Sep 7, 2016

Jivan anjali thajo : Karsandas manek


જીવન અંજલી થા જો
મારું જીવન અંજલી થા જો,

ભૂખ્યા કાજે ભોજન બનજો,
તરસ્યા નું જળ થા જો,
દિન દુખિયા ના આંસુ લુ'તા
અંતર કડી ના ધરાજો,
જીવન અંજલી થા જો
મારું જીવન અંજલી થા જો,

સત ની કંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો
ઝેર જગત ના જીરવી જીરવી
અમૃત ઉર ના પાજો
જીવન અંજલી થા જો
મારું જીવન અંજલી થા જો,

વણથાક્યા ચરણો મારા નિત
તારી સમીપે ધાજો
હૈયા ના પ્રત્યેક સ્પંદને
તારું નામ રટાજો
જીવન અંજલી થા જો
મારું જીવન અંજલી થા જો,

વમળો ની વચ્ચે નૈયા મુજ
હાલક ડોલક થાજો
શ્રદ્ધા કેરો દીપક મારો
નવ કદીયે ઓલવાજો
જીવન અંજલી થા જો
મારું જીવન અંજલી થા જો,

:- કરસનદાસ માણેક