Jul 8, 2016

છેલ્લે તો આપણે બે જ હોઈશુ.


ભલે ઝગડીએક્રોધ કરીએ
એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા
છેલ્લે તો આપણેબે  હોઈશું.

જે કહેવું હોય  કહી લે
જે કરવું હોય  કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચરચશ્માં) શોધવા 
છેલ્લે તો આપણે બે  હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે
તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે  હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, 
યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા
છેલ્લે તો આપણે બે  હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે
કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, 
છેલ્લે તો આપણે બે  હોઈશું.

મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, 
આઈ એમ ઓલરાઈટ,
એમ કહીનેએકબીજાને છેતરવા, 
છેલ્લે તો આપણે બે  હોઈશું.

સાથ જ્યારે છુટી જશે, 
વીદાયની ઘડીઆવી જશે,
ત્યારેએકબીજાને માફ કરવા, 
છેલ્લે તો આપણે બે  હોઈશું.