આજ મારે ઘરે સોના નો સુરજ ઉગ્યો , ઘણા સમય પછી મારે ઘરે દીકરી બા પધાર્યા , મારે ત્યા આજ ફાગણ મહીને દિવાળી ઉજવાણી .
બેન બા તો બધા ના માનીતા થઈ ગયા, જોત જોતા
મા મોટા થઈ ગયા, ઝબલા પેરતા પેરતા ફ્રોક પેરતા થઈ ગયા , ઓરડા મા રમતા રમતા ઓસરી મા ને ફળીયા મા
રમતા થઈ ગયા ,
ધીરે ધીરે KG માથી નર્સરી મા અને એક બે પાંચ સાત ધોરણ પાસ થઈ ગયા , હાઇસ્કૂલ કોલેજ પુરૂ કરી
ઘરના બધા કામ કરતા થઈ ગયા, પપ્પા ને જાણે સાવ
ઓળઘોળ થઈ ને મોટા થતા ચિંતા થવા લાગી ,
યોગ્ય મુરતિયા ની તપાસ શરૂ થઇ સારૂ ઘર અને વર
જોઇ ને પપ્પાએ થોડો નિરાંત નો શ્ર્વાસ લીધો ત્યાં તો ઢોલ ધડુક્યા શરણાઈ ના સૂર ટેં ટેં ટેં વાગવા મંડાણા ,બેન ને લેવા દેવા ના લિસ્ટ લખાઇ ગયા અને ખરીદી થાવા
લાગી કંકોત્રી લખાવા માંડી રૂડા મંડપ રોપાણા ઘરે સાંજી
ના ગીત શરૂ થઈ ગયા .
પીઠી ચોળાઇ ગઈ દિકરી મારી ભારમા આવી ગઇ,
જાન આવવા નો વખત થયો , જાન આવી ગઇ મારી જાન
લેવા નાચગાન જમણવાર શરૂ થઈ ગયા, કન્યા પધરાવો
સાવધાન ના શબ્દો સંભળાણા , બાપની છાતી થડક
ઉથડક થાવા મંડાણી રૂડા કન્યા ના દાન દેવાણા ,ચોરી ના ફેરા ફરવાની શરૂઆત થઈ જવતલીયો જવતલ હોમે છે , મહાજન ને બોલાવી ઉત્તર દેવાની તૈયારી થઈ ગઇ, વેવાઇ ને શાલ પેરામણી ની વિધી થઈ ગઇ .
હવે કસોટી ની ઘડી આવી દીકરી મામા કાકા ફોઇ
બેનપણી ભાઇ ભાભી મા ને મળી ને જ્યા ધીરા ધીરા ડગલા ભરતી બાપ ને ગળે આંકડીયા ભીડી ગઈ, બાપની આંખ માથી શ્રાવણ ભાદરવા ની હેલી મંડાણી, દીકરી બાપને વળગી પડી , મરદ બાપ આજ ઢીલો પડી ગયો ,
દીકરી ને વળાવી ને બાપ ઢગલો થઈ બેસી પડ્યો .
બેન બા એના ઘર ને મુકી એના ઘરે ગયા અને સાવ
ગળાડૂબ થઈ ગયા , રોજ સવાર સાંજ ફોન આવે પપ્પા
સાથે વાત કરે , પછી બે દિવસે ફોન આવે , પછી અઠવાડિયે ફોન આવે પછી તો સમય મળે મળવા આવે
રોકાવા નુ કહે બધા તો બેન કહે અરે મારે ઘરે મારે કેટલા
બધા કામ છે , પછી ક્યારેક આવીશ .
આમને આમ દિકરી એના સંસાર મા ખોવાઈ ગઈ ,
બાપ યાદ કરે , કાઇ ને કાઇ મોકલાવે વાર તહેવારે દેવાય
એટલુ દઇ બાપ રાજી થાય.
દિકરી તો પારકી થાપણ કહેવાય એતો બાપ નો શ્વાસ છે , જેમ શ્ર્વાસ લઈ ને છોડવો પડે એમ કાળજા
નો કટકા ને જીવન ભર યાદ કરતા રેવુ પડે .....
આ છે દિકરી અને બાપ નો સબંધ

No comments:
Post a Comment