આંખ મારી ઉધડે ત્યા સીતારામ દેખુ,
ધન્ય મારું જીવન કૃપા એની લેખુ....
રામકૃષ્ણ રામકૃષ્ણ રસના ઉચ્ચારે
હરીનો આનંદ મારે અંતર આવે ........
ગીતાને રામાયણ મારી અંતર આખો,
હરીએ દીધી છે મને ઉડવાની પાંખો ....
રામના વિચારો મારે અઢળક નાણુ
ગાવુ મારે નિશદિન રામનુ જ ગાણુ
પ્રભુના ભકતો મારા સગાને સંબંધી
છૂટી ગ્રંથી, તૂટી મારી માયાની બંધી
શુધ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી
સહુ સંતો આશિષ સદા દેજો એવી
જેણે રે શ્રી રામ ચરણ રસ ચાખ્યો
એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો
એ રસ અંળરિષે હૃદયમાં રાખ્યો,
આ રસને જાણે શુકદેવ જોગી
કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી ...... આંખ મારી