Oct 5, 2018

A small sparrow નાની સી ચકલી

હૈયે આજે
ખુબ અકળામણ થઈ,
અચાનક
બારી ઉપર નજર ગઇ.

એક ચકલીને
આનંદથી
ચિચિયારી કરતાં જોઈ.

અદેખાઈ થઈ
મને તેને આનંદિત જોઈ,
અનાયાસે જ
તેને વાત પૂછાઇ ગઇ...

"કેવી રીતે
આટલી આનંદિત રહી શકે તું,
સદીઓથી
ફક્ત ચોખાની ચણ લઈ ?"

વાત સાંભળી મારી,
એને મનુષ્યની વાચા થઈ.

રે ભલા આદમી...
બુદ્ધિ તો તને
અમારા કરતા
અનેક ઘણી મળી ગઇ,

પણ ઇચ્છાઓની
વણઝાર લગાવી તેં,
તેમાં તારી ખુશી રોળાઈ ગઇ.

મળ્યુ જે,
એ મોજથી માણી લે,
ભેગું કરવાની ઇચ્છા તજી દે.

સંતોષની
મૂડી તુ સાચવી રાખ,
દેખા દેખીમા ન ખોયી દે.

હૈયાની
અકળામણ ઓછી કરી,

નાની સી ચકલી,
જીવન જીવતા શીખવાડી ગઇ.