*વ્હોટ્સ અપની વાર્તા – ૩૪*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*‘આન – દોલન...’*
‘આન… એય આન...! તું જ્યારે માઇકમાં બોલે છે ત્યારે તારા શબ્દોની અસર વિજળીના તેજ લીસોટા જેવી હોય છે. સામે બેસેલા બધા મંત્રમુગ્ઘ થઇને તને સાંભળ્યા જ કરે છે... તારા શબ્દોના ઉતાર ચઢાવ અને લયમાં લોકો ભીંજાઇ જાય છે... ખેંચાઇ જાય છે....!’
‘બસ... બસ... હવે...! આજના તારા મસ્કા મારવાનો ક્વોટા પુરો થયો હોય તો ઘરે જાઉં...!’ આને પોતાનો હાથ છોડાવતા કહ્યું.
‘એમ.. થાય છે કે તારો હાથ ક્યારેય ન છોડું...! તને કાયમ સાંભળ્યા જ કરું....!’
‘એ તો ગર્લ ફ્રેન્ડ હોય ત્યાં સુધી આ ડાયલોગ દરેક પુરુષ બોલે છે.... પત્ની બની ગયા પછી હાથ પકડવાનો કે સાંભળવાનો કોઇ પતિ પાસે ટાઇમ નથી હોતો...!’ અને આન તેનાથી દુર થવા ઉભી થઇ પણ ફરી દોલને ખેંચીને બેસવા આગ્રહ કર્યો.
અને ત્યાં જ કેન્ટીનમાં ત્રણેક છોકરા દોડતાં – દોડતાં આવ્યાં... ‘ અરે આંદોલન તમે અહીં બેઠાં છો...! આનની સ્પિચ પછી તો કોલેજમાં વિરોધ શરુ થઇ ગયો છે. વિદ્યાર્થીઓએ આ ડિસેમ્બર મહિનાના જુદાં જુદાં ડે ઉજવ્યાં તેને સમય, નાણાં અને સંસ્કારને લાંછન રુપ કહ્યું હતું તેના માટે આજે કોઇ ક્લાસમાં બેસીને લેક્ચર નહી ભરે તેવી સૌએ જાહેરાત કરી છે....! પહેલા આન બધાની પાસે માફી માંગે, પછી જ અમે કોલેજ શરુ થવા દઇશું તેવી જીએસે જાહેરાત કરી છે....!’
‘પણ.. મને તો જેવું લાગ્યું તેવું કહ્યું..., ડેની ઉજવણીમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર બન્નેનું ચિરહરણ થતું મેં આ કોલેજમાં જોયું એટલે કીધું...! 31સ્ટ ના નામે ડીજે અને દારુ પીને આવેલા પેલા કોલેજીયનોએ કેવો હંગામો કરેલો....!’ આને તરત જ પ્રત્યુત્તર વાળ્યો.
‘જો એ વિચારવાનો અત્યારે સમય નથી... પ્રિન્સિપાલ સર તને શોધે છે..!’ પેલામાંથી એક છોકરાએ ઉતાવળે કહ્યું.
‘તું ઘરે જા... એ તો હું સંભાળી લઇશ....!’ દોલન તરત જ આનનો હાથ છોડાવી પેલા છોકરા સાથે પ્રિન્સિપાલની ઓફીસ બાજુ ગયો.
‘પણ કેવુ પડે... તમારું બન્નેનું નામ કેવુ..? આન અને દોલન... ભેગું કરીએ એટલે થાય આંદોલન… અને તમે જ્યારે મળો છો ત્યારે કોઇને કોઇ આંદોલન થાય જ છે....!’ પેલા છોકરાએ દોલનને પીઠ પર ધબ્બો મારતાં કહ્યું.
‘હા... અમે પહેલી વાર જ્યારે મળેલાં ત્યારે પણ શહેરમાં કરફ્યુ લાગેલો... આન ને છોકરી સમજીને જવા દીધેલી અને પોલીસવાળાંએ મને તો બે ધોકા બન્ને બમ્પ પર મારેલા... એ..આંદોલન મને દસ દિવસ સુધી દુ:ખેલું...!! પણ તે પછી આન મારી થઇ ગયેલી...!’ દોલને આન તરફ છેલ્લી નજર કરતા કહ્યું.
‘હા... હવે એ તો મહોબ્બત મેં ધોકા ઔર ધોખા સભી કો મિલતા હૈ... તુમ્હે ધોકા પસંદ હૈ... ઇસલિયે પોલીસ કા ધોકા મિલા....!’ આને હસતાં હસતાં કહ્યું.
અને કતરાતી નજરે દોલન પ્રિન્સિપાલની ઓફીસ તરફ આગળ વધ્યો અને જીએસને સમજાવી મામલો થાળે પાડ્યો.
કોલેજના છેલ્લા વર્ષમાં ભણતાં આન અને દોલન વચ્ચે પ્રેમના આંદોલન ઝડપથી આગળ વધ્યાં હતા.
આન અને દોલન બન્નેની એક ખાસીયત એ હતી કે બન્ને સારા વક્તા હતા અને કોલેજના દરેક કાર્યક્રમોમાં લીડરશીપ લેતા હતા.
એક દિવસે દોલને આનનો હાથ પકડીને બધાની વચ્ચે કેન્ટીનમાં કહેલું ‘ જો આન તું મારી નહી થાય તો હું આંદોલન પર ઉતરી આવીશ... તારા પિતાજીને આવેદનપત્ર આપીશ.. ભૂખ હડતાલ અને અગ્નિસ્નાન પણ કરીને દેખાડીશ....!’ દોલનનો ત્યારનો સૂર પ્રેમ કરતા કોઇ આંદોલનમાં ભાગ લઇ રહ્યો હોય તે રીતનો હતો.
પણ.. તે પછી આન ધીરે ધીરે દોલન પ્રત્યે ખેંચાઇ અને બન્ને પ્રેમમાં પ્રવાહિત થઇ ગયા.
‘દોલન... આપણાં લગ્ન ક્યારે થશે...?’ આને એકવાર પુછી લીધું.
‘ક્યારે થશે તેમ નહી.... થશે કે નહી તેમ પુછ....!’ દોલને તરત જ સ્પષ્ટ કરી દીધું.
‘કેમ... આમ બોલે છે....?’ આને થોડી સ્પષ્ટતા માંગી.
‘તું’યે ગાંડી છે’ને... આપણી વચ્ચે નાત-જાતની મોટી દિવાલ છે....! તું જ્યારે ઘરમાં વાત કરીશને તે દિવસે જ ઘરમાં તારે આંદોલન કરવું પડશે.....!’ દોલને જીવનની હકીકત કહી.
‘જો પ્રેમ હોય તો... આપણને કોઇ દિવાલ નહી રોકી શકે....!’ આને ફિલ્મી ડાયલોગ સંભળાવી દીધો.
‘જોઇશું આગળ કેવી દિવાલો આવશે....અને કેવી રીતે કુદીશું... પણ અત્યારે તો પ્રેમ કરી લઇએ....!’ દોલને આખી વાત વાળી લીધી.
સમય વીતતો ચાલ્યો.. આન અને દોલન ભેગા થઇને આંદોલન બની ચુક્યા હતા.
કોલેજ પણ પુરી થવાને આરે હતી...
ઘરેથી કોઇ સહકાર નહી મળે એટલે કોર્ટ મેરેજનું બન્નેએ વિચારી લીધું.
‘આ કમૂરતા ઉતરે એટલે કોર્ટ મેરેજ....!’ આને પોતાનો નિર્ણય દોલનને કહી દીધો.
દોલન માટે તો આન જેવી છોકરી મળવી એટલે કાગડો દહીંથરુ લઇ ગયો એમ જ કહેવાય...!
દોલને તો તરત જ કહેલું, ‘ કોર્ટ મેરેજમાં મૂહૂર્ત નહી માત્ર ઉંમર જોવાની હોય છે...!’
અને બન્નેએ તારીખ નક્કી કરી લીધી.
આન જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા જઇ રહી હતી અને પહેલીવાર તે પોતાના મમ્મી પપ્પાને જણાવી નહોતી રહી તેનો વસવસો હતો પણ ઉંમરની નાદાનિયત તેને પ્રેમ તરફ ખેંચી રહી હતી.
આજ દિન સુધી બન્ને જ્યારે મળતાં ત્યારે શહેરમાં હંમેશા કોઇને કોઇ અશાંતિ ફેલાઇ જ હતી.
અને કોર્ટ મેરેજના આગળના દિવસે જ શહેરમાં જાતિવાદ વકરી ગયો. શહેર બંધ કરવાનું એલાન થઇ ગયું.
અમારી જ્ઞાતિના લોકોને જો કાંઇ થાય તો અમે ચૂપ નહી બેસીએ.... તેમ ધીરે ધીરે આ દાવાનળ જુદા જુદા રાજ્યોમાં પણ પ્રસરી રહ્યો હતો.
શહેર બંધ અને ગમે ત્યારે હિંસા ભડકી ઉઠે તેવું ઉગ્ર આંદોલન પણ શહેરમાં શરુ થઇ ગયું હતું.
આન તેના પિતાજી સાથે ખરીદી માટે નીકળી હતી તે શહેરની પરિસ્થિતિથી અજાણ હતા... અને એકાએક સામેથી મોટું ટોળું આવ્યું અને લોકો પર દુરથી પથ્થરમારો શરુ કર્યો.
આનના પિતાજીએ તરત જ પોતાનો હેલ્મેટ પોતાની દિકરી આનને પહેરાવી સુરક્ષિત જગ્યા શોધવા લાગ્યા..
આંદોલન ઉગ્ર હતું... પોલીસ આવી... પોલીસને જોઇ ટોળું વધુ ઉશ્કેરાયું અને જોર જોરથી પથ્થરમારો કરવા લાગ્યું...
જો કે આન હેલ્મેટના કારણે બચી ગઇ, પણ તેના પપ્પાના ખુલ્લા માથા પર પથ્થરોએ ભારે ઇજા કરી.
એક ક્ષણમાં તો પપ્પાના માથામાંથી લોહીની ધાર થવા લાગી.
આન તો પપ્પાનું માથું પકડીને બેસી ગઇ.. તે ક્રુર નજરે ટોળા સામે તાકી રહી હતી..
હેલ્મેટના કાચમાંથી સામે ટોળામાં દોલન દેખાયો.. તે પણ બધાને આંદોલનને તીવ્ર બનાવવા ઉશ્કેરી રહ્યો હતો... પોલિસે ટીયર ગેસ છોડીને ટોળાને વેરવિખેર કર્યુ...
આન અને તેના પિતાજી માંડ માંડ હોસ્પિટલે પહોંચ્યા..
લોહી ખૂબ વહી ગયું હતું... લોહીની જરુર ઉભી થઇ... આંદોલનની અસરને કારણે શહેર બંધ હતું. સિવિલ સુધી પહોંચવામાં જોખમ હતું.. પણ... પોતાને હેલ્મેટ આપીને બચાવનાર પપ્પા માટે આને જોખમ લીધું.. આને જોયું કે એક દિવસમાં તો શહેરને કાળો રંગ લાગી ગયો હતો... સળગતા ટાયરોનો ધુમાડો.... તોડી નાખેલી દુકાનો... સળગીને રસ્તામાં ઉભેલી સરકારી બસ... બધું જ જોતા હૈયું ભરાઈ આવ્યું...
આખરે મહામહેનતે એક બોટલ લોહી મળ્યું.. આંદોલનમાં અનેક ઘવાયેલા હોવાથી શહેરમાં લોહીની અછત ઉભી થઇ હતી....
આને જોયું કે અત્યાર સુધી દસેક વાર દોલનના ફોન આવી ચુક્યા હતા.
લોકોને ઉશ્કેરતા તે ચહેરા પર પહેલી વાર આનને નફરત થવા લાગી હતી.
ફરી ફોન વાઇબ્રેટ થયો... દોલન વારેવારે ફોન કરી રહ્યો હતો.
આને કોલ રીસીવ કર્યો તરત જ સામે છેડેથી અવાજ આવ્યો, ‘ મારી દુલ્હન… કાલે તૈયાર રહેજે...! આપણે હકીકતમાં અંદોલનની સાથે જ આન અને દોલન એક થશે. અને હા.. અમે બધાએ આંદોલન શરુ કર્યુ છે. અમારી જ્ઞાતિનું અપમાન અમે સહેજે’ય નહી સાંખી લઇએ. આવતીકાલે....!’
‘સાંભળ દોલન....!’ આને અધવચ્ચે અટકાવતા કહ્યું પણ દોલન કાંઇપણ સાંભળવા તૈયાર નહોતો.
તેને પોતાનું કહેવાનું ચાલુ રાખ્યું, ‘ તારી વાત પછી....! આવતીકાલે સવારે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છીએ.. અને તારે તેમા ધારદાર પ્રવચન આપવાનું છે. આખરે હવે તું પણ મારી જ જ્ઞાતિની થવાની છે.. અને એક ધમાકેદાર આંદોલનના પડઘમ સંભળાવી પછી આપણે કોર્ટ મેરેજ કરીશું... આખરે આપણું નામ કુદરતી રીતે આંદોલન જ છે જે કાલે સાબિત કરી દઇશું.’
‘પણ.. દોલન...!’ આન વિનવતી ગઇ પણ દોલને ફરી કહી દીધું.
‘આવતીકાલે બરાબર અગીયાર વાગે કલેક્ટર ઓફીસ સામે અને પછી સાડા બારે કોર્ટ મેરેજ...!’ એટલું કહી દોલને ફોન મુકી દીધો.
ફોન કટ થતાં આન એક હાથમાં લોહીની બોટલ અને એક હાથમાં ફોન લઇને ધ્રુસકે ધ્રુસકે રડી પડી...
આ દોલન જેને હું પ્રેમ કરું છું.. મારી જિંદગી આપી રહી છું.. તે મને આંદોલન કરાવીને.. લોકોને ભડકાવીને પછી આન-દોલનનો મિલાપ થશે તેવું ઝંખી રહ્યો છે... મારે તેને શીખવવું જ પડશે...
અને આન કોઇ વિચાર કરી ઉભી થઇ.
બ્લડ બેંકના ડિરેક્ટર સાથે થોડી વાતચીત કરી અને આવતીકાલનો પ્રોગ્રામ ગોઠવીને પોતાના પપ્પાને લોહી પહોંચાડવા ઝડપથી હોસ્પિટલ તરફ ગઇ અને રાત્રે લોહીની બોટલ શરુ કરી દીધી.
પપ્પાને સારું થતા આન પપ્પાને વળગી પડી,’પપ્પા, સોરી....!’ અને ધુસકે ને ધુસકે રડી પડી.
‘કેમ સોરી...?’ પપ્પાએ પુછ્યું.
આને પોતાના આંસુ રોકીને કહ્યું, ‘ એ તો એમ જ.... પણ પપ્પા તમે મને હેલ્મેટ કેમ આપી દીધો..?’
‘અરે.. બેટા... તારો બાપ છું... અને મારી નજર સામે તને એક ઉઝરડો પડેને તો’ય મારું કાળજુ ચિરાઇ જાય... તને જો ક્યાંક પથ્થર વાગી જાય તો તને જે દર્દ થાય તેના કરતા વધુ દર્દ તો મને થાય. વળી, આખી જિંદગીનો વસવસો રહી જાય કે મારું માથું સલામત રાખવા દિકરીને સુરક્ષિત ના રાખી શક્યો. બેટા કોઇપણ બાપ પોતાની દિકરી માટે હેલ્મેટ તો શું આખું માથું પણ આપતા ક્ષણનો’ય વિલંબ ના કરે...!’
આન ફરી ચોધાર આંસુએ રડી અને વળગી પડી અને મનોમન બબડી, ‘ જે બાપ મને એક ઉઝરડો પણ ના પડવા દે અને મારા માટે હસતા મુખે માથું પણ મુકી શકે તેનું જ માથું દુનિયા સામે શરમથી ઝુકી જાય તેવું કામ કરવા હું જઇ રહી હતી....! ભગવાન મને માફ કરી દે..!’
આંસુની ગંગાથી આન પવિત્ર બની હતી.
બીજા દિવસે સવારે દોલને કહ્યા મુજબ અગિયાર વાગે આન કલેક્ટર ઓફીસ પહોંચી. લોકોનું મોટું ટોળું ઉભું હતું. દોલન આનને જોઇને ખુશ થઇ ગયો. તેને આનને સ્ટેજ પર આવકારી અને સ્પિચ આપવા કહ્યું.
આને માઇક હાથમાં લીધું અને પોતાની ધારદાર સ્પિચથી શરુઆત કરી,
‘સર્વે આંદોલનકારી ક્રાંતિકારીઓ... તમારી શક્તિને હું નમન કરું છું... આજે એક દિવસમાં જ આપણે આખા શહેરને બતાવી દીધું કે અમારું અપમાન કરશો તો અમે ચુપ નહી બેસી રહીએ....! શહેરને ભડકે બાળીશું... શહેરને બંધ કરાવી દઈશું...!’
આનની ધારદાર શરૂઆતમાં જ સૌએ તાળીઓનો વરસાદ વરસાવી દીધો.
‘અને... આપણી તાકાત આજે બધાને બતાવી દઇશું... આ આવેદન માત્ર કાગળ નથી આપણો જુવાળ છે અને યુવાનોની હૈયાવરાળ છે... સાચુને....?’
આને આવેદનપત્ર ઉંચો કરીને કહ્યું.
સામે બધાએ એકસાથે જોરથી પ્રત્યુત્તર વાળ્યો, ‘ એકદમ સાચુ.’
‘તો પછી યુવાનો આજે થાવ તૈયાર કારણ કે કોઇ માઇનો લાલ આપણી સામે આંગળી ચિંધી ના શકે...!’
સભામાંથી અવાજ આવ્યો, ‘ અમે તૈયાર છીએ... તૈયાર છીએ...!’
‘બસ... તો પછી આજે આપણે એક નવું જ આંદોલન કરીશું જેમાં અહીં આપણે રક્તદાન કેમ્પ કરીએ છીએ અને આપણે બ્લડ ડોનેટ કરી આ આંદોલનમાં ઘવાયેલા લોકો માટે લોહીની બોટલ મોકલાવીશું અને બધા પોતાનું ડોનેશન આપી જે કોઇ સરકારી સંપત્તિને નુક્શાન કર્યુ છે તેની ભરપાઇ પેટે આ આવેદન પત્ર સાથે તે દાનની રકમ પણ જમા કરાવીશું. જેથી બધા જ જાણે કે આ આંદોલન હિંસક નહી પણ પ્રેમનું હતું... વેરઝેરનું નહી પણ ભાઇચારાનું હતું... તો તૈયાર છો ને બધા.....!’
‘હા... તૈયાર...!’ બધા એકસૂરે આનની વાતમાં ખેંચાઇ ગયા હતા.
અને તે દિવસે આને આંદોલનકારીઓના દિલમાં અપમાન નહી પણ સન્માનનું આંદોલન જગાવી દીધું. આંદોલનકારીઓનો જુવાળ સમાજમાં અશાંતિ માટે નહી પણ સામાજિક સમરસતા તરફ વાળી દીધો.
દોલન આનને મળવા નજીક આવ્યો પણ આને તેને રોકતા કહ્યું, ‘દોલન આપણું આંદોલન અહીં જ સમાપ્ત થાય છે. આપણાં નામના શબ્દોનો મેળ પણ અરાજકતા તરફ દોરે છે. જે મને કદી’યે મંજુર નથી. હવે કોઇ મુહુર્ત કે તારા આવેદનની મારે જરુર નથી. ગઈકાલે તારા ફેંકાયેલા પથ્થર અને મારા પિતાએ આપેલા હેલ્મેટથી હું જીવનને સમજી ચુકી છું. ’
એટલું કહી આન ટોળાં વચ્ચેથી સરકીને પોતાના પિતાજીની સુરક્ષિત છત્રછાયામાં પહોંચી ગઇ.
*સ્ટેટસ*
‘ચલોને આંદોલન એવું કરીએ, જ્યાં
ભેદભાવ નહી હેતભાવ જ જન્મે....!’