*વૈદ્યરાજની વાર્તા – ૩*
*લેખક : વૈદ્યરાજ વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*यस्य गृहे नास्ति माता, तस्य माता ....!*
વૈદ્યરાજ આંખો બંધ કરી નેહાની નાડી પરીક્ષા કરી રહ્યા હતા ત્યારે નેહા બોલી, ‘વૈદ્ય અંકલ શું મને ઇન્ટેસ્ટાઇનલ ઇંફેક્શન છે?’ વૈદ્યરાજ નાનકડી નેહાના ભારેખમ શબ્દોના કોઇ પ્રત્યુત્તર વિના પોતાની નાડી પરીક્ષામાં જ લીન હતા.
નેહાની મમ્મી સુજાતાએ ચિંતિત સ્વરમાં કહ્યું, ‘વૈદ્યરાજ, નેહાને હજુ સાત વર્ષ થયા છે અને ઝાડો સાવ સુકાઇ જાય છે. પેટના બધા રીપોર્ટ કરાવી લીધા પણ કોઇ કારણ પકડાતું નથી.’
વૈદ્યરાજ શાંત મુદ્રામાં હતા. તેઓ પોતાની પ્રથમા,મધ્યમા અને અનામિકા ત્રણેય આંગળીઓ નેહાના જમણા હાથના કાંડા પરનો ભાર વારફરતી બદલીને દોષ અને દુષ્ય વિચાર કરી રહ્યા હતા.
‘કરમિયા અને પેટ સાફ કરવાની ઘણી દવાઓ આપી ચૂક્યા છીએ પણ પરિણામ શૂન્ય. દવા આપીએ એટલે એક દિવસ સારુ અને પછી એમનું એમ જ...! હમણાં હમણાં તો તેને મોંમા ચાંદા પણ પડી જાય છે એટલે ખાઇ પણ નથી શકતી.’ સુજાતા નેહાનો રોગવૃત કહી રહી હતી.
થોડીવારે નાડીને મુક્ત કરી વૈદ્યરાજે કોમળ સ્વરે કહ્યું, ‘વય વિરુધ્ધ વાયુ દોષ પ્રકુપિત અને ત્રિદોષજ નાડી છે. વાયુ,પિત્ત અને કફ ત્રણેય દોષ બગડેલા છે.’
કાયમ આંતરડાનો સોજો, ઇન્ફેક્શન કે લેબોરેટરી રીપોર્ટ વિશે જ સાંભળેલ નેહાની મમ્મીને આ શબ્દો અપરિચિત લાગ્યા તેથી પૂછ્યું, 'એટલે?’
‘આપણું શરીર ત્રણ દોષ, સાત ધાતુઓ અને ત્રણ મલના સમપ્રાણથી ચાલે છે, તેમાં વધારો કે ઘટાડો થાય તો રોગનો ઉદભવ થાય છે તેમ આયુર્વેદ માને છે. વાયુ પ્રકોપ એટલે કે વાયુ વધ્યો છે અને આ વાયુ એટલે ફક્ત ગેસ જ નહી પણ પાંચ વાયુ પૈકીના અપાન વાયુ દુષિત થતા તે ધીરે ધીરે બીજા વાયુ અને દોષોને પણ બગાડે છે.’ વૈદ્યરાજે સુજાતાને સમજાવતા કહ્યું.
‘તેનો ઉપાય શું ?’ સુજાતાએ હવે સારવાર વિશે પુછ્યું.
‘વાયુ સમ અવસ્થામાં આવે તેવી પરેજી અને આ એક ઔષધ આપી દેજો એટલે મટી જશે.’ વૈધરાજે ખરલમાંથી તાજી તૈયાર કરેલ એક ચૂર્ણની પડીકી વાળતા કહ્યું.
‘પણ ચૂર્ણ તો કડવુ હશે’ને મમ્મી?’ નેહા વૈદ્યરાજને ચૂર્ણ આપતા જોઇને બોલી ઉઠી.
વૈદ્યરાજ સહેજવાર તેની સામે જોઇ રહ્યા અને તે ચૂર્ણમાંથી થોડી દવા નેહાના હાથમાં આપી અને ખાવા કહ્યું. જો કે નેહાના મોંના હાવભાવ તો પરાણે ખાવી પડશે તેવા જ હતા.
વૈધરાજે નેહાને સમજાવતા કહ્યું, ‘બેટા, તારી મમ્મી કોઇ’દી કડવી લાગે ?’
‘ના, વૈદ્યરાજ મારી મમ્મી તો બધા કરતા મીઠી છે.’ નેહા મમ્મી સામે જોઇને બોલી.
‘તો મેં જે ઔષધ તને આપ્યું છે તે પણ બધી જ દવાની માતા જેવી છે અને તે કડવી ક્યારેય ન હોય.’ વૈદ્યરાજે જે રીતે આત્મવિશ્વાસ સાથે કહ્યું તેનાથી નેહાએ હસતા હસતા તે દવા મોંમા મુકી દીધી.
‘મમ્મી આ તો ભાવે એવી છે..!’ નેહાના ચહેરા પર ખુશી હતી.
નેહાને ખુશી ખુશી દવા ગળતા જોઇ સુજાતા બોલી, ‘ અરે વાહ વૈદ્યરાજ, નેહાને દવા પીવડાવવી એટલે અમારા માટે તો માથાનો દુ:ખાવો હતો, પણ હવે લાગે છે કે અમારે તેને પરાણે દવા પીવડાવી નહી પડે.’
થોડા દિવસો પછી નેહા, સુજાતા અને નેહાના પપ્પા ત્રણેય આવ્યા. નેહા ખુશખુશાલ હતી. તેમના ચહેરા પરથી જ લાગી રહ્યું હતુ કે હવે નેહાના ત્રણેય દોષ સમાવસ્થામાં આવી ગયા હતા.
નેહાના પપ્પા એ આવતા જ કહ્યું, ‘વૈધરાજ, નેહાને સારુ છે, મને પણ એવી જ ફરીયાદ છે, તો તમે જે ચૂર્ણ આપ્યું હતુ તે મારે પણ લઇ શકાય ?’
વૈદ્યરાજે સમજાવતા કહ્યું, ‘એ દોષ સ્થિતિ પર નિર્ભર છે, પણ આ ભૈષજ- માતા તો સૌનું કલ્યાણ કરે જ છે.’
‘એ પરમ કલ્યાણી ઔષધ કયુ છે?’ સુજાતાએ જીજ્ઞાસાવશ પૂછ્યું.
વૈદ્યરાજે એક મોટા સુકાયેલા ફળને બતાવતા કહ્યું, ‘તે છે હરીતકી, જેને સૌ હરડે તરીકે ઓળખે છે, એના વિશે કહેવાયું છે કે यस्य गृहे नास्ति माता, तस्य माता हरीतकी | અર્થાત જે બાળકના ઘરે મા નથી તો હરડે તેની માતાની ગરજ સારે છે.’
‘પણ તે ગળી કેમ છે ?’ નેહાએ તે હરડે ફળને હાથમાં લેતા પુછ્યું.
વૈદ્યરાજે નેહાની સમસ્થિતિમાં આવી ગયેલ દોષોની નાડી તપાસતા કહ્યું, ‘ એ તો ઋતુ હરીતકી પ્રયોગ છે.’
‘ઋતુ હરીતકી ? એ શું છે?’ સુજાતાની હવે આયુર્વેદ પ્રત્યે શ્રધ્ધા વધવા લાગી હતી.
‘ઋતુ પ્રમાણે હરડેને અલગ અલગ અનુપાન સાથે લેવી પડે છે. અત્યારે શરદઋતુ છે એટલે તેને સાકર સાથે લેવાથી વધુ ફાયદો કરે છે.’ વૈદ્યરાજે ઋતુહરીતકી વિશે પણ સમજાવ્યું.
નેહા હરડેને જોઇને બોલી, ‘એટલે જ મને આ ભૈષજ-માતા હરડે મારી મમ્મી જેવી ગળી લાગે છે...!’ નેહાના મોંએથી આયુર્વેદનો શબ્દ સાંભળતા વૈદ્યરાજ અને બધા એકસાથે હસી પડ્યાં.
*આયુર્વેદ સૂત્ર*
*हरीतकी पथ्यानाम श्रेष्ठ : | (चरक सूत्रस्थान )*
*પથ્ય ઔષધમાં હરડે સૌથી શ્રેષ્ઠ છે.*
*લેખક : વૈદ્યરાજ વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*આયુર્વેદાચાર્ય, કામદાર રાજ્ય વિમા યોજના, કડી*

No comments:
Post a Comment