એક ઓફીસ માં ઘણા કર્મચારી હતા.
એક દિવસ એ લોકો ઓફિસે પહોચ્યા ત્યાં દરવાજે સુચના વાચવા મળી...:
“આ કંપની અને તમારા જીવનમાં પ્રગતિ થાય એમાં જેમણે હમેશા વિધ્ન ઉભું કર્યું છે એવી વ્યક્તિ નું અવસાન થયું છે. ઓફીસ ના મુખ્ય હોલમાં એના અંતિમ દર્શન ની વ્યવસ્થા કરી છે.....”
બધા કર્મચારી ને થયું કે એ કોણ હશે જેમણે અમારી પ્રગતિ આડે અડચણ ઉભી કરી હશે...?
એક પછી એક કર્મચારી મુખ્ય હોલ માં રાખેલી શબપેટી પાસે એકઠા થવા લાગ્યા. અંતિમ દર્શન માટે જેવી શબપેટી ની અંદર નજર કરી તો બધા અવાક થયી ગયા. જાણે હદય ને કશુક સ્પર્શી ગયું હોય એમ શબપેટી આસપાસ આઘાત ના માર્યા બધા સુનમુન ઉભા રહી ગયા....!
પેલી શબપેટી ની અંદર એક અરીસો જડેલો હતો જે કોઈ અંદર નજર નાખે કે તરતજ એમાં પોતાનું પ્રતિબિંબ નિહાળે. આ અરીસા ની બાજુમાં એક તકતી પર લખ્યું હતું....!
જગત માં એક જ વ્યક્તિ છે, જે તમારો વિકાસ રૂંધી નાખે છે અને એ વ્યક્તિ તમે ખુદ છો...!
તમે જ એ વ્યક્તિ છો, જે તમારા જીવન માં અદ્ભુત ક્રાંતિ લાવી શકો છો...!
એ તમે જ છો , જે તમારા પોતાના સુખ- દુખ, સફળતા- નિષ્ફળતા અને પ્રગતિ-અધોગતિ માટે જવાબદાર છે....!
તમને કોઈ મદદ કરી શકે એવી કોઈ વ્યક્તિ હોય તો તે તમે જ છો.....!
આ વિચારપ્રેરક દ્રષ્ટાંત ને હૈયે મઢાવી રાખવા જેવું છે.....!
આપણી દશા -અવદશા માટે મોટે ભાગે આપણે બીજાને જ દોષ આપતા હોઈએ છીએ...