Jun 23, 2018

દુખી થવાની તકો

એક વાણીયાએ નવી મોટી દુકાન ખોલી.... અને દુકાનના ખાતમુહૂર્તમાં એક "સાચા સંત" ને બોલાવ્યા. 
બધી વિધિ પતી ગયા પછી શેઠે "સંત" ને કહ્યું કે આ દુકાનમાં ""એકવીસ હજાર"" વસ્તુઓ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.

"સંત" હસ્યા અને બોલ્યા મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી.. અને મને એ વાતનુ આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

અહીં આ વાર્તા પુરી થાય છે..... અને
હવે અહીંથી આપણી સાચી વાત શરૂ થાય છે. -

આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા.

ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે ?

હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?

ફેશવોશ વગર કઈ બાઇને મુછુ ઉગી નીકળી છે ?

હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ?

કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને શું ઘુટણનો વા થયો છે ?

હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ?

ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.

બાકી...

બગલો કયા શેમ્પુથી નહાય છે ?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે ?

મીંદડીને કેદી મોતીયા આવી ગયા ?

સસલાના વાળ કોઈદી બરડ અને બટકણાં જોયા છે ?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?

ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?

આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચીને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુખી,
લાઈટ જાય તો દુખી,
ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી,
મોબાઈલનું ચાર્જર બગડે દુખી,
ટીવીનો કેબલ કપાઈ તો દુખી,
મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી,
બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દૂખી,
કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય.

જયારે ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય એને દુખી કરવો હોય તો ખુદ ચૌદભૂવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

જો તમને આ વાત સારી અને સાચી લાગે તો તમે પણ "એક વાર વિચાર જો".

આભાર.....  જયેશ સરતાનપરા..
Source : Facebook