Jan 15, 2023

ઓધાજી એ મારા વ્હાલાને- Bhajan E Odhaji e

હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
હે મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી


મથુરા ના રાજા થયા છો
ગોવાળો ને ભુલી ગયા છો
માનીતી ને ભુલી ગયા છો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી

એક વાર ગોકુળ આવો
માતાજી ને મોઢે થાવો
ગાયો ને હમ્ભાળી જાઓ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજાને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈય્યા ધારણ
એ ગુણ ગાય ભગોચારણ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે 

No comments:

Post a Comment