ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા,
હરખ ને હુલામણે શામળીયો ઘરે આવ્યા,
દેવકી જી ના જાયા માતા યશોદાને ધાવ્યા .
ઝીણે ઝીણે ચોખલીયે ને મોતિડે વધાવ્યા રે
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
કાળુ ને કાબરીયુ કીધુ ..
વેરી નું મન વરતી લીધું
પાતાળ માં જઈ નાગ નાથ્યો ...
નાગણીયું ને દર્શન દીધા ...
કમળ ભારો લાવ્યા રે ...
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
પાણી ઊપર પાળ બાંધી ...
લંકા ગઢ નો કોઠો તોડ્યો ...
રાવણ ને તો રણ માં તોડ્યો ...
વિભીષણ ને રાજ સોપ્યું ...
સીતા વારી લાવ્યા રે ...
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
નરસિંહ રૂપે ન્હોર વધાર્યા ,
હિરણ્યાકંશ ને હાથે માર્યો
પ્રહલાદ ને ઉગાર્યો રે ...
ગાયુ ને ગાવતરા કીધા,
જમુનાજી માં પાણી પાયા ,
વ્રજ ની નારી સાથે પરણ્યા ,
જયજયકાર વરતાવ્યો રે ...
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા,
માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યા,