હાલા કરું હું વાલા કરું,
ઘનશ્યામ તમને વાલા કરું (૨)
ફરકંતી ફુદરડી પારણે બંધાવુ
ઘમકંતી ઘુઘરી હીરે જડાવુ
રેશમી દોરી એ ઝુલાવુ રાજ
ઝુલાવુ રાજ તમને ઝુલાવુ રાજ
હાલા કરું હું વાલા કરું,
ઘનશ્યામ તમને વાલા કરું
ચાંદામામા ની વાર્તા સંભળાવું,
ગલી-ગલી કરતાં ખીલ ખીલ હસાવુ
મીઠું મીઠું હસતા હિચાવુ રાજ
હિચાવુ રાજ તમને હિચાવુ રાજ
હાલા કરું હું વાલા કરું,
ઘનશ્યામ તમને વાલા કરું
પોચા પોચા પેલા પોઢણીયા લાવું,
સૂવા સુંવાળા નવા વાલા પહેરાવું
પ્રેમે થી પાય લાગી પોઢાડુ રાજ
પોઢાડુ રાજ તમને પોઢાડુ રાજ
હાલા કરું હું વાલા કરું,
ઘનશ્યામ તમને વાલા કરું
No comments:
Post a Comment