*વ્હોટ્સ અપની વાર્તા – ૩*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*પહેલો વરસાદ*
સવારે મોબાઇલ ડેટા ઓન કરતાં જ એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો.
‘કેમ છો, ડો. વિષ્ણુભાઇ, ગુડ મોર્નિંગ ?’ આમ તો સીધો સાદો મેસેજ હતો.
નંબર અજાણ્યો હતો અને પ્રોફાઇલ પિક્ચર ખાલી હતું એટલે કોણ હશે તે જાણવાની ઇચ્છા થઇ એટલે મેં સામે મેસેજ કર્યો,
‘આઇ એમ ફાઇન.. ગુડ મોર્નિંગ..!’ પહેલાં માત્ર શબ્દોની આપ-લે થી શરુઆત કરી.
સામેથી ફરી ટેક્ષ્ટ લખવાનો સંકેત દેખાઇ રહ્યો હતો એટલે હું તે મેસેજની રાહ જોઇ રહ્યો હતો અને ફરી તેનો મેસેજ મળ્યો, ‘તમે એ જ ને જે વ્હોટ્સ અપની વાર્તા લખો છો ?’ મારી લખેલી વાર્તાનો તે કોઇ વાચક હશે તે જાણી આનંદ થયો.
મેં ઝડપથી પ્રત્યુત્તર આપ્યો, ‘હા, એ જ, પણ તમે કોણ ?’
‘મારે પણ તમને કંઇક કહેવું છે, તમે મારો મેસેજ તમારી નવી વાર્તામાં લખશો ?’ તેના લખાયેલા મેસેજથી મને કોઇ સ્ટોરી મળી રહેશે તેવું લાગ્યું.
‘હા, હા, કેમ નહી ? જરુરથી કહો, તમારે શું કહેવું છે...અને પહેલા તો તમારો પરિચય આપો...!’ મેં તેમને જલ્દીથી રીપ્લાય આપ્યો.
‘હું વર્ષાઋતુનો પહેલો વરસાદ છું. મારે મારી કેટલીક વ્યથા લોકો સુધી પહોંચાડવી છે, અને તમે તો જાણો છો કે આ ડીજીટલ સ્ક્રીન જ મારી વાતને લોકો સુધી ઝડપથી પહોંચાડી દેશે એટલે હું તમને કંઇક લખું છું તે સૌને કહેશો....!” ટેક્ષ્ટ પછી નીચે બન્ને હાથ જોડેલાંનો સિમ્બોલ હતો.
‘અરે ! પહેલો વરસાદ !! તમને પણ ક્યારથી આ ફેસીલીટી મળી ? અને તમે વ્હોટસ અપ પર ઓનલાઇન..??’ મને લાગ્યું કે કોઇ સામેથી મજાક કરી રહ્યું છે.
‘તમે આ કોઇ મજાક ન સમજતા, મારે કેટલોક સંદેશો લોકો સુધી પહોંચાડવો છે. એટલે હું તમને જણાવી રહ્યો છું. Be Serious…’ સામેથી આવેલા મેસેજથી હું ખરેખર સીરીયસ બની ગયો.
મેં પણ મેસેજ લખ્યો, ‘એમ કહો હવે ક્યારે પૃથ્વી પર પધારો છો, અમે ક્યારનાય તમારી રાહ જોઇ રહ્યાં છીએ..!’ અને તે ટેક્ષ્ટ સેન્ડ કરી દીધી.
‘હા.. હું આવી જ રહ્યો છું.. નજીકમાં જ.. પણ મારી વ્યથા તમારી વાર્તામાં લખશો કે નહી ?” સામેથી મને ઝડપથી મેસેજ મળ્યો.
‘હા, જરુરથી લખીશ.. કહો, તમારે શું કહેવું છે ?” મારી આંગળીઓ મોબાઇલ સ્ક્રિન પર ઝડપથી ફરી રહી હતી.
સામે છેડેથી લાંબા સમય સુધી text typing…. દેખાઇ રહ્યું હતું અને મારી ઇંતજારી વધી રહી હતી અને થોડીવાર પછી મને એક લાંબો લખાયેલો મેસેજ મળ્યો.
‘ડિજીટલ દુનિયામાં મોજ કરી રહેલા મિત્રો,
કેમ છો ? બધા મજામાં ?
હું છું તમારો જાણીતો અને માનીતો પહેલો વરસાદ....!
તમે ખૂબ તપી ગયા છો અને ગરમીથી ત્રાહીમામ પોકારી ગયાં છો તે હું જાણું છું.
તમે સૌ મારો ઇંતજાર પણ કરી રહ્યાં છો...! તમારી રાહ જોવાની ક્ષણો હવે પુરી થઇ રહી છે, હું તમારી પાસે આવી રહ્યો છું. અત્યારે ઉકળાટમાં તમને હું આવીશ તે ગમશે જ પણ મારી પણ કેટલીક વ્યથા છે તે તમને જણાવું છું. ખૂબ જ શાંતિથી વાંચજો અને વિચારજો.
સૌથી પહેલાં તો કહેવાનું કે આપણે કોઇની આતુરતાથી રાહ જોઇને બેઠા હોય અને તે સામે આવે ત્યારે આપણે તેને સામેથી મળવા જઇએ છીએ. પણ, હું આવું કે તરત તમે લોકો નાસભાગ શરુ કરી દો છો જે મને બિલકુલ ગમતું નથી.
મારા પહેલાં છાંટાથી હું તમારી સાથે મસ્તી કરવાં આવું છું...!
તમને પલાળીને તમને ભીંજવવા આવું છું....! પણ તમે તો કોઇની આડશે છુપાઇ જાવ છો.
અને હવે તો આ વ્હોટસ અપ આવ્યું પછી તો હેપ્પી મોનસુનનાં કેટકેટલાય મેસેજ કરો છો. પણ મારી હેપ્પીનેસનો વિચાર કર્યો છે ખરો ?
તમે ઘર કે ઓફીસનાં ખુણામાં બેસીને એકબીજાને વરસાદનાં ડિજીટલ છાંટણા અને છત્રીઓનાં સિમ્બોલથી જ મારી મજાક ઉડાવતા હોય તેવું લાગે છે....! હેપ્પી મોનસુન તમે ભલે લખો...મારા ફોટા પાડીને ભલે મોકલો.. પણ મારી શરત એટલી છે કે મારો અને તમારો ભેગો સેલ્ફી પણ લે જો.. મને ગમશે.. હા, મોબાઇલને સાચવજો, કેમ કે હું તેનો દુશ્મન છું.
અને મારે બધી મમ્મીઓને પણ કહેવું છે કે તમારા બાળકને મારી સાથે રમવા પણ મોકલજો... ગ્રુપના મેસેજ પછી કરજો પણ તેને કાગળની હોડીઓ બનાવી આપજો.. હું તમારા બાળકને ખૂબ જ મજા કરાવીશ.
અને હા.. પ્રેમીઓને કવિતા લખવાની છુટ છે પણ મારી સાથે પહેલા ભીંજાઇને પછી જ....!
ઘરમાં પુરાઇને ટચ સ્ક્રીન પરથી તમને મારી શીતળતા અને મારી મીઠી મહેકને તમે નહી જાણી શકો. વિનંતી એટલી જ છે કે હું આવું ત્યારે તમે’ય આવજો..
જેમ તમે મારી રાહ જોઇ રહ્યાં છો તેમ હું પણ તમારા ઘરની બહાર તમારી રાહ જોઇને વરસી જાઉં છું અને તમે તમારી ડિજીટલ વર્લ્ડની હેપ્પી મોનસુન દુનિયામાંથી સહેજ વાર પણ બહાર ડોકીયું પણ કરતાં નથી.
હું આવી રહ્યો છું... બસ તમે થોડો સમય મને પણ આપજો... ખૂબ મજા કરીશું..
એ જ
લિ.
તમારો પહેલો વરસાદ...!!!’
છેલ્લી લીટી વાંચતા સુધી મારી આંખો સ્ક્રીન પર જ ખેંચાયેલી રહી.
અને થોડીવારમાં ઘરની બહાર ધીરે ધીરે સીઝનનાં પહેલા વરસાદનું આગમન થયું.
મેં મારા ગ્રુપમાં હેપ્પી મોનસુન કહેવા ટેક્ષ્ટ લખી.... પણ પહેલાં વરસાદને મળવાં તે સેન્ડ કર્યા વિના જ પહોંચી ગયો ખુલ્લા આકાશની નીચે, જ્યાં અમે બન્ને એકમેકને ભીંજવી રહ્યાં હતા.
*સ્ટેટસ*
બેઉ આંખોથી વરસ્યો છું જોને મૂશળધાર….!
પ્રશ્ન તો એક જ રહ્યો કે, તમે ભીંજાયા કેટલીવાર ?
*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦
*આ લખાણ કોપીરાઇટ આરક્ષિત હોવાથી તેના તેમાં ફેરફાર કરવો નહી અને લેખકની મંજુરી વિના પ્રકાશિત કરવી નહી*
ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
*ચાર રોમાંચ જિંદગીના*
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
*હું*
અવશ્ય વંચો અને વંચાવો...