*વ્હોટસ અપની વાર્તા*
✍🏻✍🏻✍🏻
*લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*‘મમ્મી- પપ્પા તમને ખબર ના પડે..!’*
*Happy Father's Day*
*©કોપીરાઇટ આરક્ષિત*
નચિકેત છેલ્લી કેટલીય રાતોથી ઘરમાં મોડો આવતો.
મમ્મી-પપ્પા તો ઘણીવાર ટકોર કરતા અને સમજાવતા, પણ, ‘જુઓ મને ખબર પડે છે કે મારે શું કરવું જોઇએ...? તમારે મારી કોઇ બાબતમાં માથું મારવું નહી..!’
આ બે વાક્યો સાંભળી સાંભળી તેઓ પણ કંટાળી ગયા હતા.
એકના એક દિકરાને બધા લાડકોડથી ઉછરેલો.. એટલે તેની જ આ વિપરીત અસરો છેક હવે મમ્મી- પપ્પા ભોગવી રહ્યાં હતા.
નચિકેત ખૂબ નાનો હતો ત્યારે તેને સાયકલની જીદ કરેલી.
નચિકેતનાં આંસુ માં બાપની કમજોરી બની ગઇ હતી. અને તે દિવસે પણ નચિકેતના પપ્પાએ પોતાની રોજ કામે જવાની સાયક્લ વેચીને તેને નવી સાયકલ લાવી આપી હતી.
‘હું તો ચાલતો જઇશ...! આમેય ક્યાં ફેક્ટરી દુર છે..!’ આ બે વાક્યોથી પપ્પાએ કરેલું સમાધાન માત્ર નચિકેતની ખુશીઓ માટે હતું.
સાંજે તે સાયકલ પર મોજથી આંટો મારતો અને મમ્મી- પપ્પાને લાગેલો થાક તેની કિલકિલારીથી ગાયબ થઇ જતો.
જીદ કરવી, જીદ પુરી કરવી અને પછી જીદ્દી બની જવું... આ પક્રિયાથી નચિકેત હવે જીદ્દી બનવાથી પણ આગળ નીકળી ગયો હતો.
માં-બાપના કેટકેટલાય બલિદાનો નચિકેતને મન તો ક્ષુલ્લક જ હતા..!
કાયમ ચાલી ચાલીને સ્લીપર ઘસાઇ જાય.. તો’ય તે સ્લીપરને વારંવાર સંધાવીને પહેરતા પપ્પાએ જ્યારે એકવાર તેના દિકરાના એડિદાસના શુઝમાં પગ નાંખ્યો ત્યારે પગને પહેલીવાર સુંવાળપ કેવી હોય તેનો ખ્યાલ આવ્યો હતો...!
પણ.. તે બીજી મિનિટે જ નચિકેતે ‘મારા શુઝમાં તમે પગ નાંખ્યો જ કેમ....?’ રાડારાડ કરી દીધી.
નચિકેતનું જીદ્દીપણું હદ વટાવીને સ્વકેંદ્રી બની જવાં સુધી પહોંચી ગયું હતું.
બિચારા માં-બાપ ‘ઉમ્મીદ’ કે ‘ઘડપણનો ટેકો’ આવી આશા પર દિકરાને મોટો કરી રહ્યાં હતા.
ભણવામાં પણ નચિકેતે એવી તો કોઇ મોટી સિધ્ધી મેળવી નહોતી કે માબાપની છાતી ગજ-ગજ ફુલે...!
જો કે આખી જિંદગી ફેક્ટરી સુધી ચાલતાં- ચાલતાં અપ ડાઉન કરતાં અને દુનિયાનો ધુમાડો ફેફસામાં ભરાઇને દમથી છાતી ચોક્કસથી ફુલાઇ ગઇ હતી...!
બાળપણના નાના નાના શોખ તો જેમ તેમ કરીને પરવડે તેમ હતા...! પણ હવે કોલેજમાં નચિકેતની માંગણીઓથી મમ્મી – પપ્પા કંટાળી ગયા હતા.
‘જો દુનિયાના દરેક માં-બાપ પોતાના દિકરાની ઇચ્છાઓ પુરી કરે છે... એમાં તમે કોઇ મોટું કામ કરતા નથી....! અને આ વખતે મને જો બાઇક નહી લઇ આપો તો હું કોલેજ નહી જાઉં...!’ કોલેજ શરુ થતા પહેલા અઠવાડિયે જ આવેલી નચિકેતની આ ડિમાન્ડ તો આખાય ઘરની અર્થવ્યવસ્થાને હચમચાવી મુકે તેમ હતી.
અને છેવટે તે લાચાર માબાપ પાસે ઝુકી જવા સીવાય બીજો કોઇ રસ્તો નહોતો. આ વખતે પણ તેમનું બલિદાન હતું તેમને જીવનભરની જમા કરેલી મુડીનું....!
બધા કોડ પુરા કરવા છતાં મમ્મી તને ખબર ના પડે....! પપ્પા તમે આખી જિંદગી કર્યુ જ છે શું..? અમારે અમારી જિંદગી મોજથી જીવવી છે તમારી જેમ મજુરી કરીને નહી....! જેવા હૃદયચીરી નાંખે તેવા વાક્બણ હવે તો સહ્યે જ છુટકો હતો...
‘સમય આવ્યે સૌ સારા વાનાં થશે...!’ માં-બાપની આ જ ઉમ્મીદ હજુ કાયમ હતી.
કોલેજમાં નચિકેતની મિત્રતા કેતા સાથે બંધાઇ..
અને પછી કેતાને જ પોતાની જીવનસંગીની બનાવવાના સપના જોવા લાગ્યો.
..અને એક દિવસ બેફિકરાઇથી કોલેજ ક્લાસમાં કેતાને પ્રપોઝ કરી દીધું... અને રીત પણ એવી જ કે જીદ કરીને કેતા તું મારી જ થવી જોઇએ..!
કેતા ઉચ્ચ ખાનદાન અને તેથી’યે વધુ સંસ્કારી હતી. નચિકેતની આ હરકતથી તેના એટીટ્યુડ્નો ક્યાસ કાઢી લીધો.
‘હું કાલે સવારે તારા ઘરે આવીશ..!’ એક વાક્યથી નચિકેતને ‘મેરે સપનો કી રાની કબ આયેગી..?’ થી ‘બહારો ફુલ બરસાઓ...!’ સુધી ગાવા લાગ્યો.
અને બીજે દિવસે સવારે કેતા તેની ખૂબ મોંઘીદાટ ગાડીમાં તે સાંકડી ગલીમાં આવી. આખાય મહોલ્લામાં આવી મોંઘી ગાડી કોઇએ જોઇ નહોતી.
નચિકેત તો કેતાને પોતાના ઘરે આવેલી જોઇને ખુશીથી ઝુમી ઉઠ્યો..
ખૂબ જ શ્રીમંત કેતા આમ સહેલાઇથી માની જશે તેવું નચિકેત માની શકતો નહોતો...!
કેતા ઘરમાં પગ મુક્તા જ મમ્મી-પપ્પાને પગે લાગી.. અને તે ક્ષણે જ નચિકેતના કાનમા લગ્નની શરણાઇઓ ગુંજી ઉઠી.
કેતાએ પછી નચિકેતની પાસે જઇને કાનમાં કહ્યું....’નચિકેત, એક કામ કર તુ જે શુઝ પહેરે છે, તે જલ્દી અહીં લાવ...!’
નચિકેતને કાંઇ સમજાયું નહી, પણ તે ઝડપથી ઘરની બહાર પડેલા પોતાના બ્રાંડેડ શુઝ લઇ આવ્યો.. રસ્તામાં તો તેને સાફ કરીને સરસ રીતે કેતા સામે મુકી દીધા.
‘સારું હવે તારા મમ્મી-પપ્પાના પગરખા મને બતાવ....!’ કેતાએ બીજો હુકમ કર્યો.
નચિકેત ફરી દોડ્યો, ઘરની બહાર..., અને બહાર પડેલા મમ્મી-પપ્પાના ચંપલ હાથમાં લીધા અને તે લઇને ઘરમાં આવ્યો... પણ તે ચંપલ જોતા તો મનોમન બબડવા લાગ્યો, ‘આ મારા મમ્મી-પપ્પાને સારા ચંપલે’ય લાવતા નથી આવડતા...! આ કેટલીયે જગ્યાએ તુટ્યા છે તો’ય સંધાવીને ચલાવે છે... આવા ગોબરા ચંપલ જોઇને કેતા શું વિચારશે...?’
કેતાએ બન્નેના જુના ચંપલ અને નચિકેતના બ્રાન્ડેડ શુઝ બાજુમાં મુક્યા અને બોલી, ‘ નચિકેત, જે ઘરમાં માતા-પિતાની ગરીબી દુર થતી નથી અને દિકરો બ્રાન્ડેડ શુઝની મજા કરે છે તે ઘરના છોકરાને મારે કેવી રીતે સ્વીકારવો....? નચિકેત તારા મોજ શોખ માટે આ તારા મમ્મી-પપ્પાએ આખી જિંદગી ખર્ચી દીધી... પણ તેં તારી જવાબદારીમાં શું કર્યુ...?અને.. તું શું કરી શકીશ....?’
‘કેતા... તને ખુશ કરવા હું મારી જિંદગી ઘસી દઇશ... હું તને ચાહું છું.....આજે અમે ભલે ગરીબ છીએ.. પણ આવતીકાલે હું અમીર બનીને બતાવીશ.. તારા માટે....!’ નચિકેત ફિલ્મી સ્ટાઇલમાં ડાયલોગ મારતો કેતા સામે ઘુંટણીયે પડી ગયો.
નચિકેતનું આ બિહેવીયર જોઇને તે દુર ખસી અને જોરથી બોલી, ‘ઓ.. માય ગોડ....! હું તને સ્વીકારવા જ આવી હતી... પણ જો તે એમ કહ્યું હોત કે હું મારા મમ્મી-પપ્પાને ખુશ કરવા માટે હવે જિંદગી ઘસી દઇશ તો મને વધુ ગમ્યું હોત... નચિકેત, તું કાયમ તારી ખુશીઓ માટે અને તારી પોતાની જીદ માટે જ જીવે છે...તું આ તારા દેવ સમા મા-બાપને ખુશ નથી કરી શકતો તો મને મને કેવી રીતે ખુશ કરી શકીશ ?’ કેતાના શબ્દોમાં ભભૂકતો અંગારો નચિકેતને દઝાડી ગયો.
‘હું તને ચાહુ છું.. કેતા... તું મારી જિંદગીનું સપનું છે...!’ નચિકેતે આજીજી કરી.
‘એમ તો તારા મમ્મી-પપ્પા પણ તને ચાહે છે... તેમની આંખોમાં પણ તારા માટે સપનાઓ છે.. તેમનું શું..?’ કેતાએ તેના મમ્મી પપ્પા તરફ આંગળી ચીંધી.
‘જુઓ મમ્મી- પપ્પ્પા આ કેતા મને નહી મળે તો હું આત્મહત્યા કરી લઇશ... તમે જ સમજાવો તેને...!’ નચિકેતે છેલ્લે એવી જીદ કરી જે તે નાનો હતો ત્યારે સાયક્લ કે બીજી વસ્તુ માટે જીદ કરતો હતો. પણ હવે શબ્દોનું સ્વરુપ બદલાઇ ચુક્યું હતું.
કેતા નચિકેતની આ પ્રકારે માંગણી જોઇને ડઘાઇ ગઇ. તે નચિકેતના લાચાર મમ્મી-પપ્પાની આંખો જોઇને ખૂબ શાંતીથી બોલી, ‘ જો નચિકેત હું તને તથા તારી જિંદગીને સાવ નફ્ફટાઇ અને બેફિકરાઇથી દુર સત્ય તરફ આંગળી ચિંધવા આવી છું.. તું ક્યાં સુધી તારા માં-બાપને લાચાર બનાવતો રહીશ.. ? તું તારા મા-બાપની નબળાઇ નહી પણ તાકત બન...!’
પછી કેતા મમ્મી-પપ્પાને પગે લાગી અને બોલી, ‘ સારું નચિકેત જો તારી આ જ જીદ છે તો હું મારી જિંદગીનું સર્વસ્વ મમ્મી- પપ્પાને શરણે ધરું છું, તેમનો જે પણ નિર્ણય હશે તે મને મંજુર છે.’
‘પણ એમાં મમ્મી- પપ્પાને શું ખબર પડે...!!’ નચિકેતના શબ્દો હવામાં રોજની જેમ ફંગોળાઇ ગયા.
કેતાએ અચાનક જ શરણાગતિ સ્વીકારી લીધી અને મમ્મીએ તો લાગણીવશ તેને આશિર્વાદ આપવા હાથ લંબાવી પણ દીધો....
ત્યાં જ પપ્પાએ તેનો હાથ પકડતાં કહ્યું, ‘ તારા હાથને રોકી લે, નચિકેતની માં....! નચિકેત, જે અમે તને જિંદગીભર ના કહી શક્યા તે આ દિકરીએ ખૂબ સારી રીતે સમજાવ્યું છે... અરે.. આ છોકરી જે માત્ર માં–બાપ દુ:ખી ન થવા જોઇએ તે સમજી પોતાની જિંદગીનું એમ જ બલિદાન આપી દે તેને તો વંદન કરવા જોઇએ.. દિકરી ધન્ય છે તારા કુળ અને ખાનદાનને....! અને આજે તે તારું સર્વસ્વ અમારે શરણે ધર્યુ છે તો અમારા શિરે તો તારી આખી જિંદગીની જવાબદારી આવી જાય..! આજે અમે ના-સમજ માં-બાપનો ફેંસલો છે.. કે...કેતા અમે તને અમારી દિકરી તરીકે સ્વીકારીએ છીએ.. પુત્રવધુ તરીકે નહી...!’
કેતા પણ પિતાના એક યોગ્ય ન્યાયથી તેમને વળગી પડી.
અને નચિકેત પણ માં-બાપને કેટલી સમજણ પડે છે તે સમજી ચુક્યો હતો....!
*સ્ટેટસ*
પહેલો જયજયકાર માં-બાપનો...!
પછી જ પ્રભુજી હું આપનો...!
*લેખક*
✍🏻✍🏻✍🏻
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*
✍🏻✍🏻✍🏻
*ડૉ. વિષ્ણુ પ્રજાપતિની ૪૭ વાર્તાઓનો વાર્તા સંગ્રહ ટૂંક સમયમાં અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઇ રહ્યો છે.*
ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
*ચાર રોમાંચ જિંદગીના*
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
*હું*
અવશ્ય વંચો અને વંચાવો...