Sep 7, 2016

ઓમ નમઃ શિવાય ! - Om namah shivay


છે મંત્ર મહા મંગલકારી
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય
એ જાપ જપો સહુ નરનારી
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય

એ મંત્રથી રામ વિજયને વર્યા,
શ્રી રામેશ્વરને યાદ કર્યા
કરી શિવને પરસન્ન કર્યા
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય

ગાંધર્વો જેનું ગાન કરે,
સનકાદિક રસ પાન કરે
શ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચરે
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય

યમ કુબેરે ઈન્દ્રાદિક દેવો
કહે મંત્ર સદા જપવા જેવો
શ્રદ્ધા રાખી શિવને સેવો
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય

ઋષિ મુનિઓ જેના ધ્યાને છે
વળી વેદ પુરાણનાં પાને છે
બ્રહ્મા ને વિષ્ણુ વખાણે છે
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય

એ મંત્રથી સર્વે સિદ્ધિ મળે
વળી તનમનનાં બધા પાપ ટળે
છેવટે મુક્તિનું ધામ મળે
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય

એ મંત્ર છે સદા શુભકારી
ભવસાગરથી લેશે તારી
પ્રેમેથી બોલો સંસારી
ઓમ નમઃ શિવાય
ઓમ નમઃ શિવાય