Jun 15, 2019

ખોટી ધારણા

એક નાનકડું બાળક તેના બંને હાથોમાં એક એક સફરજન લઈને ઊભું હતું...

તેના પિતાએ તેને હસતાં કહ્યું,
“બેટા, એક સફરજન મને આપ તો... "

બસ ... સાંભળતા જ એ બાળકે એક સફરજનમાં બચકું ભરી લીધું....!

તેના પિતા કઇંક બોલી શકે તે પહેલાજ એણે તેના બીજા સફરજનમાં પણ બચકું લઈ લીધું...!!!!

તેના નાનકડા બાળકની આ હરકતને જોઈ પિતા તો દંગ જ થઈ ગયા, જાણે આઘાત ન લાગ્યો હોય... ચહેરા પરનું સ્માઇલ જાણે અદૃશ્યજ થઈ ગયું હતું...

બસ ત્યારે......

તેના આ નાનકડા બાળકે ગણતરીની સેકંડોમાં તેનો નાનકડો હાથ આગળ વધારતા પિતાને કહ્યું,
“આ લો બાપુ... આવડુ આ વધારે મીઠું છે...!

કદાચ આપણે ક્યારેક ક્યારેક પૂરી વાત જાણ્યા વગર સમાપન સુધી પહોચી જઈએ છીએ. અને ખોટી ધારણાઓ બાંધી લઈએ છીએ...

કોઈએ કેટલું સરસ કહ્યું છે...

No comments:

Post a Comment