Jul 24, 2019

Effect of a word: શબ્દોમાં બહુ તાકાત છે, શબ્દોની અસર

એક સહેલીએ બીજી પૂછ્યું: - અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી ?

સાહેલીએ કહ્યું - કંઈ નહીં.

તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે ? શું તારા પતિ પાસે તને ખુશીમાં દેવા માટેની ભેટ માટેના જ પૈસા નથી ? શું તેની નઝરમાં તારી કોઈ કિંમત જ નથી ?

શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી  ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ.

પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા, અંતે મન-મુટાવની સરુવાત... આજ મુદ્દા પર વારંવારની લડાઈ ઝગડા... આખરમાં વાત છૂટાછેડા સુધી પહુંચી.

જાણો છો સમસ્યા શરૂ કયાથી થઈ ? સહેલીની તબિયત જોવા આવેલ બીજી સહેલીના એક ફાલતુ સવાલથી...

*

રવિએ તેના મિત્ર પવનને પૂછ્યું: - ક્યાં કામ કરો છો ?

પવન ફલાણી ફલાણી  દુકાનમાં.

રવિ - બોસ કેટલી પગાર આપે છે ?

પવન - 18 હજાર.

રવિ - 18000 બસ !!! તમે આટલા અમથા પગારમાંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ?  કૈક વિચારો.

પવન - (એક ઊંડો શ્વાસ લઇને) - યાર મુશ્કેલી તો છે જ !

પવને તેના શેઠને  પગાર વધારવાની માગણી કરી. શેઠએ પગાર વધારવાની ના પડી, પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો.

*

એક સાહિબને એક માણસને કહ્યું : તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ?

પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ કડક છે. તેને એક નાનું બાળક પણ છે, બિચારાને સમય જ નથી મળતો.

પ્રથમ માણસ કહ્યું - વાહ !! શું થયું છે, તમે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરી છે, અને હવે તેની વ્યસ્તતાને કારણે તેને તમને મળવા માટે સમય નથી મળતો ? આ તો બધા બહાના છે.

વાતચીત પછી, પિતાના હૃદયમાં, પુત્ર વિશે શંકા આવી. જયારે દીકરો તેને મળવા આવે ત્યારે વિચારે કે તેને બાપ  સિવાય બધા માટે  સમય છે.

આખિરમાં મનનો વલોપાત, અને તેમાં જ વૃદ્ધ માણસને બીમારી ઘેરી વળી...

*

યાદ રાખો, શબ્દોમાં બહુ તાકાત છે, તમારા ફાલતુ વાક્યો અન્ય લોકો પર મોટી અસર કરી શકે  છે...

આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે.

ઘણી વખત આપડે  ફાલતુ અર્થહીન સવાલ પૂછી નાખતા હોઈએ છીએ, પણ ત્યારે ભૂલી જઇયે છીએ કે આવા સવાલોથી બીજાની ઝીંદગીમાં નફરત અથવા પ્રેમના બીજ મુકતા આવીએ છીએ...

વિચારજો...

No comments:

Post a Comment