May 31, 2018

શબ્દ સમૂહ માટે એક શબ્દ

નવી પેઢી ને તો કદાચ કોઇ શબ્દ નો અર્થ ખબર નહીં પડે પણ આપણીં પેઢી  પણ ઘણાં શબ્દો થી અજાણ હશે મને એક બે ને બાદ કરતા મોટાભાગ ના શબ્દો નો અર્થ ખબર છે અને શબ્દો વાપર્યા પણ છે, હવે તમે વાંચી ને જુવો આમા ના કેટલા શબ્દો તમને ખબર છે

*શબ્દ સમૂહ માટે એક શબ્દ*

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.