હું હાથ ને મારા ફેલાવું,
તો તારી ખુદાઇ દુર નથી ...
હું માંગુ ને તું આપી દે ..
એ વાત મને મંજુર નથી ...
શાં હાલ થયા છે પ્રેમી ના,
કહેવાની કશીય જરૂર નથી;
આ હાલ તમારા કહી દેશે,
કાં સેથી માં સિંદુર નથી;
હું હાથ ને મારા ફેલાવું,
તો તારી ખુદાઇ દુર નથી;
આ આંખ ઉઘાડી હોય છતા,
પામે જ નહી દર્શન તારા;
એ હોય ન હોય બરાબર છે,
બેનૂર છે એમાં નૂર નથી;
હું હાથ ને મારા ફેલાવું,
તો તારી ખુદાઇ દુર નથી;
જે દિલ માં દયા ને સ્થાન નથી,
એ વાત ના કર દિલ ખોલી ને;
એ પાણી વિનાના સાગર ની,
નાઝીર ને કશીય જરૂર નથી;
હું હાથ ને મારા ફેલાવું,
તો તારી ખુદાઇ દુર નથી;
હું માંગુ ને તું આપી દે ..
એ વાત મને મંજુર નથી
More Gazal