Sep 8, 2016

O Ishwar bhajiye tane -ઓ ઇશ્વર ભજીએ તને


ઓ ઇશ્વર ભજીએ તને,
મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ,
થાય અમારાં કામ…

હેત લાવી હસાવ તું,
સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે,
તો પ્રભુ કરજો માફ…

પ્રભુ એટલું આપજો,
કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં,
સાધુ સંત સમાય…

અતિથિ ઝાંખો નવ પડે,
આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે,
આશિષ દેતો જાય…

સ્વભાવ એવો આપજો,
સૌ ઇચ્છે અમ
હિતશત્રુ ઇચ્છે મિત્રતા,
પડોશી ઇચ્છે પ્રીત…

વિચાર વાણી વર્તને,
સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું,
ઇચ્છું કુશળક્ષેમ…
Bhajandevotional