Sep 8, 2016

Mara nakh na parwala jevi chundadi- મારા નખના પરવાળા જેવી ચૂંદડી, Lagna Geet


મારા નખના પરવાળા જેવી ચૂંદડી
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી

હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા દાદાજી દેખે માતાજી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી

          તમારા દાદાના તેડ્યાં અમે આવશું
          તમારી માતાના મન મોહશે હો લાડલી
          ઓઢોને લાડકવાયી ચૂંદડી

હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા વીરોજી દેખે ભાભી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી

          તમારા વીરાના તેડ્યાં અમે આવશું
          તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી
          ઓઢોને સાહેબજાદી ચૂંદડી