Showing posts with label બેફામ. Show all posts
Showing posts with label બેફામ. Show all posts

Dec 10, 2016

Khule chhe Barna jyare- barkat virani befam, ખુલે છે બારણાં જયારે- બેફામ,


ખુલે છે બારણાં જયારે ને દાખલ થાઉં છું ઘરમાં.
તો લાગે છે- મને ખુદને જ મળવા જાઉં છું ઘરમાં.

ઘણી વેળા પ્રવેશું છું ને ઠોકર ખાઉં છું ઘરમાં,
ઘણી વેળા જગતના માર્ગને લઇ જાઉં છું ઘરમાં.

ઘણીયે વાર રસ્તામાં નથી મળતો હું કોઈ ને ,
ઘણીયે વાર ઘરથી નીકળી રહી જાઉં છું ઘરમાં.

ફક્ત આ એક બાબતમાં કદી ભૂલો નથી પડતો,
ગમે ત્યાં જાઉં છું, પણ પાછો આવી જાઉં છું ઘરમાં.

જગતથી મુક્ત રહેવાની મને ચાવી મળી ગઈ છે,
કરીને બંધ દરવાજા પુરાઈ જાઉં છું ઘરમાં.

કદી ફરતો રહું છું ને છતાં યે સ્થિર હોઉં છું,
કદી બેસી રહીને પણ બધે અથડાઉ છું ઘરમાં.

કદી જોયા કરું છું શૂન્ય આંખે ખૂણેખુણાને,
કદી મારી નજરથી પણ છુપાઈ જાઉં છું ઘરમાં.

બીજાને શું કે એ વખતે મને પણ હું નથી મળતો,
નથી ઘરમાં કહીને જયારે હું સંતાઉં છું ઘરમાં.

ઘણી વેળા નથી સચવાઈ શક્તી સગવડો મારી,
ઘણી વેળા અતિથિ જેમ હું અકળાઉં છું ઘરમાં.

છબી બદલે હવે ચારે તરફ મારી જ છાયા છે,
દીવાલો પર  હવે તો હું જ ખુદ ચીતરું છુ ઘરમાં.

નથી પડતી જરૂરત મારા માટેના પુરાવાની,
કશા દર્પણ વિના પણ હું મને દેખાઉં છું ઘરમાં.

જગતમાં એના જેવી પારદર્શકતા બીજે ક્યાં છે?
કે એની ભીંતમાંથી પણ હું તો ડોકાઉં છું ઘરમાં.

હું ઘરને રંગુ છું એ તો બધો દેખાવો છે ખાલી,
ખરી રીતે તો એના રંગે હું રંગાઉ છું ઘરમાં.

થશે ખંડેર તો પણ મારી હસ્તી તો હશે બેફામ,
કોઈ પાયાના પથ્થર જેમ હું પુરાઉં છું ઘરમાં.

-  બરકત વિરાણી 'બેફામ'


 More Gazal

Aug 28, 2016

Gujarati Gazal: Thay sarkhamani to utarta chhiye- થાય સરખામણી તો ઊતરતા છીએ- બેફામ


થાય  સરખામણી  તો  ઊતરતા  છીએ
તે  છતાં  આબરુને દીપાવી દીધી
એમના  મહેલને  રોશની  આપવા
ઝૂંપડી  પણ  અમારી  જલાવી  દીધી

Aug 24, 2016

એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને- બેફામ Zindagi aakhi radavyo chhe mane


ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં- બેફામ Ame tara pranay nu phool kharva pan nathi deta


અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

Safalta zindgi ni hast rekha ma nathi hoti-સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી


સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

Aug 21, 2016

Khuda tari kasoti ni pratha sari nathi hoti, ખુદા તારી કસોટીની પ્રથા- ‘બેફામ’ ,


કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

****
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

Jul 18, 2016

Gujarati Gazal: નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે- બેફામ, Nayan ne bandh rakhi ne me jyare tamne joya chhe

અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહી
પાછા નયન ના નૂર ને વાળી શક્યો નહી
હું જેને કાજ અંધ બન્યો રોઇ રોઇ ને
 આવ્યા ત્યારે તેમને નીહાળી શક્યો નહી….

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
તમે છો, તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને …