*વ્હોટ્સ અપની વાર્તા – ૭૩*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*રથયાત્રા*
અષાઢી બીજની સુરમ્ય સવાર...! જેઠ મહિનાની ગરમીથી ત્રસ્ત લોકોને માથે કાળા ડિબાંગ વાદળાઓ સ્વયંભૂ ફેલાઇને છાંયડો આપી રહ્યા હતા. ઇંદ્રરાજાનો કોપ તો એ ગોકુળના ગોવાળીયાએ ગોવર્ધન ઉંચક્યા પછી તો સાવ અદ્રશ્ય થઇ ગયો હતો. હવે તો તેઓ શીતળ અને સૌમ્ય બની ધરતીને તૃપ્ત કરવા પધરામણી કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા.
આ શુભ દિવસે ભગવાન જગન્નાથ, તેમના મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી આજે નગરચર્યા કરવા પ્રસ્થાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. પ્રસ્થાન માટે મંગલઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે રથની પાસે ઉભેલા ઋક્ષ્મણીજી ચિંતિત મુદ્રામાં સ્થિર હતા.
અંતર્યામી તેમના અકળ મનને જાણી નહોતા શકતા એટલે પુછી લીધું, ‘હે દેવી..! કાંઇ મૂંઝવણ છે ?’
‘ભગવન… તૈયારીઓ અતિસુંદર છે. ભગીની સુભદ્રાજીને આપણાં રાજ્યની દિવ્યતા અને સુખ, સમૃધ્ધિના દર્શન થાય તે પ્રમાણે અદભૂત વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે... કિન્તુ....?’ જેમ કોઇ સ્ત્રી પોતાના છેલ્લા શબ્દો અધ્યારમાં છોડી પુરુષોને વિચારતા કરી અપેક્ષિત નજરે નીરખ્યા કરે તેમ ઋક્ષ્મણીજીએ પણ પ્રભુને બીજો પ્રશ્ન પુછવા મજબૂર કર્યા.
‘દેવીજી આપ શા માટે આ કિન્તુ પ્રયોજી રહ્યા છો...? મલકાતા સ્વરે ભગવાન કૃષ્ણએ પૂછ્યુ.
‘કેટલાય દિવસોથી એક પ્રશ્ન ઘુંટાયા કરે છે...!’
‘તો સત્વરે જણાવો... પછી અમે પ્રસ્થાન કરીએ...!’ ભગવાન કૃષ્ણએ અધીરાઇથી પુછ્યુ.
‘નગરચર્યામાં આપ ભાઇ બહેન પ્રસ્થાન કરો છો પણ તેની સાથે મારો રથ કેમ નથી ?’ ઋક્ષ્મણીજીના પ્રશ્ન અને તેમની મૂંઝવણને ભગવાન શ્રી કૃષ્ણ પામી તો ગયા પણ નિરુત્તર રહ્યાં.
‘હે, ભગવાન તમારી લીલા અપરંપાર છે, લોક પરલોકના પણ તમે સ્વામી છો, દરેક યુગમાં તમારા દરેક અવતાર સાથે તેમના સહધર્મચારીણીની પૂજા થઇ છે. જ્યારે તમારા આ અવતારમાં હું આપની અર્ધાંગીની છું તો મારું સ્થાન કેમ ઉતરતું ? અને મને પણ રથ કેમ નહી..? ’ ઋક્ષ્મણીજી ફરી પોતાનો જવાબ માંગી રહ્યા હતા.
ભગવાન કૃષ્ણ ઋક્ષ્મણીજીના પ્રશ્નનો કોઇ જવાબ આપી રહ્યા નહોતા અને માત્ર મલકાઇ રહ્યા હતા એટલે ઋક્ષ્મણીજીની સ્ત્રીહઠ વધુ બળવાન બનવા લાગી અને રથ પર ચઢી રહેલા પ્રભુજીને રોકી ઋક્ષ્મણીજીએ રથની લગામ પકડી રાખી અને કહ્યું, ‘ હે જગતનાથ જો તમે મારા પ્રશ્નનો જવાબ નહી આપો ત્યાં સુધી આપ પ્રસ્થાન નહી કરી શકો.'
ભગવાન હજુ નિરુત્તર જ હતા ત્યાં, ‘નારાયણ.... નારાયણ.....!’ બોલતા બોલતા દેવમુનિ શ્રી નારદજી હાજર થયા.
‘ક્ષમા પ્રભુ....! આપના નગરપ્રસ્થાન સમયે માતા ઋક્ષ્મણી સાથે આપના થયેલા વાર્તાલાપને હું પણ સાક્ષી બની સાંભળવા આવ્યો છું. આ અષાઢી બીજના શુભ દિને આપ માતેય ઋક્ષ્મણીજી સાથે અન્યાય કરી રહ્યાં છો. આપે કંસવધ કરી પછી નગરયાત્રા કરી ત્યારે તો આપ કુમાર અવસ્થામાં હતા જ્યારે આજે તો આપના ધર્મચારીણી સાથે છે. મને સામે ભ્રાતા બલરામ અને ભગીનીદેવી સુભદ્રાજીનો સુંદર શણગારેલો રથ દેખાય છે પણ ક્યાંય દેવી ઋક્ષ્મણીજીનો રથ દેખાતો નથી…. નારાયણ... નારાયણ...! તમે માતેય સાથે યથોચીત ન્યાય નથી કરી રહ્યાં.’ ભગવાન નારદજીએ તો તેમની સુમધુરવાણીથી ઋક્ષમણીજીનો પક્ષ લીધો અને ભગવાને તેમની વૃતિને સારી રીતે સમજી ચૂક્યા હતા.
નારદજીની વાતથી ઋક્ષ્મણીજીની સ્ત્રીહઠ બદલાઇને ઇર્ષ્યા અને અન્યાય થઇ રહ્યો છે તેવા ભાવમાં પરીણમી ગઇ હતી.
ભગવાન શ્રીકૃષ્ણ સારી રીતે જાણતા હતા કે નારદજીએ ધૂમ્રસેર ઉઠી હોય ત્યારે જ ફૂંક મારીને સ્ત્રીહઠની જ્વાળાને વેગ આપ્યો છે.
‘પ્રભુ, આજે ન્યાય કરો. અને મને રથ ન આપવાનું કારણ કહો ?’ ઋક્ષ્મણીજીએ રથની લગામ વધુ જોરથી પકડી રાખી.
ભગવાન કૃષ્ણ હજુ પણ તેમની શાંતમુદ્રામાં સ્થિર હતા. તેઓ હવે નિરુત્તર રહેશે તો નારદજી તેમને વધુ ક્રોધિત કરશે એટલે તેમને ખૂબ સહજતાથી અને સુકોમળ સ્વરે કહ્યું, ‘ હે દેવી, આજે તમે મારા વેશે મારા રથમાં પ્રસ્થાન કરો અને હું તમારી આજુબાજુમાં જ બીજા વેશે ક્યાંક હોઇશ.. આપણે અંતરમને એકબીજાથી ગોષ્ઠી કરીશું. આ નગરયાત્રામાં તને ખ્યાલ આવશે કે તમારો અલગ રથ કેમ નથી..? અને હા.. તમારે આ નગરયાત્રા દરમ્યાન તમારે કૃષ્ણ બનીને જ રહેવાનું. જો તેમ ન કરી શકો અથવા ભગીની દેવી તમારા વ્યવહારથી કૃષ્ણ હોવા અંગે શંકા કરે તો તમારે નગરયાત્રામાં ક્યારેય રથની માંગણી ન કરવી.’
‘નારાયણ... નારાયણ... વાહ પ્રભુ... આપ હવે દેવીજીને શબ્દોથી નહી સમજાવી શકો એમ જ ને...?’ નારદજીએ ફરી એક ચિનગારી મુકી.
‘હા.. ઋષીવર્ય... !’ ભગવાને હસીને ઉત્તર આપ્યો.
‘તો દેવીજી આપ ભગવાનના પરિવેશમાં પ્રસ્થાન કરશો’ને...?’ નારદજીએ ઋક્ષ્મણીજી તરફ ઇશારો કર્યો.
‘હા..જરુર, નગરયાત્રામાં શું થાય છે તેનો મને પ્રત્યક્ષ અનુભવ થશે અને પ્રભુના અકળ રહસ્યને પામવાનો અવસર મળશે.’ અને ઋક્ષ્મણીજીએ નારદજીને વંદન કર્યા અને નારદજી તો ‘નારાયણ... નારાયણ...’ કહી અદ્રશ્ય થઇ ગયા.
ભગવાને તરતજ પોતાનું સ્વરુપ ઋક્ષ્મણીજીને આપ્યું અને તેઓને રથમાં બિરાજમાન કર્યા. પોતે એક સાધારણ નગરજનનો વેશ ધરી તેમની પાછળ પાછળ ચાલ્યા.
વચ્ચે સુભદ્રાજી અને બન્ને બાજુ બન્ને ભાઇઓ નગરની યાત્રાએ નીકળી પડ્યાં.
સુભદ્રાજી તો નગરની યાત્રા કરતા કરતા બલરામ અને કૃષ્ણ સાથે નગરની ચર્ચા કરતા અને પોતાના નગરજનોની ખુશીઓ માટે તેમને શું કરવું તેના સલાહ સૂચનો કરતા કરતા આગળ વધી રહ્યા હતા.
ઋક્ષ્મણીજી પણ પોતે અગાઉથી કરેલ તૈયારીઓ અને નગરના વૈભવને દર્શાવવા ઉત્સુક હતા.
યાત્રા થોડી આગળ ચાલી અને સામે એક યુગલ લડી રહ્યું હતું.
સુભદ્રાજીએ તેમનો રથ રોક્યો સ્વયં તેને જાણવા નીચે ઉતર્યા. તેમની સમસ્યા હતી કે તેઓ ઉચ્ચ કુળના હતા પણ ખૂબ નિર્ધન હતા. તેમની પાસે ખાવા ધાન ખૂટી ગયું હતુ. કેટલાય દિવસથી ભૂખ્યા સૂઇ રહેવું પડતું અને રાજના ધાનભંડારમાંથી ધાન લેવા જતા તેમને ભીખયાચના જેવું લાગતું હતું. નગરમાં આ રીતે બીજા પણ પરિવાર હતા કે તેઓ ભૂખ્યા છે તેવું જણાવી શકતા નહોતા. તેમની પત્ની લડી રહી હતી કે તમે નગરયાત્રા વખતે પ્રભુજીને આપણી અવદશાનું ધ્યાન દોરો પણ પતિ તે કહેવાની મનાઇ કરી રહ્યો હતો.
સુભદ્રાજીએ આ જાણ્યું કે તુરત જ બલરામને આદેશ કર્યો કે નગરમાં એક મોટો ઘંટ લગાવો અને તેનો અવાજ મહેલ સુધી સંભળાય તે રીતે લગાવો. બપોરે અને સાંજે કોઇપણ ભૂખ્યું હોય તો તે આવીને તે વગાડે અને કૃષ્ણ કે બલરામે બપોરે ચોથા તથા રાતે નવમાં પ્રહર પછી જો આ ઘંટનો અવાજ ન સંભળાય તો જ જમવાનું...! રાજાનું કર્તવ્ય છે કે તેમની પ્રજામાં કોઇપણ ભૂખ્યું હોય તો તેમને અન્ન ગ્રહણ કરવાનો કોઇ અધિકાર નથી.
સુભદ્રાજીના આ આદેશથી જગન્નાથના પરિવેશમાં ઋક્ષ્મણીજી સમસમી ગયા. પણ ‘જેવી આજ્ઞા’ કહીને બલરામની સાથે તેમને પણ ભગીની દેવીની આજ્ઞા માથે ચઢાવી.
પછી તે નગરયાત્રા આગળ ચાલી. સામે ઋક્ષ્મણીજીનો મહેલ બનતો હતો. કૃષ્ણવેશમાં ઋક્ષ્મણીજીને લાગ્યું કે મારો આ ભવ્ય મહેલ જોઇને બહેનને આનંદ થશે. મેં ખુદ વાસુદેવ સામે જીદ કરી તેની અદભૂત નિર્માણ કરાવ્યું છે.
સુભદ્રાજી તો તે મહેલની ભવ્યતાને થોડીવાર જોઇ જ રહ્યા. તેમને જોયું કે ત્યાં કામ કરતા ક્ષુદ્ર લોકોમાં એક પતિ- પત્નિ કોઇ વાતે લડી રહ્યા હતા. તેમની વચ્ચેની લડાઇનું કારણ જાણવા સુભદ્રાજી રથમાંથી ઉતરી ત્યાં તેમની પાસે પહોંચ્યા. કૃષ્ણવેશે ઋક્ષ્મણીજી પણ તેમની સાથે હતા.
તેઓની લડાઇનું કારણ હતું કે તેમના પત્ની પોતાના માટે પણ ઘર બનાવી આપવાની હઠ લઇને બેઠા હતા અને રડતાં કહેતા કે, ‘સ્વામી, ઋક્ષ્મણીજીને રહેવા માટે આપણા રાજા જો મહેલ બનાવી શકતા હોય તો મારે માટે એક નાનકડું ઘર કેમ નહી...?’
આ વાત સાથે રહેલા સુભદ્રાએ સાંભળી અને તરત જ તેમને કૃષ્ણને આદેશ કર્યો, ‘હે વાસુદેવ...! હું આ શું નિહાળી રહી છું ? તમારા રાજ્યમાં કોઇ ઘર વિહોણું હોય અને તમે રાણી માટે મહેલ બંધાવો એ યથોચિત નથી. આ મહેલનું કામ આજે જ રોકાઇ જવું જોઇએ અને પ્રજા ઘર વિહોણી હોય અને તેમના પાલક આલીશાન મહેલમાં રહેતા હોય તો તે અન્યાય જ છે...! રાણી રૂક્ષમણીને કહેજો કે પ્રજાના ધનકોષમાંથી એશોઆરામનો એમનો કોઇ હક્ક નથી.’
સુભદ્રાજીનો આ આદેશ સાંભળી રૂક્ષ્મણી વેશે રહેલા વાસુદેવ તો અવાચક બની ગયા. તેમને ચુપ રહેલા જોઇ સુભદ્રાજી બોલ્યા, ‘વાસુદેવ.. આપણી આ નગરયાત્રા આપણા આલિશાન વૈભવના પ્રદર્શન માટે નથી. આજે તમારા ભક્તો અને નગરજનોના દુ:ખ દર્દ જાણવા માટે આપણે તેમની પાસે જઇએ છીએ અને જે રાજાની પ્રજા અન્ન કે ઘર વિહોણી હોય તે રાજ્યાધિકારીને દૈદિપ્યમાન મહેલમાં રહેવાનો કોઇ હક્ક કે અધિકાર જ નથી.’
‘આપ યોગ્ય છો ભગીનીદેવી..!’ રૂક્ષ્મણીજી હવે સમજી રહ્યા હતા કે ભગવદપ્રભુ એ કેમ મારો રથ સાથે નથી રાખ્યો.
રથ નગરયાત્રા કરી આગળ વધી રહ્યો હતો. રસ્તામાં અનેક લોકો ભેંટ સોગાદો લઇને ઉભા હતા. કોઇના હાથમાં મોંઘા વસ્ત્રો તો કોઇ અલંકારો, કોઇ વ્યંજનો તો કોઇ હાથે બનાવેલી જુદીજુદી વસ્તુઓ લઇને કૃષ્ણ-બલરામ અને સુભદ્રાજીની પ્રતિક્ષા કરી રહ્યા હતા. સૌ હોંશે હોંશે પોતાની યથાશક્તિ મુજબનું આપવા અધીરા હતા.
વાસુદેવ અને બલરામના રથમાં લોકો તેમની ભેંટ સોગાદો મુકી રહ્યા હતા અને તે જોઇ સુભદ્રાજી ખૂબ વ્યથીત બની ગયા.
સામે એક પરિવાર પોતાના નાના પુત્ર પુત્રી સાથે વ્યંજન અને માલ્યાર્પણ કરવા ઉત્સુક હતા. સુભદ્રાજી અને વાસુદેવવેશે રહેલા ઋક્ષ્મણીજીની નજર તેમના પર પડી.
નગરયાત્રાનો સમય વધુ થઇ જવાથી તે યુગલના પુત્રએ તેમના સ્વાદિષ્ટ વ્યંજનોમાંથી કેટલાક ટુકડા આરોગવાના શરૂ કરી દીધા હતા. રૂક્ષ્મણીજીને આ જોઇ અરુચીભાવ ઉત્પન્ન થયો અને જે સુભદ્રાજી પામી ગયા. વળી, તેમની નાની પુત્રીએ તો સુંદર માળા જોઇ પોતાના કંઠે પહેરી લીધી.
તેના માતા-પિતા, સુભદ્રાજી અને રૂક્ષ્મણીજી બધાની નજર એકસાથે આ પુત્ર પુત્રી પર સ્થિર થઇ. તે યુગલે આ જોઇ તેમના પુત્ર અને પુત્રીના ગાલ પર તમાચો મારી દીધો. બન્ને પોક મુકીને રડવા લાગ્યા. રૂક્ષ્મણીજી એ તો તેમનો ઉપહાર સ્વિકૃત ન કર્યો અને તે યુગલને ખેદ થયો.
સુભદ્રાજીએ ત્વરીત રથની નીચે ઉતરી તે બન્ને બાળકોને વ્હાલ કર્યુ અને તેમના ઉપહારોમાંથી વ્યંજનો ત્યાં ઉભેલા બાળકોને વહેંચી દીધા અને પોતે ફરી રથમાં બિરાજમાન થયા.
જો કે તેમને આ વખતે પણ કૃષ્ણ સામે ફરીયાદભરી નજરે જોઇને કહ્યું, ‘હે નંદકિશોર... આજે જ નગરમાં ઢંઢેરો જાહેર કરો કે નગરચર્યા દરમ્યાન કે મહેલના કોઇ વ્યક્તિને કોઇ નગરજનોએ ક્યારેય ઉપહાર કે ભેંટ સોગાદો આપવી નહી અને જો કોઇ એમ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી થશે!! હે મનમોહન…! તમે તો સર્વ સૃષ્ટીના સ્વામી અને જો તમે રાજા બની ભેંટ સોગાદોમાં મોહી જશો તો છેવટે પ્રજા અને તેનું રાજ્ય પાયમાલ થઇ જશે.’
સુભદ્રાજીના આ કથનને સાંભળી ઋક્ષ્મણીજી તેમના આંસુ રોકી ન શક્યા.
સુભદ્રાજીએ આ જોઇ પુછ્યું, ‘ કેમ.... મુરલીમનોહર... મારી કોઇ ક્ષતિ...?’
ત્યાં જ ઋક્ષ્મણીવેશે રહેલા કૃષ્ણએ કહ્યું, ‘નહી... ભગીની... નહી...! આ તો હર્ષના આંસુ છે...! એક વર્ષ સુધી અમારી ઉપર રાજાના કેફના આવરણો ચઢી ગયા હતા. અમે આ વૈભવશાળી નગરયાત્રાથી લોકો સમક્ષ આપણી દિવ્યતાનું પ્રદર્શન કરવા માંગતા હતા. માયાના આવરણોથી તેઓ અમારી પ્રજા અને અમે તેમના રાજા છીએ તેવો મિથ્યા અહંકાર આવી ગયો હતો. જો હું રૂક્ષ્મણીજીની સાથે હોત તો તેઓ ફક્ત પોતાનો ધનવૈભવ અને મારી યશગાથાઓ જ કહી કહીને મને વધુ કલુષીત કર્યો હોત... પણ ભગીનીદેવી આજે તમે મને તે આવરણોમાંથી મુક્ત કર્યો છે. મારી નગરયાત્રામાં ભગવતીદેવી આપ જ સાથે રહો તે યોગ્ય છે તે મને સમજાઇ ગયું.’
સુભદ્રાજીએ કૃષ્ણમુખે આ શબ્દો સાંભળી આશ્ચર્ય પામ્યા અને બોલ્યા, ‘હે જગન્નાથ આપના મુખે આ શબ્દો મારી સમજણથી પરે છે...! આપ અંતર્યામી સર્વે સુખ દુખના જ્ઞાતા છો તો પછી તમારા મનમાં આ ઘોર અંધકાર ક્યાંથી...? શું આપ જગન્નાથ ભગવાન કૃષ્ણ છો...?’
સુભદ્રાજીના આ સંશયથી ઋક્ષ્મણીજીની સામે સત્ય ઉજાગર થયું. તેઓ હવે વધુ કૃષ્ણ બનીને આ ભાર વહન નહી કરી શકે એટલે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી તેમના યથાસ્થાને બોલાવી લીધા.
ત્યાં નારદજી આવ્યા અને બોલ્યા, ‘નારાયણ.... નારાયણ....! વાહ ભગવન આપની લીલા અપરંપાર છે... ખુદ રૂક્ષ્મણીજી આજે બરાબર સમજી ગયા છે કે આ નગરયાત્રામાં ભગીની અને ભાર્યા વચ્ચે આ સ્થાનભેદ કેમ છે ?’
રૂક્ષ્મણીજીએ પણ નારદજીના આ વચન સાંભળીને ભગવદ સ્વરુપ જગન્નાથ, દેવી સુભદ્રા અને નારદજીને શિષ નમાવી દીધું અને નગરયાત્રામાં પોતાના રથની માંગણી નહી કરે તે સ્વીકારી લીધું.
✍🏻✍🏻✍🏻✍🏻
*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*
ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત પુસ્તકો
*વ્હોટસએપની વાર્તાઓ ભાગ – ૧ તથા ૨*
*ચાર રોમાંચ જિંદગીના – નવલકથા*
*ગુલમહોર - નવલકથા*
*શક્તિનો સ્પર્શ અને સફળતાની સફર*
*હું – ખોવાયેલા ખુદની શોધ*
*ફફડાટ – હોરર સ્ટોરી બુક*
માતૃભારતી એપ પર ફ્રી વાંચો
*દાંડિયાની જોડ*
*હિન્દી નવલકથા – અચ્છાઇયાં*
*પુસ્તક મંગાવવા લેખક અથવા અમોલ પ્રકાશન - ૮૩૨૦૩૪૨૯૦૨ પર સંપર્ક કરશો.*

No comments:
Post a Comment