*વ્હોટ્સ અપની વાર્તા –૬૮*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*એડમિશન*
*© કોપીરાઈટ આરક્ષિત*
‘જૈમિન, હવે આપણે અંશના એડમિશન માટે સિરિયસ થવું જોઇએ.’ ઓફીસેથી ઘરે આવતા જ અંજલીએ જૈમિનને ભારપૂર્વક કહ્યું.
જૈમિન હજુ તો ઓફિસેથી આવ્યો જ હતો અને તે થોડો થાકેલો હતો છતાંપણ જવાબ વાળ્યો, ‘જો અંજલી હવે તો આપણે સ્કૂલ સિલેક્ટ નથી કરતાં પણ સ્કૂલ આપણને સિલેક્ટ કરી રહી હોય તેવું લાગે છે...! સ્કૂલ સારી લાગે તો ફી ન પોષાય અને ફી નીચી હોય તો સ્કૂલ ન ગમે... વળી કેટલીક સ્કૂલોમાં તો બાળક અને પેરેન્ટસનો પણ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય....! સાલ્લૂ… આપણાં માં-બાપને આવી કોઇ ઝંઝટ જ નહોતી....!!’ જૈમિને સોફામાં પગ લંબાવતા કહ્યું.
‘એ જમાનો જુદો હતો... હવે આપણે જો જલ્દી નહી વિચારીએ તો સારી સ્કૂલ પણ નહી મળે.’ અંજલી ચિંતાતૂર હતી.
થોડીવાર વિચારીને જૈમિને પોતાની પસંદગીની એક સ્કૂલ જણાવી, ‘પેલી એ ટુ ઝેડ સ્કૂલ સારી છે હોં...!’ અને તરત જ અંજલીએ તે સ્કુલનું બ્રોશર કાઢી બધુ ફરી ચેક કરવા લાગી. કોઇ ટુર પેકેજ હોય તેવું તેનું બ્રોશર......તેના દરેક પેજ પર સેન્ટ્રલ બોર્ડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, કઇ કેટલીયે એક્ટિવીટી - ફેસીલીટી, ડિસીપ્લીન અને સેફ્ટી વગેરેનું લખાણ અને ધ્યાનાકર્ષક તસ્વીરો અંજલીની નજર સામેથી પસાર થઇ રહી હતી..
‘પણ તેની ફી તો...?’ અંજલી થોડી અમૂંઝણ અનુભવી રહી હતી કારણ કે હમણાં જ ખરીદેલ ઘરના હપ્તા અને જૈમિનના પગારની મર્યાદા સામે આ સ્કૂલની તગડી ફી તેમના ભવિષ્યના કેટલાય સુખના સપના ઓછા કરી શકે તેમ હતા.
‘એ તો જોયુ જશે... વધારાનું કામ કરીશું...!!’ જૈમિને કહેતા તો કહી દીધું પણ તેની રોજની બાર કલાકની ડ્યુટી પછી તે ફરી કામ કરી શકે તે હાલતમાં તો નહોતો રહેતો.
‘જૈમિન, એમાં તો એડમિશન માટે આપણે ત્રણેયને પરીક્ષા આપવી પડશે. તેનું મેરીટ અને...!!’ અંજલી ફરી ચિંતામાં ડૂબી ગઇ.
‘તું બહુ ચિંતા કરે છે. આપણે બન્ને ગ્રેજ્યુએટ છીએ... એ પરીક્ષાથી વળી શું ડરવાનું..? આપણે જઇશું... ’આખરે જૈમિને પોતાનો નિર્ણય જાહેર કરી દીધો.
અંજલીએ જ્યારે ફ્લેટમાં તેની બહેનપણીઓને કહ્યુ કે તેઓ ‘એ ટુ ઝેડ’ સ્કૂલમાં એડમિશન માટે જવાના છે તો કેટકેટલાય ઉદગારો અને સૂચનો મળ્યા.. અને પેલી જાન્વી તો કેટલીક બુક્સ પણ આપી ગઇ અને કહેતી ગઇ, ‘મારો દિકરો યુગ તે સ્કૂલના ટેન્થ સ્ટાનડર્ડમાં છે. એડમિશન માટે આ બુક્સમાંથી જ તૈયારી કરજો...!’
અને તે ત્રણેય સ્કૂલમાં જતા પહેલા તો જાણે કોઇ આઇએએસની એન્ટ્રન્સ આપવાના હોય તેવી તૈયારી કરવા લાગ્યા.
ત્રણ દિવસ પછી તે સ્કૂલમાં પહોંચ્યા... ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સ્કૂલ... સેંટ્રલ એસી, કચરાનું નામોનિશાન નહી.. ટ્રેઇન રીસેપ્શનીસ્ટ... બાળકના શુઝ સહેજ બગડેલા કે યુનિફોર્મ કરચલીવાળો હોય તો તરત જ તેની પર્સનલ ડાયરીમાં નોંધ થઇ જતી.. સીસીટીવી કેમેરા ને બધુ સિસ્ટમથી ચાલે... મેદાન બાજુ નજર કરી તો છોકરાઓ રમે તો પણ એકદમ શિસ્તમાં... સહેજ પણ કોલાહલ કે કોઇ પડાપડી નહી.... છોકરાઓ ત્યાંથી નીકળે તો લાગે કે કોઇ મોટી હોટલના રીસેપ્શનીસ્ટ નીકળતા હોય ! સૂટ-બૂટથી સજ્જ અને ચાલે તો સહેજ પણ અવાજ નહી... રીશેષનો બેલ પડે એટલે કતારબધ્ધ છોકરાઓ કેન્ટીન બાજુ જાય... ઘડીયાળના ટકોરે બધુ ચાલ્યા કરે....
સામે દિવાલ પર સ્કૂલને મળેલા કેટલાય એવોર્ડસ અને સર્ટીફીકેટસ ગોઠવેલા હતા. તેમને આપેલ પેરેન્ટ કીટમાં સ્કૂલની ફી સિસ્ટમ અને સાથે સાથે અન્ય ખર્ચાઓ જણાવ્યા હતા...અને તે પણ કેટલા બધા...?
વળી, આ સ્કૂલના બધા પેરેન્ટસ પણ ખૂબ અમીર ઘરના જ હતા.... બીજાને વળી આ સ્કૂલ પોષાય તેવી પણ નહોતી...! અંજલીને લાગ્યું કે આ બધુ કદાચ તેમને ન પણ પરવડે.... અંજલી મનોમન કોઇ દ્વિધા અનુભવી રહી હતી.. જો કે આ સ્કૂલમાં એડમિશન મળવું તે પણ એક સ્ટેટસ ગણાતું હતુ.
સામે ઉભેલા કેટલાક વાલીઓ તેમના બાળકને અત્યારથી જ બુક્સને તેના ગળે વળગાડી એન્ટ્રન્સની તૈયારીનો ભાર આપી રહ્યા હતા. ‘ગુડ રાઇટીંગ’, ‘લર્ન પ્રોપર્લી’ ‘નો મિસ્ટેક્સ’ ‘ ટેક કેર’ અને ‘રીડ કેરફુલ્લી’ જેવા શબ્દો તો એક વાક્યમાં બે-બે વખત સંભળાય.
સૌથી પહેલા દરેક પેરેન્ટસનું ઓરીએન્ટેશન અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું પછી ફાંકડુ અંગ્રેજી બોલતા કોઇ મેડમ દ્વારા સ્કૂલની મેળવેલી સિધ્ધીઓ પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ ચિલ્ડ્રન અને પેરેન્ટસની એક્ઝામ શરૂ થઇ.
અંજલી, જૈમિન અને અંશ ત્રણેયના પેપર્સ સારા ગયા. ત્રણ કલાક પછી રીઝલ્ટ જાહેર કરવાના હતા એટલે તેઓ થોડીવાર સ્કૂલની બહાર નીકળ્યા...
તે સ્કૂલથી થોડે દૂર એ ટુ બી સ્કૂલ હતી. આ સ્કૂલ પેલી કરતા ઉતરતી કક્ષાની હતી. ઉતરતી એટલે હાઇ-ફાઇ અને વાઇ-ફાઇના કોઇ દાવા નહોતા.... સ્કૂલની બહાર ‘સર્વોત્તમ શિક્ષણ એજ અમારું લક્ષ્ય’ લખેલું હતું.
તે સ્કૂલમાં રીશેષ હતી એટલે તેના કેટલાય વિદ્યાર્થીઓ બહાર લારી પર આમલી, સિંગ, આમળા જેવી વસ્તુઓ પોતાની મરજી મુજબ મજાથી ખાઇ રહ્યા હતા અને એકબીજાને વહેંચતા હતા. કોઇક નાસ્તાનો ડબ્બો લાવ્યો હોય તો તેમાંથી બધાને થોડું થોડું વહેંચી લેતા અને ઘણા વિદ્યાર્થીઓએ તો યુનિફોર્મ પણ પહેર્યો નહોતો.
જૈમિને તે જોઇને કહ્યું, ‘ જો અંજલી, અમે પણ આ રીતે જ સ્કૂલ સમયે મજા કરતા’તા...! ખિસ્સામાં ભરેલો નાસ્તો વહેંચીને ખાતા... જો કે હવે પૌષ્ટીક નાસ્તા અને હાઇજેનીક સમજથી આ બધુ ચાલ્યુ ગયું છે... રીશેષની આઝાદી... સ્કૂલેથી છૂટીએ એટલે પહેલો દોડીને દરવાજા સુધી પહોંચવાની મજા... ધૂળ સાથે તો અમારા સૌની કાયમી દોસ્તી... ટ્યુશન તો કેવું હોય તેની’યે ખબર નહોતી પડતી...! અને હવે તો સ્કૂલ જાણે જેલ જેવી થઇ ગઇ છે....!!’
અંજલી પણ તેમને થોડીવાર જોઇ રહી અને પછી કંઇક વિચારીને બોલી, ‘ આ સ્કૂલમાં ચલોને એકવાર જોઇ આવીએ.’
‘તો ચલો...!’ જૈમિન પણ તૈયાર થયો.
આ સ્કૂલ સાવ જૂદી હતી. બાળકો રીશેષમાં પોતાની મરજી મુજબ રમી રહ્યા હતા. આખુ મેદાન ભરાયેલું હતું... કોઇ દોડા દોડ તો કેટલાય લપસણી પર વારો આવે તેમ લાઇનમાં ઉભા હતા... બૂમરાડ અને દૂર ઝાડ પર બેસીને પણ નાસ્તો કરતા કેટલાય નરબંકાઓ હતા..
રીશેષ પૂરી થવાનો બેલ પડતા તો ફરી કોલાહાલ સાથે બધા પોતપોતાની રૂમમાં દોડ્યા. કોઇ શિસ્ત વગરનો પણ મનને ગમે તેવો પ્રવાહ જાણે નજર સામેથી વહી ગયો. બધા બાળક મુક્ત હતા.....! મન અને દફતર બન્નેથી હળવાં હતા...! આ સ્કૂલ અને પેલી સ્કૂલમાં જમીન અને આસમાનનું અંતર હતુ. આ સ્કૂલ જમીન જેવી સીધી સાદી અને પેલી સ્કૂલ આસમાનની બુલંદીઓને સ્પર્શતી હોય તેવી ઉન્નત...!
ત્યાં સામે ઉભેલા કોઇ ભાઇ તરત જ જૈમિન પાસે આવ્યા અને બોલ્યા, ‘આપને કોઇ કામ હતું ?’
‘એડમિશન માટે સ્કૂલ જોવા આવ્યા છીએ.’ અંજલીએ તો તરત જ કહ્યું.
‘જો અમારે ત્યાં કોઇ સીસીટીવી, હાઇ ફાઇ ક્લાસ, એસએમએસ સુવિધા, બિનજરુરી પરીક્ષાઓ કે બિનજરુરી એક્ટિવીટી નથી.’ પેલા ભાઇએ રુક્ષતાથી જવાબ આપ્યો.
‘તમે કેમ આમ કહો છો ? અત્યારે તો આ બધાની ડિમાન્ડ છે.’ જૈમિને સભ્યતાથી કહ્યું.
પેલા ભાઇ હસ્યા અને બોલ્યા, ‘ અમને તે બધુ બિનજરુરી લાગે છે. બાળકને તો જરૂરી છે ભણતર અને સાચા ભણતર માટે જરુરી છે વિદ્યાર્થી માટે મોકળું મેદાન. એ સ્કૂલ બહારનું હોય કે મનની અંદરનું.... બાળક જે ભાષા સમજતો જ નથી તેવી ભાષાનો ગાંડો મોહ સૌને લાગ્યો છે અને વળી સગવડથી ભણતર સુધરી જાય તેવી કોઇ ગેરંટી ખરી ?’
પેલા ભાઇનો પ્રશ્ન આ બન્નેને હૃદય સુધી પહોંચી ગયો.
અને ત્યાં જ એ ટુ ઝેડ સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ તેમની સ્કુલ છૂટ્યા પછી આ સ્કૂલના મેદાનમાં રમવા આવ્યા અને જાણે ખરેખર તેમને અહીં જ ખૂલીને રમવાનું મળતું હોય તેમ તે એકબીજા સાથે મસ્તી કરવા લાગ્યા. તેમાં પેલી જાન્વીનો દિકરો યુગ પણ હતો.
યુગને જોઇ અંજલી અને જૈમિન તેની પાસે ગયા અને પુછ્યુ, ‘ કેમ બેટા, આ સ્કૂલમાં આવ્યો છે ?’
જો કે યુગ તેમને જોઇ ખચકાયો પણ ઉભો રહીને બોલ્યો, ‘ આન્ટી, સાચુ કહું તો આપણાં ફ્લેટના મારા ઘણા ફ્રેન્ડ આ સ્કૂલમાં છે. મને અને મારા ફ્રેન્ડને અહીં જ રમવાની મજા આવે છે... અહીંના પ્રિન્સિપાલ ખૂબ સારા છે. આ સ્કૂલના વિદ્યાર્થીઓને ભલે અમારી સ્કૂલમાં આવવાની પરમિશન નથી પણ તેઓ અમને તેમની સ્કૂલમાં આવતા ક્યારેય રોકતા નથી. ત્યાં અમને દરેક વાતમાં સ્પર્ધા શીખવાડાય છે, કેમ જીતવું તે શીખવાડાય છે... પણ મજા કેવી રીતે કરવી તે તો કોઇ કહેતુ જ નથી. સહેજ ઉંચો અવાજ કરીએ તો ‘રોંગ મેનર’ અને સહેજ ભૂલ થાય તો ‘ રોંગ ડિસીપ્લીન’નો મેસેજ ઘરે પહોંચી જાય છે. તમે અંશનું તે સ્કૂલમાં એડમિશન લેવા આવ્યા છો ને ? મારી મમ્મી મને કહેતી હતી. પણ આન્ટી તમે અંશને આ સ્કૂલમાં મુકજો... ત્યાં તો હું રોજ જેલમાં જતો હોઉ તેવું લાગે છે...રોજે રોજ પ્રેઝન્સ, વિકલી ટેસ્ટ અને સૌને પહેલા નંબરે આવવાની કોમ્પિટીશન... ત્યાં મને બધા કોમ્પીટીટર જ લાગે છે જ્યારે આ સ્કૂલના મેદાનમાં મને સાચા ફ્રેન્ડ મળે છે.... અને આન્ટી પ્લીઝ આ વાત મારા મમ્મી પપ્પાને ન કહેતા નહી તો....! અને હું આ સ્કુલમાં તમને મળ્યો હતો તે પણ ન કહેતા...!’ યુગની દરેક વાત અંજલી અને જૈમિન સમજી શકતા હતા.
‘સારુ બેટા...!’ તું ચિંતા ન કરીશ અને એન્જોય કર.
થોડીવારમાં ‘એ ટુ ઝેડ’ સ્કૂલમાંથી રીઝલ્ટનો મેસેજ આવ્યો જેમાં અંગ્રેજીમાં લખ્યું હતુ કે. ‘અભિનંદન… આપના દિકરા અંશને એડમિશન મળ્યું છે. જો કે તમારા ત્રણેયના ટોટલમાં અંશનું પરિણામ સહેજ નબળું છે એટલે પહેલા તેને એક્સટ્રા કોચિંગ આપવું પડશે. એડમિશન માટે નીચે પ્રમાણે ફી, ટ્રાન્સપોર્ટ ફી, એક્ટિવીટી ફી અને તેની બુક્સ ખરીદી લેશો. આ ફી આવતીકાલ બાર વાગ્યા સુધીમાં ભરી દેવી નહિ તો તે એડમિશન કેન્સલ ગણાશે.’
જૈમિને તે મેસેજ અંજલીને વંચાવ્યો... જો કે અંજલીનું ધ્યાન તો નીચે ફીના ટોટલ આંકડામાં ચોંટી ગયું હતું.
ત્યાં જ ‘એ ટુ બી’ સ્કૂલના પેલા ભાઇ આવ્યા અને કહ્યું, ‘શું વિચાર્યુ એડમિશનનું ?’
અંજલીએ તો થોડું વિચારીને જૈમિનના મોબાઇલમાં આવેલો તે મેસેજ ડિલીટ કર્યો... અને તરત જ જાણે મનથી મોટો ભાર હળવો થઇ ગયો હોય તેવુ લાગ્યું.
જૈમિન પણ અંજલીનો ભાવ સમજી ગયો હતો અને તે બોલ્યો, ‘પહેલા અંશને આ સ્કૂલ બતાવી દઇએ....! અને ફી કેટલી છે ?’
પેલા ભાઇ હસીને બોલ્યા,’ જુઓ તમારા દિકરાને, તેને તો તેની સ્કૂલના ગ્રાઉન્ડમાં રમવાનું પણ શરૂ કરી દીધું છે... અને રહી ફીની વાત તો વાલીઓના સપનાઓને તોડીને અમે સ્કૂલ સજાવીએ તેવી ફી અમારી નથી....!’
‘આપનો પરિચય..?’ જૈમિને તેમના વિશે પુછ્યું.
‘હું આ સ્કૂલનો પ્રિન્સિપાલ….!!’ પેલા ભાઇએ તેમનો પરિચય આપ્યો.
‘ઓહ્હ્હ... હું તમને ઓળખી ન શક્યો..’ જૈમિને જવાબ વાળ્યો.
‘કોઇ વાંધો નહી.... તો શું એડમિશન પાકુ ગણું’ને....?’ તેમને હસતા હસતા જ કહ્યું.
અને જૈમિને તથા અંજલિએ કોઇ પ્રોફેશનલ મેસેજ કે ભારેખમ એન્ટ્રન્સ પરીક્ષા વિના અંશને તેની સ્કૂલમાં એડમિશન અપાવી દીધું.
*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*
ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો
*વ્હોટસએપની વાર્તાઓ ભાગ – ૧ તથા ૨*
*ચાર રોમાંચ જિંદગીના – નવલકથા*
*ગુલમહોર - નવલકથા*
*શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર*
*હું – ખોવાયેલા ખુદની શોધ*
*ફફડાટ – હોરર સ્ટોરી બુક*
માતૃભારતી એપ પર ફ્રી વાંચો
*દાંડિયાની જોડ*
*હિન્દી નવલકથા – અચ્છાઇયાં*
*પુસ્તક મંગાવવા લેખક અથવા અમોલ પ્રકાશન - ૮૩૨૦૩૪૨૯૦૨ પર સંપર્ક કરશો.*