ગણતરી એ માણસની ફિતરત છે.
કોના માટે કેટલું ઘસાવું, શા માટે ઘસાવું,
ઘસાવાથી ફાયદો થાય છે કે નુકસાન
એનો આપણે હિસાબ માંડતા રહીએ છીએ.
ગણિત ગળથૂથીમાં મળતું નથી.
ગણિત અને ગણતરી માણસને શીખવાડવામાં આવે છે
તોળવામાં અને તોડવામાં ઘણા લોકોને સારી એવી ફાવટ હોય છે
હિસાબ માત્ર નાણાકીય જ નથી હોતા,
હિસાબ માનસિક પણ હોય છે.
કોણ કેટલું વહાલું છે, કોણ કોને કેટલો પ્રેમ કરે છે,
કોણ કોનું વધુ રાખે છે, કોની કોને વધુ ચિંતા થાય છે
એનો હિસાબ પણ માણસો રાખતા હોય છે.
તમને સૌથી વધુ વહાલું કોણ છે
એવું કોઈ પૂછે તો તમે શું જવાબ આપો?
હા, અમુક ચહેરા, અમુક નામ, અમુક વ્યક્તિ એવી હોય છે
જેને આપણે સૌથી વધુ પ્રેમ કરતાં હોઈએ છીએ.
આમ છતાં એનો મતલબ એવો નથી હોતો કે
આપણે બીજાને પ્રેમ નથી કરતાં.
સંબંધોના કોઈ ક્રમ નથી હોતા.
સંબંધ બસ સંબંધ હોય છે,
ક્રમ તો આપણે માની લીધા હોય છે.
એક બાપને બે દીકરી હતી.
વહાલી બંને હોય છે છતાં એક પ્રત્યે લગાવ વધુ હોવાનો.
ઘણાને મોટી વહાલી હોય છે, તો ઘણાને નાની.
એ બાપને પણ નાની દીકરી વધુ વહાલી હતી.
બંને મોટી થઈ.
નાની દીકરીને ઓલવેઝ એવું થતું કે હું વધુ વહાલી છું.
મોટી થયા પછી બંનેનાં લગ્ન થયાં.
નાની દીકરીનું સાસરું સુખી અને સારું હતું.
મોટી દીકરીને સાસરામાં થોડા પ્રોબ્લેમ્સ હતા.
મા-બાપનો લગાવ મોટી દીકરી તરફ વધવા લાગ્યો.
નાની દીકરીએ એક દિવસ પપ્પાને કહ્યું કે હું તમારી વધુ લાડકી છું,
પણ તમે ધ્યાન મોટી બહેનનું વધુ રાખો છો!
ડેડીએ કહ્યું કે દીકરા, તારી વાત સાચી છે,
પણ એનું અત્યારે ધ્યાન રાખવાની વધુ જરૂર છે.
સ્નેહનું એવું નથી કે એ ખૂટી જાય,
એને આપી દીધો એટલે તારો ભાગ છીનવાઈ જશે એવું પણ નથી હોતું.
લાગણી તો એવી સરવાણી છે જે ક્યારેય સુકાતી જ નથી.-Sandesh

No comments:
Post a Comment