Sep 18, 2016

જેવુ કર્મ તેવા ફળ- Jevu Karm tevu Phal


હે યોગેશ્વર,
હે ગીતા ગ્યાન દાતા ...
આવ ભલા એક મુલાકાત કર તો ખરો ..
તવ કમળમુખે વાચેલ ગીતા ના અણમોલ વચન ...
ને આ તારી ધરતી ના આજ ની વ્યથા,
હતપ્રભ હું મને સમજાવ તો ખરો ...

નન્હા સા ભુલકા ઓ તારા જ બાગ તણા ફુલ ને ...
જગ- ચમન માં મહેકવા જ અવતાર્યા હશે તેં નહિં?
થોડી નજર તો તારી પણ હશે જ ને એ બાળ ફુલો પર ...
તો કેમ દુનિયા ના વહેવારો ની વચ્ચે પિંખાય છે ?
થોડી સી ભુખ ભાંગવા વહેવાર વમળ માં આજથી જ પિસાય છે ...
જોઈ ને વિચારૂ કયા કર્મ ને આધિન આ વ્યથા ?
જેવુ કર્મ તેવા ફળ નો મહિમા નો લોપ નથી શું ?

ઈમાન ને જીવી જાણતો તારો નેક બંદો,
જીવતર આખુ, એક સાંધતા તેર તુટતા,
 પણ તારામાં વિશ્વાસ ન ગુમાવતો ...
જ્યાં બીજો નેકી ની એકી-બેકી કરતો
ને તોય તે ઠરીઠામ થાતો ...
જોઈ ને વિચારૂ કયા કર્મ ને આધિન આ વ્યથા ?
જેવુ કર્મ તેવા ફળ નો મહિમા નો લોપ નથી શું ?

આજ માં એ જણ્યા પુત્ર ને
એ જ માં થી અજાણ થતો જોઊં છું ...
જોઈ ને વિચારૂ કયા કર્મ ને આધિન આ વ્યથા ?
જેવુ કર્મ તેવા ફળ એ મહિમા નો લોપ નથી શું ?

Read More