ઓફિસથી છૂટીને ઘેર આવવા નોકળ્યો, ભૂખ ખૂબ લાગેલી હતી પણ મમ્મી અને પત્ની બન્ને ઘેર નહોતા એટલે રસ્તામાં પાણીપુરી ની લારી દેખાણી એટલે પાણીપુરી ખાવા ઉભો રહ્યો.
પાણીપુરી વાળા ને ત્યાં ખૂબ ગિરદી હતી એટલે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો.
પાણીપુરી વાળા ની બાજુમાં એક વડીલ(દાદા) ઉભા હતા.
સફેદ સુઘડ લેંઘો ઉપર અડધી બાયનો બુશકોટ એકદમ હસમુખો પણ નિર્વિકાર ચહેરો, ઉમર લગભગ ૬૫/૭૦.
દાદા એકદમ મસ્તીથી પાણીપુરી ની થેલી માં હાથ નાખી એક એક કરીને "કોરી પુરી" મોં માં ઠુસતા જતા હતા.
મારો નમ્બર આવ્યો. હું પડીયો હાથ માં લઇ પાણીપુરી વાળા સામે ઉભો. એક પછી એક ફટાફટ પાંચ પુરી ઝાપટી ગયો.પેટ ની આગ થોડીઘણી બુઝાણી.
પેલા દાદા નો કોરી પુરી ખાવાનો કાર્યક્રમ વ્યવસ્થિત ચાલુ જ હતો. પાણીપુરી વાળો પણ ખૂબ ગુસ્સે થતો હતો, બોલ્યો
"बाबूजी प्लेट देता हुँ। बराबरसे खाओ ना"
દાદા તો ગલોફા માં ને ગલોફામાં હસતા હસતા પુરી ખાવાનું ચાલુ જ રાખતા હતા.
એક પ્લેટ થી હજુ પેટ એટલુ ભરાણું નહોતું એટલે મેં બીજી પ્લેટ ખાવાની શરૂ કરી.
જો કે દાદા હજુ થેલી માંથી કોરી પુરી ગટકાવતા જતા હતા.
"અરે દાદા, સરખી રીતે પ્લેટ માં લઈને ખાવને.." મેં કીધું.
દાદા જેમ ના તેમ, ઉં નહીં કે ચું નહિ, લાગ્યું કંઈક ગડબડ છે.
મારી બીજી પ્લેટ પતવા આવી. દાદા હજુ ત્યાં જ ઉભા હતા.
એટલામાં પાછળથી એક માણસ સ્ફુટી પર આવ્યો.
"ચિંતા ન કરતી, દાદા મળી ગયા છે!!
" કોઈકની સાથે મોબાઈલ પર બોલતો હતો. ગળા માં ઓફિસ બેગ, પગ માં સાદા ચપ્પલ,ચાલીસી નો હશે ઉંમરમાં અને તેના ચહેરા પર એના દાદા મળી ગયાની ખુશી દેખાતી હતી.!
એણે ગાડી સાઈડમાં લઈ સ્ટેન્ડ પર ચડાવી.
"શું પપ્પા, આજે પાણીપુરી કે?હજુ ખાવી છે???"
એણે દાદા ને પૂછ્યું. દાદા એ આનો કોઈ જ પ્રત્યુત્તર ન આપ્યો. એણે દાદા ને ગાડી પર બેસાડ્યા અને ખૂબ નમ્રતાથી પાણીપુરી વાળા ને પૂછ્યું કે, દાદા એ કેટલી પાણીપુરી ખાધી અને એના પુરા પૈસા આપી દીધા. આ બધું જોઈને હું નવાઈ પામ્યો.
"આ દાદા કોણ છે તમારા?" મેં પૂછ્યું.
"પપ્પા છે મારા" એનો જવાબ.
"એમને કોઈ તકલીફ છે?" મારો પ્રશ્ન.
"હા એમને "અલ્ઝાયમર" છે".
એકદમ શાંતિથી એણે કહ્યું. એના બોલવામાં ક્યાંય પણ દુઃખ, તાણ કે ત્રાસ નહોતો.એકદમ સહજતાથી એ બોલતો હતો.
" તો આ દાદા આમ આવી રીતે ગમે ત્યાં ચાલ્યા જાય કે?"
" હા, અત્યારે જ જુઓને, પાંચ કિલોમીટર ચાલીને આવ્યા છે."
હું તો આભો જ થઈ ગયો જાણે શૉક લાગ્યો.
"તો તમે આમને શોધો કઈ રીતે?" મેં પૂછ્યું.
"અમે દાદા ના ખીસામાં કાયમ એક મોબાઈલ રાખીએ છીએ અને એમાં એક GPS ટ્રેકર લગાવ્યું છે. એની મદદથી આમને શોધી લઉં છું."
"આવું વારંવાર થાતું હશે"મેં આશ્ચર્ય થી પૂછ્યું.
એ એકદમ સરળ હસીને, સ્મિત સાથે બોલ્યો "મહિના માં એક બે વાર થાય આવું.
"કાળજી રાખો દાદાની ભાઈ, બાપ રે આતો કેવો ત્રાસ ભાઈ" હું બોલ્યો.તો એ ગૃહસ્થ બોલ્યો, "પપ્પા પણ મને નાનો હતો ને રમવા જતો ત્યારે મને શોધીને ઘેર લાવતા, યાત્રા માં હું ખોવાઈ ગયો તો ખોળી ખોળીને મને શોધ્યા કરતા ને લઈ આવતા. એમાં શું વળી ત્રાસ?"
એણે આટલું બોલીને દાદાને વ્યવસ્થિત ગાડી પર બેસાડયા અને નીકળી ગયો.
ખૂબ બધું શીખવા જેવું હતું આ માણસ પાસેથી. આવી ન મટી શકે એવી બીમારી પોતાના વડીલને હોવા છતાં કેટલો એ શાંત હતો એ. બિલકુલ ચીડ ચીડ નહિ કે નહીં કોઈપણ જાતનો મન:સંતાપ.
વડીલો ની જતી જિંદગીમાં નાના બાળક પ્રમાણે સંભાળ લેતા એ માણસ ને મનોમન સલામી આપીને હું નીકળ્યો...
સાચેજ, આપણને પણ આવી રીતે જીવતા આવડશે ખરું?