Aug 26, 2016

તું નાનો હું મોટો ...


તું નાનો હું મોટો ...
તું નાનો હું મોટો,
એવો ખ્યાલ જગત નો ખોટો.
આ નાનો આ મોટો,
એવો મુરખ કરતા ગોટો.
નાના છોડે મહેંકી ઉઠે,
જેવો ગુલાબ ગોટો.
ઊંચા ઊંચા તાડે તમને,
જડશે એનો જોટો?
ખારાં જળ નો દરિયો ભરિયો,
મીઠાં જળ નો લોટો.
તરસ્યા ને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
તું નાનો હું મોટો,
એવો ખ્યાલ જગત નો ખોટો.

1 comment:

  1. https://www.youtube.com/watch?v=33WXI5HYrx0

    ReplyDelete