આપણા મલકના માયાળુ માનવી ...(2)
હે માયા મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
હાલો ને આપણા મલકમાં…
આપણા મલકમાં ઓઢણ ઓરડા ...(2)
હે ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
હાલો ને આપણા મલકમાં…
આપણા મલકમાં નાવણ કુંડિયું ...(2)
હે નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
હાલો ને આપણા મલકમાં…
આપણા મલકમાં ભોજન લાપસી ...(2)
હે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલો ને આપણા મલકમાં…
આપણા મલકમાં પોઢણ ઢોલિયા,
હે ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલો ને આપણા મલકમાં….કે હાલો….