હું જ છું ...
હા,
હું તારી સાથે જ છું ...,
અંદર જરા નજર તો કર ...
દુઃખ માં ધીરજ છું ...
સુખ માં ન છકેલ સંતોષ છું ...
મન રુપી તારા માં હું છું ;
સ્થળ, કાળ બધું અતિક્રમું છું ..
તારા માં હું ધીરજ, જુસ્સો છું હું ...
કર્મ રુપી શસ્ત્ર છું હું તારુ,
નડતર ને કર્મ થી હંફાવુ છું ...
હું છું તારી કલ્પના બની,
પરિવર્તન- સંસાર નિયમન કરુ છું ...
હું જ છું, તું જે જાણે છે, તું માણે છે..
એ તારા રુપી મારી જાતે જ કરું છું ..
હું જ છું પર બ્રહ્મ ..
સ્વનિયમન રુપ ...
હું ખુદ મારો ખુદા ...