આનંદ મંગલ કરું આરતી
હરિગુરુ સંતની સેવા;
આનંદ...
પ્રેમ કરી મંદિર પધરાવું
સુંદર સુખડાં લેવાં...
આનંદ...
કાને કુંડળ માથે મુગત
અકળ સ્વરૂપી એવા;
આનંદ...
ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ
ત્રણ ભુવનના દેવા...
આનંદ...
અડસઠ તીરથ ગુરુજીના ચરણે
ગંગા જમુના રેવા;
આનંદ...
સંત મળે તો મહાસુદ પામું
ગુરુજી મળે તો મેવા...
આનંદ...
શિવ સનકાદિક ઓર બ્રહ્માદિક
નારદ મુનિ દેવા;
કહે 'પ્રીતમ' ઓળખો હરિ ને
હરિના જન હરિજેવા...
આનંદ...