Apr 22, 2018

સત્ય

સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને,
તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે.

*

દરેક સંબધો માં
એક વાર તો પાનખર આવવી જ જોઈએ,
જેથી ખબર પડે કે
કેટલા ખરી ગયા અને કેટલા ટકી ગયા.

*

સંપ માટી એ કર્યૉ, ને ઈંટ બની..

ઈંટોનુ ટોળુ થયુ, ને ભીંત બની…

ભીંતો એક બીજાને મળી, ને ” ઘર ” બન્યું ...

*
             જીતી ને ઝુકીએ...​
                    ​અને..​
             ​હસી ને હારીયે..!!​

      ​સંબંધો ને સોના ના વરખ થી નહિ... પણ,​
    ​હૈયા ના હરખ થી શણગારીએ...​

*
સ્મિત એક એવો વળાંક છે,
જે ઘણા મુશ્કેલ કામ સીધા કરી શકે છે !

*

પોતાની તુલના બીજા સાથે ના કરો,
એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો !!

*