Jun 27, 2017

પતિ પત્ની

પતિ પત્ની
એક બનાવેલો સંબધ,
પહેલા કયારે એકબીજા ને જોયા પણ ન હતા,
હવે આખી જીંદગી એક બીજા ની સાથે,
પહેલા અપરિચીત, પછી ધીરે ધીરે થાય પરીચીત ,ધીરે ધીરે એક બીજાનો અરસપરસ સ્પર્શ, પછી
મજાક મસ્તી, ઝગડો, બોલ ચાલ બંધ,
કયારે જીદ, અહમ નો ભાવ.

પછી આસ્તે આસ્તે બની જતી પ્રેમ પુષ્પો ની માળા પછી એકજીવન, તૃપ્તતા

વૈવાહીક જીવનને પરિપક્વ થવામાં સમય લાગે છે, ધીરે ધીરે જીવન માં સ્વાદ અને મિઠાસ આવે છે.  અથાણુ જેમ જુનુ થાય  તેમ તેનો સ્વાદ  વધતો જાય છે.
પતિ પત્ની એક બીજા ને સારી રીતે સમજવા લાગે છે, વૃક્ષ વધતુ જાય છે, ડાળી વધતી  જાય છે,  ફુલ  આવતા જાય છે, ફળ આવે છે, તેમ સંબધ વધુ મજબુત થતો જાય છે. ધીરે-ધીરે બન્ને ને એકબીજા વગર *સારુ નથી લાગતુ.

ઉમર વધતી  જાય છે,
બન્ને એકબીજા પર અધિક નિર્ભર થતા જાય છે.
એકબીજા વગર એકલતા અનુભવે છે.
પછી ધીરે ધીરે મનમાં ભય નિર્માણ થવા લાગે છે.
એ ચાલી જશે તો હુ કેમ જીવીશ
એ ચાલયા જશે તો હુ કેમ જીવીશ

તેમના મનમાં ધુમરાતા આ સવાલો ની વચ્ચે,
પોતાનુ સ્વતંત્ર અસ્તિત્વ બન્ને ભુલી જાય છે.

કેવો અનોખો સંબધ ?
કોણ કયાં નુ કયાં.
એક અનોખા બંધન થી બંધાઈ
"પતિ પત્ની" બની જાય છે.

No comments:

Post a Comment