Jul 12, 2019

Tame tran vaat rakhjo yaad, તમે ત્રણ વાત રાખજો યાદ


English Lyrics : Click Here


તમે ત્રણ વાત રાખજો યાદ ... (2)
જીવન માં લાવવા મીઠો સ્વાદ... તમે...

પ્રભુને સ્મરતા શ્વાસે શ્વાસ ...
સુતા ઉઠતા જમતા ખાસ...
જીવન ગણજો પ્રભુ નો પ્રસાદ ... તમે ...

પ્રભાતે ઉઠતા ની સંગાથ,
નિરખજો નિજ નો જમણો હાથ,
સુણજો રૂષીમુનિઓનો સાદ ... તમે...

કરના નિજ માં શારદા માત,
આંગળીએ લક્ષ્મી છે સાક્ષાત,
હથેળી એે હરિ સદા હૈયાત ... તમે...

કાંડે બુદ્ધી ગ્નાન ઊપદેશ,
આંગળા કર્મ તણો સંદેશ,
હથેળી માં ભક્તિ નો છે નિજ ... તમે...

સુતા પહેલા સ્મરજો રામ,
ઈશ ના ખોળે ખરો આરામ,
તન મન ધરજો પ્રભુ માં યાદ ... તમે...

તમે ત્રણ વાત રાખજો યાદ ... (2)
જીવન માં લાવવા મીઠો સ્વાદ... તમે...


No comments:

Post a Comment