Apr 6, 2018

Karm - કર્મ નો સિધ્ધાંત

મહાભારત નું યુદ્ધ પુરું થયું અને,
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં...

પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું -

"હે માધવ, યુદ્ધમાં ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યાં ?

એની મહાનતા ની કોઈ ગરિમા નહીં ? એની સારપ નું કોઈ મૂલ્ય નહીં ? આ પાપ તમે કેમ થવા દીધું ? "

પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યાં અને, ફક્ત સ્મિત આપ્યું !
પણ, રુક્મિણીએ લીધી વાત મૂકી નહીં અને ફરી ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યાં...

ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યાં : હે પ્રિયા, એ બન્ને ની મહાનતા અને સારપ વિશે કોઈ શંકા નથી. પણ એ બન્નેએ જીવનમાં ફક્ત એક જ એવું 'પાપ' કર્યું હતું કે જેનાં કારણે એની આખી જીંદગીની તમામ સારપ અને પુણ્યકર્મો ધોવાય ગયાં..!!"

રુક્મિણી : "કયું પાપ નાથ ?"

શ્રીકૃષ્ણ : હે દેવી, એ બન્ને એ સભામાં ઉપસ્થિત હતાં કે -
જયાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ...

એ બન્ને એ ઘટના રોકવા બધી જ રીતે 'સક્ષમ' હતાં પણ એમણે મૂંગા રહીને જોયા કર્યું !

જે સારાપણું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું ??

આ એક જ પાપ એ બન્નેની તમામ શ્રેષ્ઠતા ને ધોઈ નાખવા માટે પૂરતું હતું !! "

રુક્મિણી : એ સાચું સ્વામી...

પણ કર્ણનું શું ?
એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ? જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું. ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં...

એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ??

શ્રીકૃષ્ણ : મહારાણી, જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !

તેને શ્રદ્ધા હતી કે દુશ્મન હોવાં છતાં, મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે. પણ, પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું અને એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !

હે રુક્મિણી, આ એક જ 'પાપ' એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું...

કાળની અકળ ગતિ જુઓ કે -
એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં એનાં રથનું પૈડું ફસાયું...

અને તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે કર્મનો 'સિદ્ધાંત'

કોઈને કરેલા અન્યાય ની એક જ પળ...

જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે.


Source:-  WhatsApp Collection

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...