ઘરમાં થતાં ઝઘડા-કંકાસની અસર બાળકો પર થાય?
મધુવનની મહેકઃ
ડો. સંતોષ દેવકર
‘આ શું બનાવ્યું છે ?’
‘ઓહ….મમ્મી….. આ કઢી તો બહુ ખરાબ છે.’
દીકરો મોટેથી બરાડી ઊઠયો,
‘સોરી… આઈ એમ. સોરી… બેટા….’
મમ્મીએ દિલગીરીપૂર્વક કહ્યું
‘ના….. મારે નથી ખાવું.’
બાળકે તોફન શરૂ કર્યું,
‘બેટા… પ્લીઝ… આજે હું…. !’ આટલું બોલતાં તો મમ્મીની આંખો ભીની થઈ ગઈ,
મમ્મી આજે ખૂબ થાકી ગઈ હતી,આજે સવારથી જ તબિયત પણ સારી નહોતી, નોકરી પરથી ઘરે આવતાં ખૂબ મોડું થઈ ગયું હતું,તેમ છતાં ઝડપથી હાથ-પગ ધોઈ રસોઈ બનાવવા મંડી પડી હતી,
પપ્પા પણ આજે ઘરે મોડા આવ્યા હતા,
દીકરાને ખૂબ ભૂખ લાગી હતી,
પપ્પા સાથે જમવા બેઠો હતો,
મમ્મીએ બંનેને થાળી પીરસી હતી અને ગરમ -ગરમ રોટલી બનાવીને બંનેને જમાડતી હતી અને દીકરો મોટેથી બરાડી ઊઠયો,
‘કઢી બહુ ખરાબ છે મારાથી ખવાશે નહિ.’
પપ્પાએ બાળક તરફ્ જોયું ને શાંતિથી કહ્યું,
‘જો, બેટા બૂમો પાડવાની જરૂર નથી,હું પણ કઢી ખાઈ રહ્યો છું,
જો તને કંઈક ઓછું વત્તું જણાય તો તેમાં મીઠું-મરચું-લીંબુ નાખીને તને ભાવે તેવી બનાવી લે.’
પપ્પાના કહેવાની બાળક પર અસર થઈ,
તેણે શાંતિપૂર્વક કઢી ખાઈ લીધી,
હવે પત્ની જમવા બેઠી તેને ખબર પડી કે કઢીમાં મીઠું કે મરચું નાંખવાનું પોતે ખરેખર ભૂલી જ ગયેલી,
તેણીએ પતિને પૂછયું કે, ‘ખરેખર કઢી સ્વાદહીન છે,
તો તમે કેમ કંઈ ન બોલ્યાં ?’
ત્યારે પતિએ કહ્યું કે,
‘દીકરો મોટો થશે ત્યારે તેને કઢીના સ્વાદ વિશે કંઈ યાદ નહીં હોય,
પરંતુ તેને મારા શબ્દો અને વર્તન હંમેશાં યાદ રહેશે.’
બાળકની સૌથી મોટી ટેકસબુક મા-બાપનું તેની સામેનું વર્તન છે,
પોતાના કુટુંબ પાસેથી બાળક જેટલું અને જેવું શીખે છે તેવું બીજે કયાંયથી શીખતું નથી!
આ ઘટના માત્ર કઢી પૂરતી મર્યાદિત ન રહેતા બાળકના ઘડતરમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે,
દરેક વખતે રસોઈ સારી જ બને એવું નથી,
રસોઈ છે કયારેક બગડે પણ ખરી, તેમાં મોં બગાડવાને બદલે મીઠું-મરચંુ-લીંબુ ઉમેરીને પોતાને ગમતો ટેસ્ટ મેળવી શકાય છે,
જો પપ્પાએ તેના દીકરા જેવું વર્તન કર્યું હોત તો તેની પત્ની તો દુઃખી થાત જ,
પરંતુ તેનો દીકરો આવું વર્તન કાયમ માટે શીખી જાત
ઘર બને છે ગૃહિણી થકી,
તેના ગમા-અણગમા અને ટેન્શનનો વિચાર કરી તેની કાળજી લેવાની દરેક સંસ્કારી કુટુંબના સભ્યોની ફરજ બને છે,
ઘરમાં બનતી દરેક ઘટના અને પ્રસંગની બાળકનાં મન ઉપર શી અસર પડશે?
તેની મા-બાપે આગોત્તરી કાળજી રાખવી પડે, બાળકને એક વ્યકિત તરીકે સ્વીકારવાથી અને તેના ગમા-અણગમાને ધ્યાને લેવાથી કેટલીક રુચિકર બાબતોને નીવારી શકાય છે,
બાળક ભલે નાનું છે પણ તેનું સન્માન પુખ્ત છે આ બાબતનું ધ્યાન રાખવાથી બાળકના ઘડતરમાં ધાર્યો ઘાટ આપી શકાય છે,