૪ પૈસા.. એટલે શું .?
*છોકરો કાંઈક કમાશે તો, 4 પૈસા ઘર માં આવશે.*
*4 પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..*
અથવા,
*4 પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે..*
તો સવાલ છે કે,
આ કહેવાતો માં 4 પૈસા જ કેમ 3 પૈસા નહીં 5 પૈસા નહીં ?
4 પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ.
પહેલો પૈસો *કૂવા* માં નાંખવાનો.
બીજા પૈસા થી *પાછળનું દેવું* (કરજ) ઉતારવાનું.
ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું.
ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો....
હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ.
1. એક પૈસો કૂવા માં નાંખવાનો.
એટલે કે, પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો.
2. બીજો પૈસો પાછળ (પિતૃઓ)નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો.પોતાના માતા પિતાની સેવા માટે. તેમણે આપણું જતન કર્યું, પાલન પોષણ કરી મોટા કર્યા તો, તે કરજ ઉતારવા માટે.
3. ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો*
પોતાના સંતાનને ભણાવી, ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે. (એટલે કે ભવિષ્યનું દેવું)
4. ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો.*
એટલે કે, શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે ..!
આ છે, 4 પૈસા કમાવાની વાત. કેટલી ઊંડાઈ હોય છે આપણી આ પ્રાચીન વાતોમાં ..!
No comments:
Post a Comment