ત્યાં...સુધી મા..પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવે...


હું ઝડપ થી ગાંઠિયા લેવા ગયો...ગાંઠિયા લઈ ને હું પાછો આવ્યો...ડોક્ટર મારી રાહ જોતા હતા....હું દોડી અંદર ગયો...ડોક્ટર કહે..રેહવા દ્યો....પ્રતિકભાઈ


મેં કીધું..કેમ શુ થયું..? સાહેબ

દાદા...હવે આ દુનિયા માં નથી રહ્યા....મારા હાથ માંથી ગાંઠિયા નું પેકેટ નીચે પડી ગયું...


ફક્ત એક..કલાક ના અજણયા સંબંધો હતા છતાં..પણ હું..મારા આંસુ ને રોકી શક્યો નહીં.....

જે માઁ બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય...એ આવી રીતે  ઘડપણ મા તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે ?


મેં ઑફિસે ફોન કરી.કીધુ....આજે..મારા દાદા નું

શ્રાદ્ધ..છે..હું ઑફિસે નહીં આવી શકું


ડોક્ટર સાહેબ...બોલ્યા..ભાઈ પ્રતિક ....તેં એક..માનવતા નું કામ કર્યું છે.....આજે મારૂ દવાખાનું પણ દાદા ના માન મા બંધ રહેશે....


ડોક્ટર સાહેબ બોલ્યા.... પ્રતિકભાઈ...તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી...

તેમના પુત્ર નો મોબાઈલ નંબર મારી પાસે..છે આપણે. તેને જાણ કરી  દઈએ....


અગત્ય ની વાત એ છે...દાદા એ તેમના વકીલ નો નંબર ડોક્ટર સાહેબ ને આપી ને ગયા હતા...અને કીધુ હતું...મારા દેહાંત પછી...મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે...તે ઈચ્છા પૂરી કરવા ની જવબદારી 

ડૉકટર સાહેબ તમારી..છે..

મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે...


દાદા ના વિલ પ્રમાણે..તેમની મિલકત નો 75% હિસ્સાની રકમ માંથી એક ગાંઠિયા અને ચા ની દુકાન ખોલવી..ત્યાં રોજ..ઘરડા અને ગરીબ વ્યક્તિ ને..મફત મા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી....

ગાંઠિયા ની દુકાન નું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.....

બાકી ના 25 % રકમ માંથી ગરીબ વ્યક્તિઓ ને તમારે  દવા આપવી..


મેં કીધું...વાહ દાદા..વાહ...

આનું નામ સાચું દાન... 


આપણા મર્યા પછી...શ્રાદ્ધ કરવું હોય તો કરે ...ન કરવું હોય તો કાંઈ નહીં....જીવતા સાચવો...સ્વર્ગ માં કોઈ ટિફિન વ્યવસ્થા નથી...


મિત્રો

મરતી વખતે ગંગા જળ ની કોઈ જરૂર તેઓ ને નથી..

ઘરડી વ્યક્તિઓ ને  ભાવતી વસ્તુ તેમના જીવતા આપો.. 

એટલે  એ તૃપ્ત થઇ જશે..

Feb 7, 2022

Madhav kyay nathi madhuvan ma

Phul kahe bhara ne,

Bhamro vat vah gunman ma 

Madhv kyay nathi madhuvan ma ...


kalindi na jal par zuki, puchhe kadamb Dali,

yad tane besi ahi vata'ta vanmali,

Lahar vamal ne kahe, vamal e vat smare spandan ma,
Madhav kyay nathi madhuvan ma

Koi na mage Dan na koi ni,
aan na vate farti,
Koi have lajja thi hasta rav kadi kya karti,
Nandan kahe jasomati ne Mata lal zare lochan ma
Madhav kyay nathi madhuvan ma, 
Shir par goras matuki mari vat ne Keme khuti, 
Ab lag kankar ek na vagyo, Gaya bhagya muj futi,
Kajal kahe aankho ne aankho vat vah anshuan ma 
Madhav kyay nathi madhuvan ma.

Poshi Punam

પોષ મહિના ની પૂનમ.

ભાઇ બહેન નો તહેવાર. 

આ દિવસે બહેન ભાઇ માટે ઉપવાસ કરે છે.

ભાઇ ને પુછી ને ઉપવાસ પુર્ણ કરે છે.


Mar 28, 2021

What is dream : સ્વપ્ન એટલે...

ગુજરાતી સાહિત્યની રચનાઓ . . . વાંચવી ગમશે . . . 

બે કે ત્રણ લીટી ઘણું કહી જાય છે . . . 


૧. સ્વપ્ન એટલે તારા વગર, તને મળવું . 


૨. એક નફરત છે જે લોકો એક પળમાં સમજી જાય છે 

અને

એક પ્રેમ છે જેને સમજવામાં વર્ષો નીકળી જાય છે . 


૩. ક્યાંક તડકો દેખાય તો કહેજોને . . .

રૂ જેવી હલકી અને ભીંજાઇ ગયેલી

ગેરસમજોને સૂકવવી છે . . . !!


૪. સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો , , ,

સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો . . . !!


૫. શિયાળો એટલે 

સતત કોઇની "હુંફ " ઇચ્છતી એક પાગલ ઋતુ


૬. મળીએ ત્યારે આંખમાં હરખ . . .

અને

અલગ પડતી વેળાએ આંખમાં થોડી ઝાકળ


૭. અમુક રાતે તમને ઊંઘ નથી આવતી , , ,

અને

અમુક રાતે તમે સુવા નથી માંગતા . . . !!


 

૮. વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે,

ક્યાંક અઢળક પણ ઓછું પડે,

અને ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે .


૯. સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે,

ચાલો, વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ .


૧૦. પ્રેમ અને મોતની પસંદગી તો જુઓ , , ,

એકને હૃદય જોઈએ તો બીજાને ધબકારા . . . !!


૧૧. મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો , , , 

પણ ખાલી દિલ તુટ્યું હતું , , ,

એટલે ક્લેઈમ પાસ ન થયો . . . !!



૧૨. ગરમ ચા જેવા મગજને ઠંડું કરવાનો ઉપાય . . .? 

પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો . . . !!

Feb 26, 2021

Char Paisa : ૪ પૈસા.. એટલે શું .?

૪ પૈસા.. એટલે શું .?


*છોકરો કાંઈક કમાશે તો, 4 પૈસા ઘર માં આવશે.*

*4 પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..*

અથવા,

*4 પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે..*


તો સવાલ છે કે, 

આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં ?

4 પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ.


પહેલો પૈસો *કૂવા* માં નાંખવાનો. 

બીજા પૈસા થી *પાછળનું દેવું* (કરજ) ઉતારવાનું. 

ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું.

ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો....


હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ.


1. એક પૈસો કૂવા માં નાંખવાનો.

એટલે કે, પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો.


2. બીજો પૈસો પાછળ (પિતૃઓ)નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો.પોતાના માતા પિતાની સેવા માટે. તેમણે આપણું જતન કર્યું, પાલન પોષણ કરી મોટા કર્યા તો, તે કરજ ઉતારવા માટે.

3. ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો*

પોતાના સંતાનને ભણાવી, ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે. (એટલે કે ભવિષ્યનું દેવું)


4. ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો.*

એટલે કે, શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે ..!

આ છે, 4 પૈસા કમાવાની વાત. કેટલી ઊંડાઈ હોય છે આપણી આ પ્રાચીન વાતોમાં ..!

Sep 30, 2020

Gazal-Befam, Jivan no Marg chhe, જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી :-બેફામ

સપના રૂપેય આપ ન આવો નજર સુધી; 
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
-’બેફામ’

Sep 8, 2020

Halardu, Hala karu, હાલરડુ- હાલા કરું હું વાલા કરું, ઘનશ્યામ તમને વાલા કરું

હાલા કરું હું વાલા કરું, 

ઘનશ્યામ તમને વાલા કરું (૨)


ફરકંતી ફુદરડી પારણે  બંધાવુ

ઘમકંતી ઘુઘરી હીરે જડાવુ

રેશમી દોરી એ ઝુલાવુ રાજ

ઝુલાવુ રાજ તમને ઝુલાવુ રાજ

હાલા કરું હું વાલા કરું, 

ઘનશ્યામ તમને વાલા કરું


ચાંદામામા ની વાર્તા સંભળાવું,

ગલી-ગલી કરતાં ખીલ ખીલ હસાવુ

મીઠું મીઠું હસતા હિચાવુ રાજ

હિચાવુ રાજ તમને હિચાવુ રાજ

હાલા કરું હું વાલા કરું, 

ઘનશ્યામ તમને વાલા કરું


 પોચા પોચા પેલા પોઢણીયા લાવું,

સૂવા સુંવાળા નવા વાલા પહેરાવું

પ્રેમે  થી પાય લાગી પોઢાડુ રાજ

 પોઢાડુ રાજ તમને પોઢાડુ રાજ

હાલા કરું હું વાલા કરું, 

ઘનશ્યામ તમને વાલા કરું

Kanudo kalo kalo Radha chhe Gori Gori

Kanudo kalo kalo

Radha chhe Gori Gori .. 

chhe ek naval Kishor, 

chhe ek Naval kishori

Kanudo kalo kalo

Radha chhe Gori Gori


Man vash Kari ne jota 

sudhdha prem zankhi thaye 

sudhdha prem zankhi thaye 

Agnani jiv Jaye (2)

Jyan mandu Jay Dori ...

Kanudo kalo kalo

Radha chhe Gori Gori


Chhe prem sarv vyapi, 

vahemijano su Jane 

Vahemijano su Jane 

Agnani ne anadi 

unghansi ne aghori

Kanudo kalo kalo

Radha chhe Gori Gori


Ghayal gati ne ghayal

 je hoy the j Jane, 

Je hoy te j Jane

Koi gayu muj dhole din hraday chori

Kanudo kalo kalo

Radha chhe Gori Gori






Sep 6, 2020

Halardu- Hala karu Ghanshyam tamne vala karu

 Hala karu hu vala karu ...

Ghanshyam tamne vala karu ... (2)


Farkanti fudardi parne bandhavu

Ghamkanti ghughri here jadavu ...

Reshmi Dori e julavu Raj 

Julavu raj tamne julavu Raj

 Hala karu hu vala karu ...

Ghanshyam tamne vala karu ... (2)


Chanda mama Ni varta sambhlavu

Gali Gali karta khil khil hasavu 

Mithu mithu hasta hinchavu Raj 

Hinchavu raj tamne hinchavu Raj....

 Hala karu hu vala karu ...

Ghanshyam tamne vala karu ... (2)


Pocha pocha pela podhadiya lavu 

Suva suvala Nava vava paheravu 

Prem thi Pay lagi podhadu Raj 

Podhadu Raj tamne podhadu Raj.....

 Hala karu hu vala karu ...

Ghanshyam tamne vala karu ... (2)






Jul 17, 2020

Stuti : Karar Vinde padar vinde, કરાર વિન્દેન પદારવિંદમ્ મુખારવિંદે વિનિવેશ્યનતમમ્

કરાર વિન્દેન પદારવિંદમ્ 
મુખારવિંદે વિનિવેશ્યનતમમ્
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં, 
બાલં મુકુન્દમ્ મનસા સ્મરામિ

શ્રીકૃષ્ણ ગોવિન્દ હરે મુરારે, 
હેનાથ નારાયણ વાસુદેવ
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ,  
ગોવિન્દ દામોદર માધવેતિ

વિક્રેતુ કામાખિલ ગોપકન્યા, 
મુરારિ પાદાર્પિત ચિત્તવૃત્તિ:
દધ્યાદિકમ્ મોહવશાત્ વોચદ, 
ગોવિન્દ દામોદર માધવેતિ

ગૃહે ગૃહે ગોપવધુકદમ્બા: 
સર્વે મિલિત્વા સમવાય યોગે
પુણ્યાનિ નામાનિ પઠંતિ નિત્યમ્, 
ગોવિન્દ દામોદર માધવેતિ

સુખમ શયાનામ નિલયે નિજેપિ  
નામાનિવિષ્ણો : પ્રવદંતિ મર્ત્યા:
તે નિશ્ચિત તન્મયતામ્  વૃજન્તિ, 
 ગોવિન્દ દામોદર માધવેતિ

જિહ્વે સદૈવમ ભજ સુન્દરાણિ,  
નામાનિકૃષ્ણસ્ય મનોહરાણિ.
સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ, 
ગોવિન્દ દામોદર માધવેતિ

સુખાવસાને ઈદમેવ સારમ, 
દુખાવસાને ઈદમેવ  ગેયમ
દેહાવસાને ઈદમેવ જાપ્યમ્, 
ગોવિન્દ દામોદર માધવેતિ

શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ, 
ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો

જિહ્વે પિબસ્વા મૃતમેતદેવ, 
ગોવિન્દ દામોદર માધવેતિ
For lyrics in English click below: 
https//qualityatquality.blogspot.com/2020/07/kararvinden-padarvindam.html

May 25, 2020

Gujarati- Question with different answers, પ્રશ્ન એક અર્થ અનેક

ગુજરાતી સાહિત્ય

પ્રશ્ન એક અર્થ અનેક :
ક્યારેક પુછાતા પ્રશ્નોના અનેક અર્થ નીકળે, પુછવા નો અર્થ પણ સાઈલન્ટ હોય :
૧) ખીચડી વઘારી નાખી ?
 જલ્દી કરવા કહેવાયું / ખીચડીની રાહ જુએ છે....

૨) ખીચડી વઘારી નાખી ? (આશ્ચર્યની સાથે)
વાહ( એટલી વારમાં ?) શું વાત છે...

૩) ખીચડી વઘારી નાખી ?
ઓહ , ન કર્યું હોત તો કદાચ બીજી અપેક્ષા હોય ...

પ્રશ્ન પુછનાર ના બોલવાનાં ટોન અને ભાવ થી જ પુછવાનું તાત્પર્ય સમજાય

આમ, ગુજરાતી ભાષામાં આવું તો ઘણું બધું છે...
બાકીનું ફરી ક્યારેક..

May 21, 2020

Devayat Pandit, Aagam vani : આગમવાણી : દેવાયત પંડિત

આગમવાણી : દેવાયત પંડિત

બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;

ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;

જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !

ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત

ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;

જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !

વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;

નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;

જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !

વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;

નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;

જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !

દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;

વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે

જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!

-દેવાયત પંડિત