Apr 5, 2017

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ --ગુણવંત શાહ


મર્યાદાપુરુષોત્તમ રામનું જીવન દુઃખ નામના તત્વને સમજવામાં ઉપકારક થાય તેમ છે.
જે દિવસે રાજયાભિષેક થવાનો હતો,તે જ દિવસે ચૌદ વર્ષનો વનવાસ આવી પડ્યો. 
વનવાસ પૂરો થવામાં હતો ત્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું.
અયોધ્યામાં રામરાજ્ય સ્થપાયું અને ઓચિંતો સીતાત્યાગનો પ્રસંગ ઉપસ્થિત થયો.
વાલ્મીકિ ઋષિના પ્રયત્નને પરિણામે ફરીથી રામસીતા મિલનની ક્ષણ નજીક હતી ત્યાં સીતા પૃથ્વીમાં સમાઈ ગઈ. 
જો નિયતિ રામને ન છોડે તો આપણને છોડે ખરી? 
જીવનમાં બધું કેમ,કઈ રીતે અને કોના દોરીસંચારથી બને છે તેનો ખયાલ આપણને આવતો નથી. 
જીવનના રહસ્યનો આવો અભિક્રમ આપણા હાથની વાત નથી. 
શું દુઃખ સામે હાથ જોડીને બેસી રહેવું? રામનું જીવન અહીં પ્રેરણાદાયી બની શકે.
સીતાનું અપહરણ થાય એ નીયતિનો ખેલ હતો,પરંતુ રાવણવધ એ રામના પ્રચંડ પુરુસાર્થનું પરિણામ હતું.
જીવન નાની નાની અસંખ્ય ઘટનાઓનું બનેલું છે,પરંતુ જીવન સ્વયં નાની ઘટના નથી. જીવતાં હોવું એ પ્રાપ્તિ છે,પરંતુ જીવંત હોવું એ ઉપલબ્ધિ છે.
-ગુણવંત શાહ 

राम राम रामेति रमे रामे मनोरमे ।
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॥