Sep 5, 2018

Commitment- Krushna, WhatsApp collection

કૃષ્ણ હોવું એટલે શું???

કૃષ્ણ હોવું એટલે કમિટેડ હોવું. આજે સંબંધોમાંથી કમિટમેન્ટ ભૂલાતું જાય છે-ભૂંસાતું જાય છે-કૃષ્ણ આખી જીંદગી કમિટમેન્ટ માટે જીવી ગયા.
એમણે રાધાને પ્રેમ કર્યો. રાધાને મૂકીને આગળ નીકળી ગયા પણ પ્રેમનું કમિટમેન્ટ પાળ્યું. આજે કૃષ્ણનાં નામની આગળ એની પત્ની રૂકમણિનું નામ નહીં પણ રાધાનું નામ લેવામાં આવે છે. કૃષ્ણ આપણને કમિટમેન્ટ શીખવે છે.
કાચા તાંદૂલ ખાઇને એમણે દોસ્તીનું કમિટમેન્ટ પાળ્યું.

સંબંધોમાં મોટેભાગે ઇગો બાજુ પર મૂકવો પડે. એ પણ કરવું પડે જે ન કરવાનું નક્કી કરીને બેઠાં હોવ. ભીષ્મ અને કર્ણ બેઉ પોતાનાં ઇગોને બાજુ પર ન મૂકી શક્યા. કૃષ્ણએ ઇગોને બાજુ પર મૂકી દીધો. ભીષ્મએ પોતાનો પ્રતીજ્ઞા પાલકનો ઇગો બાજુ પર મૂકીને જો રાજગાદી સંભાળી લીધી હોત તો કુરુવંશનું નિકંદન ન નીકળ્યું હોત. કર્ણનું કમિટમેન્ટ કૌરવો માટે ન્હોતું-એનાં દાનવીર હોવાનાં ઇગો માટે હતું. એણે જો કવચ-કુંડળ દાનમાં ન આપી દીધા હોત તો કૌરવો જીતી ગયા હોત. કૃષ્ણ જ એકમાત્ર એવા હતા જેમણે પાંડવો માટે પોતે જ લીધેલી પ્રતીજ્ઞા તોડી અને ચક્ર ઉંચકીને મારવા દોડી ગયા.

કૃષ્ણએ દ્રૌપદી સાથેનો સંબંધ પણ એટલા જ કમિટમેન્ટ સાથે નિભાવ્યો. યુધ્ધ દ્વારા કૌરવો સાથે વેર લેવાનું વચન એમણે પાળ્યું. એનાં હજાર ચીર પૂરીને એના પ્રત્યે કમિટેડ રહ્યા. હા, કર્ણને દ્રૌપદીની લાલચ આપી પણ એ જાણતા હતા કે કર્ણ ના જ પાડી દેશે. યુધ્ધ પહેલાં એને ઇમોશનલી ડાઉન કરી દેવાનો એ પેંતરો હતો.
યુધ્ધમાં પોતાની સેના મોકલીને એમણે દુર્યોધનને આપેલું કમિટમેન્ટ પણ પાળ્યું.
એ રણ છોડીને ભાગી ગયા કારણ કે જાણતા હતા કે જરાસંઘ ચડાઇ કરશે અને પ્રજાને શાંતિથી જીવવા નહીં દે. એમણે પ્રજાની સાથે સ્થળાંતર કર્યું-એક નવી જ નગરી સ્થાપી અને એને સોનાની પણ બનાવી. આ એમનું રાજા તરીકેનું પ્રજા માટેનું કમિટમેન્ટ હતું. ગોકુળવાસીઓને કૃષ્ણ પર ભરોસો હતો કે એ એમની રક્ષા કરશે જ. જ્યારે ખૂબ વરસાદ પડ્યો ત્યારે કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પણ ઉંચકી લીધો. ક્યારેક-ક્યારેક સંબંધમાં ભરોસો જાળવવા ગોવર્ધન પણ ઉંચકી લેવો પડે.
કૃષ્ણ ધર્મ માટે પણ કમિટેડ હતા. રામે ક્યારેય ન કહ્યું પણ કૃષ્ણએ કહ્યું, કે “જ્યારે જ્યારે ભારતવર્ષમાં અધર્મ વધી જશે ત્યારે ત્યારે હું અવતાર લઇશ!”
સંબંધોનાં ટકી જવા અને એનાં જીવી જવા પાછળ સૌથી અગત્યની ચીજ છે કમિટમેન્ટ. જેને પ્રેમ કરો એને કમિટેડ રહો. કૃષ્ણ સંબંધોમાં કમિટમેન્ટ શીખવે છે. સંબંધોમાં કમિટમેન્ટનું નામ જ કૃષ્ણ છે.
આજે જન્માષ્ટમીએ પારણું ઝૂલાવીએ કે ન ઝૂલાવીએ પણ જાતને એક વચન ચોક્કસ આપીએ- સંબંધોમાં કમિટેડ રહેવાનું.....!!!

:- વ્હોટ્સ'પ માં થી વાંચેલુ