*વૈદ્યરાજની વાર્તા – ૨*
*લેખક : વૈદ્યરાજ વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*‘પિત્તને સાચવો જમાઇની જેમ’*
‘મમ્મી, કાલે મિહિર જમવા આવશે, તેનો ફોન આવ્યો હતો.’ ડો.વિદિશાએ ઘરમાં પગ મુકતા જ કહ્યું.
જો કે વિદિશાની મમ્મી ઘરમાં નહોતી એટલે બાએ દરવાજો ખોલ્યો હતો. સિત્તેર વટાવી ચુકેલા બાની તંદુરસ્તી અકબંધ હતી.
વિદિશાની વાત સાંભળી તે ઉભા રહીને બોલ્યા, ‘વિદિશા, જમાઇરાજા પહેલીવાર ઘરે જમવા આવવાના છે એટલે જરા માનપાન સાચવજો..! દૂધપાક ખવડાવજો અને તેમને કોઇ તકલીફ ન પડે તે રીતે રાખજો...! ’
બાની જુનવાણી રીત અને વાત સાંભળતા જ વિદિશાએ તેનો ડોક્ટર એપ્રોન સોફા પર મુકયો અને તેમને ગળે વળગીને બોલી, ‘બા, તમને તમારા જમાઇરાજાની બહુ ચિંતા નહી..?’
‘હા, બેટા, એ તો ચિંતા તો કરવી જ પડે’ને…! જમાઇ એટલે જમ જેવા અને તેમને માનપાન આપવું પડે..! વળી, તે રહ્યા તારી જેમ દાક્તર એટલે તો આપણે તેમની વધારે ચિંતા કરવી પડે. શરીરનું પિત્ત અને જમાઇનું ચિત્ત બન્નેને સાચવીયે નહી તો તે ક્યારે કોપાયમાન થાય તે આપણને ખબર ન પડે.’ બાએ પણ વિદિશાના ગાલે ટપલી મારતા કહ્યું.
‘મને તમારા ચિત્ત અને પિત્તમાં કાંઇ ખબર પડતી નથી, બા..!’ વિદિશાએ માથુ ખંજવાળતા કહ્યું.
બાએ તરત કીધું, ‘ના ખબર પડે તો કાંઇ નહી પણ જમાઇરાજાને દુધપાક ખવડાવજે એટલે બધુ બરાબર.’
બાની વાત સાંભળતા જ વિદિશા બોલી, ‘બા દૂધપાક તો વળી કોને ભાવે ? હું શ્રીખંડ કે મઠ્ઠો અને ફરસાણમાં ખમણ લઇ આવીશ...! તમારા જમાઇરાજા જમ જેવા હોય તો હું’યે જમથી ઓછી નથી...!’ વિદિશાએ હસીને કહ્યું.
બા થોડીવાર ચુપ રહ્યા અને પછી બોલ્યા, ‘બેટા, શું કીધું ? શ્રીખંડ અને મઠ્ઠો ? સાથે ખમણ? તમે ડોક્ટરોને કઇ ઋતુમાં શું ખાવું તે ભણાવતા નથી ? આ પિત્તની ઋતુ છે આ સમયે કોઠાનો પિત્ત વધ્યો હોય અને પાછો તેમા દહીંમા બનાવેલ શ્રીખંડ કે મઠ્ઠો ખાવ એટલે પિત્ત વધુ બગડે... અને આથાવાળું ખમણ તો ખવાય જ નહી.’
બા જુનવાણી તો હતા સાથે સાથે આયુર્વેદના પારંગત પણ હતા.
‘બા એવું તો હોતુ હશે ? પિત્ત અને ઋતુને વળી શું લેવાદેવા ? વાતાવરણ ભેજવાળું થાય એટલે તો ચટાકેદાર ખાવાની તો મજા જ પડે..! અને તમારા જમાઇરાજા તો શ્રીખંડ ખાઇ લેશે.’ વિદિશાએ કહ્યું.
બા વિદિશાની વાત સાંભળી તેના દરેક પ્રશ્નનો જવાબ આપવા લાગ્યા, ‘કેમ ન હોય બેટા ? વૈદ્યરાજ કહેતા હતા કે પિત્ત અને ભાદરવા મહિનાને તો ખાસ સંબંધ....! વર્ષાઋતુમાં સંગ્રહાયેલો પિત્ત, શરદઋતુમાં એટલે કે શ્રાવણ અને ભાદરવા મહિનામાં પ્રકુપિત થાય. પિત્ત એટલે ગરમી..! અને ભાદરવા મહિનામાં તાવ,બળતરા, એસીડીટી કે ગરમીના રોગો બહુ થાય..! જેમ જેમ ઋતુ બદલાય છે તેમ તેમ આપણાં શરીરમાં વાયુ, પિત્ત અને કફનું પ્રમાણ પણ બદલાય છે. જો કે આપણે તેના પર ધ્યાન આપતા નથી એટલે દરેક ઋતુમાં ચોક્કસ દોષોના રોગો વધુ થાય છે.’
‘હા તો મને મોંઢા ફોલ્લીઓ બહુ થવા લાગી છે... મોઢાંના ચાંદા’ય પડે છે... દવા શરુ કરી છે પણ ફરક નથી જણાતો... એ બધુ પિત્તને કારણેજ એમ’ને ?’ વિદિશાને બાની વાતમાં કોઇ તથ્ય લાગ્યું એટલે પોતાની તકલીફ જણાવી.
‘બેટા, વૈદ્યરાજ કહેતા હતા કે ‘न पित्तेन विना दाहम’ એટલે કે શરીરની કોઇપણ બળતરા પિત્ત વગર હોતી નથી અને તારા જે રોગ છે એ પિત્તના જ છે. ભાદરવા મહિનામાં પિત્ત ન થાય તેવું સાચવ તો જલ્દી સારુ જશે.’ બાને પહેલેથી જ આયુર્વેદ ખૂબ ગમતું અને તે વૈધરાજ પાસે રોગ અને દોષ વિશેની બધી માહિતી મેળવતા. એટલે જ તો તે વૃદ્ધાવસ્થામાં પણ સાજા નરવા હતા અને સંસ્કૃત શ્લોકો પણ તે સારી રીતે બોલી શકતા હતા.
‘વાહ, બા તારે મારી ફ્રેન્ડ ક્લબ મિટીંગમાં આવી બધાને સમજાવવું જોઇએ.’ વિદિશાએ હસતા હસતા કહ્યું.
બા પણ હસી પડ્યા અને બોલ્યા, ‘ગયા મહિને આપણા ઘરે મિટિંગ હતી ત્યારે મેં તમારી સખીમંડળની વાતો સાંભળી હતી. શરીરની ચરબી ન વધે તેની વાતો કરતા હતા અને બધાં સમોસા ને કચોરીઓ ઝાપટતા હતા...!’
‘હા.. બા તમે સાચી વાત કરી…! તમે મને કહો કે ભાદરવા મહિનામાં શું ધ્યાન અપાય?’ વિદિશાફરી મૂળ વાત પર આવી.
બાએ વિદિશાને સમજાવતા કહ્યું, ‘બેટા, વૈદ્યરાજે કહ્યું હતુ કે ભાદરવા મહિનામાં શ્રાધ્ધ કરવાનું કારણ એ જ છે કે દૂધપાક ખાવાથી શરીરનું પિત્ત વધતું અટકી જાય છે અને શરીર નિરોગી રહે છે. શરદપૂનમે દૂધપૌંઆ પણ પિત્તને મટાડવા જ ખવાય છે. આયુર્વેદમાં તો કહ્યું છે કે ‘પિત્તે જામાતવૃત’ એટલે કે પિત્તની દવા કરીએ એટલે જમાઇને સાચવતા હોય તેવી રીતે કરવી જોઇએ...!’
‘અચ્છા એટલે તમે જમાઇને દૂધપાક ખવડાવી તેમના પિત્ત અને ચિત્તને શાંત કરવાનું કહેતા હતા...!’ વિદિશાએ હસતા હસતા કહ્યું.’
‘હા, બેટા એમ જ સમજ..! જમાઇ માટે દૂધપાક બનાવજે અને તે પણ સાકરમાં હોં...!’ બાએ પણ મોંઢા પરની કરચલીઓ વચ્ચે હસતા હસતા કહ્યું.
ત્યાં જ વિદિશાની મમ્મી ઘરમાં આવી અને બોલી, ‘વિદિશા, મિહિરનો મારી પર ફોન આવ્યો હતો તે ઘરે જમવા આવશે એટલે તું બહારથી તેમને ભાવે તે મિષ્ઠાન્ન કે ફરસાણ લઇ આવજે.’
જો કે મમ્મીની વાત સાંભળી વિદિશાએ તરત કહ્યું, ‘પણ, મમ્મી તમારા જમ જેવા જમાઇરાજનું પિત્ત અને ચિત્ત કોપાયમાન ન થાય તે માટે હું તો સાકરવાળો દૂધપાક જ બનાવીશ...!’
વિદિશાની વાત સાંભળી તેની મમ્મી માથું ખંજવાળી બા તરફ જોઇને બોલી, ‘મારી બા પણ તારા પપ્પા માટે આવું જ કંઇક કહેતી હતી હોં...!’ અને આ સાંભળી ત્રણેય એકસાથે હસી પડ્યાં.
*આયુર્વેદ સૂત્ર*
*न वातेन विना शूलम, न कफेन विना कंडू, न पित्तेन विना दाहम |*
*શરીરમાં દરેક દુ:ખાવા વાયુથી, ખંજવાળ કફથી અને બળતરા પિત્તથી થાય છે.*
*લેખક : વૈદ્યરાજ વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*આયુર્વેદાચાર્ય, કામદાર રાજ્ય વિમા યોજના, કડી*

No comments:
Post a Comment