જન્મદિવસ,
એક વિસામો...
એક માઇલસ્ટોન ...
જીવન જીવ્યા ને રિવાઇન્ડ કરી ...
શું પામ્યા ... શું મેળવ્યુ ...
શું આપ્યું ..... ને આપ્યા નો શું નફો ...
કેટલા કમાયા- કેટલા ગુમાવ્યા ...
ગણીયે સંબંધો ને લાગણી તણી સિલક ...
ચાલ બનાવ બેલેન્સ શીટ ...
આવતી કાલમાં, શું ઉમેરવું...
શેનો કરવો રદિયો ...
જુની કેડી ને ફરી કંડાર ...
નવા રસ્તા ને માપ ...
નવું જોમ .....
નવો ઉમંગ ...
અને નવી મંઝીલ ...
આપને શુભકામના !
નવલા દિવસ ની ....
નવલા જીવન ની ....
Read More