Jan 14, 2018

ઘડપણ

રાજકોટ માં સગી જનેતાને અગાસી પરથી ફેકીને હત્યા કરનાર પ્રોફેસર પુત્ર ૩ માસ બાદ પાંજરે પુરાયો .....!!!!

આ એક હત્યા હજારો હત્યા બરાબર છે.

ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે ...
આપણા દેશની મહાન સંસ્ક્રુતી ના ગાન ભલે આપણે ગાઈયે પણ વડીલો ની સાચવણ અને માન સન્માન માં આપણે બીજા કરતાં ઘણા 'હલકા' છીએ .

આજે પણ તમો જોતા હશો કે ,
૮૦% બુઢા મા બાપને જમવા અલગ બેસાડાય છે ...
૨૦% મા બાપને સગવડતા હોય તોય ઘરવાળી ના ડરે  અલગ રખાય છે ...
૯૦% પુત્રો કામેથી આવીને સાંજે બાળકો ને ચુમી ઉઠે છે તો અમુક તો ઘરવાળી વર્ષો થી વિખુટી પડી ગઈ હોય લબાડ વેડા કરી ભેટી પડે છે ..
પણ ઘરમાં બા-બાપુજી ને 'કેમ છો બા ?' કહેતા નથી !!!
૭૦% મા-બાપો ઘરડા થાય ને કંઈ પણ બોલે...
"તમને ખબર નો પડે ...!" એમ કરીને ચુપ કરાય છે ...
૯૦% ઘરડા માતપિતા ને દિકરાઓ તેને પૈસા બાબતે પુછતા નથી !

ભીખની જેમ રુ માંગવા પડે છે ...

જેવુ કરશો તેવુ ભરશો ... એ મુજબ , જે લોકો માબાપ ને એકલા છોડી મુકે છે કે માન સન્માન આપતા નથી , તેના ઘડપણ વખતે તેનાથી બુરા હાલ થાય જ છે ...

અમુક કુટુંબો માં તો આ પેઢી દર પેઢી ચાલ્યુ આવતુ જ હોય ...
મા બાપો કુતરા ની જેમ બિચારા જિવતા હોય ..,
ને આ સાયકલ પેઢી દર પેઢી ચાલુ જ હોય.
ખરેખર આવા કુટુંબો માં સંસ્કાર , શિષ્ટતા અને કેળવણી માં ખોટ હોય છે ..

સમજો ... વિચારો ... યુવાનો ...
૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને , જ્યારે એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગી માં એકલતા વ્યાપી જાય ...
ધીરે ધીરે બચપણ ના ભાઈ બહેનો ચાલ્યા જાય ...
ઓટા-ચોરા ના મિત્રો એક પછી એક ચાલ્યા જાય ...
૮૦-૯૦ વર્ષે તો તેના તમામ સાથીદાર , મિત્રો ચાલ્યા જાય ....
જેની સાથે જિવવુ છે તે તમામ નવા ?
ઉમર ને લીધે શરીર સાથ ના દે ...
સંભળાય નહી .. ભાષા ના સબ્દો , ટેકનોલોજી , રહેનસહેન , ફેશન પળપળ બદલતી હોય ત્યારે ,
બધા સાથે સંકલન અશક્ય બની જાય ...
ત્યારે જિવવુ એજ બોજ બની જાય ....
માનવ જિંદગી નો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે ....,
આવા સમયે પુત્ર પુત્રવઘુ ઓ યે પોતાના બાળપણ ને યાદ કરવુ જોય ...
જન્મથી જ આપણને ખાતા , ચાલતા , બોલતા ને આ દુનિયા ના આંટાપાટા જેણે ખંત અને મહેનત થી શીખવ્યા હોય ...
તેને જ્યારે જરુર પડે ત્યારે આટલા બધા હલકટ વેડા ????
વિચારો ....
માતપિતા ને તરછોડી ને આ દુનિયા માં કોઈ જ સુખી થયુ નથી ...
કુતરા ના મોતે ના મરવુ હોય અને ઘડપણ માં સુખ થી જિવવુ હોય તો ,
મા બાપ ની પોતાના ભુલકા જેટલી જ કાળજી લો .
"કેમ છો બા ? કેમ છો બાપુજી ?" આટલા સબ્દો જ તેમને ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે ...,
લખી લો ...
માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે ....તેને ભરપુર પ્રેમ કરો ...