Mar 28, 2021

Festival of color-રંગોનો તહેવાર - મેહુલ ભટ્ટ

 

ચાલ બધું રંગે ગુલ્લાલ કરીએ, 

ઉમંગથી હૈયું માલામાલ કરીએ! 


ભીતરના સૌ દ્વેષ મુકીએ બાળી,

અને , પ્રેમ રંગના કુંડા ભરીએ!


ઈચ્છાઓને હોમી દઈ હોલીકામાં, 

સંતોષના બે ઓડકાર ભરીએ !


હટાવી દઈ આવરણ અહમના,

દિલ ખોલીને આજે ગળે મળીએ!


મૂકી ઘડીક દુ:ખની ક્ષણો આઘી,

સુખની ક્ષણોને ગાંઠે કરીએ !


જે મળ્યું છે તેને માણી લઈએ 

નાં મળ્યાનો નાં મલાલ કરીએ!


વ્હાલપના કેસુડાની છાલક થકી,

રંગારંગ  આ તહેવાર કરીએ ! 

- મેહુલ ભટ્ટ (૨૨/૦૩/૨૦૧૬)


:WhatsApp Collection 

No comments:

Post a Comment