Sep 12, 2017

દ્વંદ્વ યુધ્ધ- લક્ષ્ય, શરતો અને મારી વચ્ચે- રજનીકાંત કોટેચા

દ્વંદ્વ યુધ્ધ

લક્ષ્ય એક  ...
શાંતિ  ...આત્મિક શાંતિ,
આધ્યાત્મિક ઉન્નતિ જોઇએ ...

શરત ફકત આટલી જ  ...
નિત્યક્રમ આ જ ...
વહેવાર પણ આ જ ...
આદિ માન્યતા, મારી પરમ સખા,
છોડીશ નહીં ...
ઈગો  ઠેંસ પહોંચે તો સાંખીશ નહી ...

દ્વંદ્વ યુધ્ધ રહ્યુ ચાલી ...
લક્ષ્ય, શરતો અને મારી વચ્ચે

કોઈ તો મળશે,  મને શાંતિ અપાવશે ...
દિશા દેખાડશે,  મને શાંતિ અપાવશે ...

એક જ તો શરત છે મારી બસ,
વાતો જે ઊપર ની વિસરાય ના ...
માન્ય છે બાકી બધું જ મને ...

દ્વંદ્વ યુધ્ધ રહ્યુ ચાલી ..
લક્ષ્ય, શરતો અને મારી વચ્ચે...

સમય વિતતો જાય છે ...
સમય વિતતો જાય છે ... બસ જાય છે ...

Read More