માં તું ચૌદ ભુવન મા રેહતી, ઉંઢળ માં આભ લેતી,
છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી.
લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.
પ્રેમે થી પાયે લાગું, આશિષ આજ માંગુ મારી, મોગલ માડી.
લળી લળી પાય લાગું…..
એક દી તો આઇ આવો, દર્શન રૂડા દિખાવો,
હૈયા ને હરખાવો મારી, મોગલ માડી.
લળી લળી પાય લાગું ..
મોગલ છે દેવ એવી, સુર નાગ નારે સેવી,
તને કેવડીક કહેવી, મારી મોગલ માડી
લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.
No comments:
Post a Comment