Oct 20, 2016

આમ જુઓ તો જીવન ...


આમ જુઓ તો કઈં નથી,
ને આમ જુઓ તો જીવન ...
આમ જુઓ તો વિતવ્યા વરસો છે ...
ને આમ જુઓ તો જીવ્યુ એ જીવન ...

આમ જુઓ તો વિતાવ્યું બાળપણ,
ને આમ તો જીવ્યા'તા એ જ જીવન,

ખાખા ખોળા કરું
કયાંક ખોવાયું કશુ ...
સામાજીકતા ના ઝાળા
બાજેલા તે કાઢું ...
ઝાડી ઝાખર લાગ્યા એ,
તૃષાવેશે હું વાઢુ ...

થોડા જ જયાં સાફ કર્યા,
અંતર છબી મળી ...

ત્રસ્ત મટી હું મસ્ત બન્યો ...

Read More